ઇન્ડોર બિલ્ડિંગના ચોથા માળે ઓર્થોપેડિક વિભાગ ઓપરેશન થિયેટર આવેલું છે. જ્યાં હાડકાને લગતા તમામ ઓપરેશન કરવામાં આવે છે. ઓપરેશન કરવા માટે IR ટીવીની જરૂર હોય છે. ઓર્થોપેડિક ઓપરેશન થિયેટરમાં 7 વર્ષ જુના IR ટીવીને રીપેરીંગ કરીને ચલાવવામાં આવતું હતું. આ ઈસ્ટુમેન્ટ અનેક વખત ખરાબ થઈ જાય છે. જેથી વારંવાર તેના મિકેનિકને બોલાવવા પડતા હતા. તાજેતરમાં જ IR ટીવી બંધ પડી જતા ટેક્નિશિયન બોલાવવામાં આવ્યા હતા. પરંતુ દર્દીની છેલ્લી ઘડીઓમાં જેમ તબીબ I am sorry બોલી દેતા હોય છે. તેવી રીતે ટેક્નિશિયને પણ હવે ચાલુ નહીં થાય તેમ સોરી કહી દીધું હતું.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઓર્થોપેડિક વિભાગમાં આવેલું IR ટીવી સામાન્ય રીતે 5 વર્ષ સુધી ચાલતું હોય છે. પરંતુ ગાંધીનગર સિવિલમાં રહેલા ઇન્સ્ટ્રુમેન્ટને સાત વર્ષ જેટલો સમયગાળો થયો હતો. જેમાં અનેક વખત તેને રીપેરીંગ કરવામાં આવ્યું હતું. હવે આ ઈસ્ટુમેન્ટ બંધ થઈ જતા મેજર ઓપરેશનનો બંધ થઈ ગયા છે. સામાન્ય ઓપરેશન જેમાં IR ટીવીની જરૂર ન હોય તેવા ઓપરેશન તબીબી ઈચ્છે તો કરી શકે છે. પરંતુ તબીબ પણ આ પ્રકારના રિસ્ક લેશે નહીં. પરિણામે ઓર્થોપેડિકના દર્દીઓને અમદાવાદ રિફર કરવાની ફરજ પડશે.
જ્યારે IR ટીવી બંધ થવાને લઈને રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલ પાસે ફાઈલ મોકલવામાં આવી છે. આરોગ્યપ્રધાનની મંજૂરી મળ્યા બાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મોટા ઓર્થોપેડિક ઓપરેશન સારું થઈ શકશે. ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન IR ટીવીમાં લાવવા માટે ત્યારે મંજૂરી આપે છે. ચોક્કસ કહી શકાય કે પાટનગરની સિવિલ હોસ્પિટલમાં હવે તો નીતિન પટેલ ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન શરૂ કરાવી શકે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.