ETV Bharat / state

પીવાના પાણીની સમસ્યા છે , તો 1916 પર ફોન કરો અને પાણી મેળવો - Water problem in villages

ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની સમસ્યાઓનો ઝડપી ઉકેલ આવી શકે તે હેતુથી પીવાના પાણીની ફરિયાદ નોંધણી માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર ‘1916’ 24 કલાક કાર્યરત છે.

પીવાના પાણીની સમસ્યા છે ? તો 1916 પર ફોન કરો અને પાણી મેળવો

author img

By

Published : May 28, 2020, 12:00 AM IST

ગાંધીનગરઃ ગુજરાતમાં ઉનાળાના ઋતુ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની અનેક સમસ્યાઓ સર્જાય છે. ત્યારે હવે પીવાના પાણીની કોઇ સમસ્યા ન સર્જાય તે માટે રાજ્ય સરકારે આયોજન તો કર્યું છે પરંતુ જો સર્જાય તો રાજ્ય સરકારે હવે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરીને સરકારમાં સીધી ફરિયાદ કરવા માટેની વ્યવસ્થા કરી આપી છે.

પીવાના પાણીની સમસ્યા છે ? તો 1916 પર ફોન કરો અને પાણી મેળવો
પીવાના પાણીની સમસ્યા છે ? તો 1916 પર ફોન કરો અને પાણી મેળવો

ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની સમસ્યાઓનો ઝડપી ઉકેલ આવી શકે તે હેતુથી પીવાના પાણીની ફરિયાદ નોંધણી માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર ‘1916’ 24 કલાક કાર્યરત છે. ગુજરાત પાણી પુરવઠા બોર્ડની યાદીમાં જણાવ્યું છે. કે ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીને સંબંધીત ફરિયાદો જેવી કે હેન્ડપંપ રીપેરીંગ, મીની પાઈપ યોજનાનું રીપેરીંગ અને વ્યક્તિગત કે જુથ પાણી પુરવઠા યોજના દ્વારા આપવામાં આવતા પાણી અંગેની કોઈપણ ફરિયાદ નાગરિકો આ ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર ‘1916’ ઉપર નોંધાવી શકે છે.

યાદીમાં જણાવ્યા અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ કે લીકેજ હોય, પાણીની ચોરી થતી હોય અથવા કોઈ વિસ્તારમાં પાણીનો ખોટો વ્યય થતો હોય તેવા કિસ્સામાં પણ નાગરિકો ફરિયાદ નોંધાવી શકે છે.

ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઓનલાઈન ફરિયાદ નોંધવાની સુવિધા પણ પુરી પાડવામાં આવી છે. ઓનલાઈન ફરિયાદ https://ws.gujarat.gov.in/ વેબસાઈટના New Complaint સેક્શન મારફતે નવી ફરિયાદ નોંધાવી શકાશે.

જો કોઈ કિસ્સામાં ટોલ ફ્રી નંબર ‘1916’ વ્યસ્ત જણાય તો આવા કિસ્સામાં નાગરિકો અન્ય નંબર 1800 233 3944 પર પણ ફરિયાદ નોંધાવી શકે છે તેમ વધુમાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડની યાદીમાં જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.