ETV Bharat / state

કોબા ક્રિષ્ના ગ્રીન્સ પાર્ટી પ્લોટમાં દારૂની મહેફિલ માણતા 23 લકોને પાલીસે ઝડપ્યા

ગાંધીનગર અડાલજ કોબા રોડ ઉપર આવેલા ક્રિષ્ના ગ્રીન્સ પાર્ટી પ્લોટમાં દારૂની મહેફિલ માણતા 23 લોકો પકડાયા હતા. જેમાં 10 યુવતીઓનો સમાવેશ થાય છે. અડાલજ પોલીસે દરોડો પાડીને આ નબીરાઓનાં રંગમાં ભંગ પાડ્યો હતો.

Gandhinagar
કોબા ક્રિષ્ના ગ્રીન્સ પાર્ટી પ્લોટમાં દારૂની મહેફિલ
author img

By

Published : Sep 25, 2020, 12:14 PM IST

ગાંધીનગર : અંબાપુર ગામે અડાલજ-કોબા રોડ પર આવેલા ક્રિષ્ના ગ્રીન્સ પાર્ટી પ્લોટમાં દારૂની મહેફીલ માણતા 13 નબીરા ઝડપાયા છે. અડાલજ પીઆઈ ડી. એ. ચૌધરીને મહેફીલ અંગે બાતમી મળી હતી. જેના આધારે પીએસઆઈ એમ. જે. શિંદેએ ટીમ સામે રેડ કરી હતી. જ્યાં પાર્ટીપ્લોટના રૂમની બહાર ખુલ્લી જગ્યામાં મહેફીલ જમાવીને બેઠેલા 13 યુવકો ઝડપાયા હતા. જ્યારે પાર્ટીપ્લોટમાં 10 યુવતીઓ પણ મળી આવી હતી.

જેમાં પોલીસે ઘટના સ્થળેથી દારૂની 5 ખાલી બોટલો, નાના-મોટા 38 ગ્લાસ, 1.76 લાખની કિંમતના 11 ફોન, ઔડી અને એમજી હેક્ટર મળી 39 લાખની 9 કાર મળી કુલ 40.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમદાવાદની યુવતીની બર્થ ડે પાર્ટીમાં તેના હસબન્ડ સહિતના યુવકો દારૂ મહેફીલ માટે ભેગા થયા હતા. જ્યારે 10 યુવતીઓ દારૂના નશામાં ન હોવાનું મહિલા પોલીસને ધ્યાને આવતા તેમની સામે ગુનો નોંધ્યો નથી. જોકે તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેના રિપોર્ટના આધારે જરૂર જણાશે તો તેમના નામ પણ આરોપીઓમાં સામેલ કરવામાં આવશે. હાલ તો સમગ્ર મુદ્દે અડાલજ પોલીસે 13 યુવક સામે પ્રોહી એક્ટ, એપેડેમીક ડિસીઝ એક્ટ મુજબ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.

Gandhinagar
કોબા ક્રિષ્ના ગ્રીન્સ પાર્ટી પ્લોટમાં દારૂની મહેફિલ જમાવી બેઠેલી 10 યુવતી, 13 નબીરા પકડાયા
દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા યુવકો
હિતેશ રમેશભાઈ જૈન29 વર્ષ બી-43 ઓરચીડ ગ્રીન, શાહીબાગ
પ્રિન્સ લલીતકુમાર સાલેચા27 વર્ષ16-1 ગીરધરનગર સોસા., શાહીબાગ
ભાવીન જયંતીભાઈ જૈન28 વર્ષ303-પાશ્વનાથ એપાર્ટમેન્ટ, શાહીબાગ
રાહુલ દિનેશભાઈ મહેતા28 વર્ષ1002-આદેશ્વર ટાવર, શાહીબાગ
અંકિત રમેશભાઈ જૈન28 વર્ષ301, કેદાર ટાવર, શાહીબાગ
શ્યામ નકુલ જૈન27 વર્ષચંદન ગાલા રામનગર, સાબરમતી
રોહન રમેશભાઈ જૈન28 વર્ષ4-રિટાપાર્ક, શાહીબાગ
જીનેશ નરવીલલાલ જૈન31 વર્ષએ-92 ઓર્ચીડ ગ્રીન, શાહીબાગ
હર્ષ ભવરલાલ શાહ29 વર્ષબી-3 સોમ એપાર્ટમેન્ટ, શાહીબાગ
આદિત્ય અરવિંદકુમાર જૈન31 વર્ષએ-001 શગુન જ્યોતી એપા. શ્યામલ ચાર રસ્તા
ભાવેશ સુરેશભાઈ ભણસાલી25 વર્ષજી-23 ઓર્ચીડ ગ્રીન્સ, શાહીબાગ
વિમલ મહાવીર જૈન26 વર્ષએ-601 અનમોલ ટાવર, શાહીબાગ
રોનક રાજેન્દ્રભાઈ શાહ31 વર્ષ133, સે-3 સર્વપરી સોસા. ઘાટલોડીયા

For All Latest Updates

TAGGED:

Gandhinagar
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.