સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં કેવડિયા કોલોની ખાતે એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પી.એમ. મોદીની અધ્યક્ષતામાં ચિંતન શિબિર યોજવામાં આવશે. આ શિબિરમાં કેન્દ્ર સરકાર દ્વારા વિદેશમાં નીમવામાં આવેલ રાજદૂતો સાથે પી.એમ. મોદી ચિંતન શિબિર યોજીને વિદેશ નીતિઓ અંગે ચર્ચા કરશે.
આ સાથે જ આ બેઠકમાં વિદેશ પ્રધાન એસ.જય શંકર પણ હાજર રહેશે. આ શિબિર સપ્ટેમ્બરની 15 તારીખની આસપાસ યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યારે 31ઓક્ટોબરના દિવસે પી.એમ.મોદી ફરીથી ગુજરાત આવીની દેશના વહીવટી અને કાયદા તંત્રની નવી પાંખ એવા નવા નિયુક્ત કરવામાં આવેલ અને પ્રોબેશનરી IAS, IPS, IFS સાથે બેઠક યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશમાં આવનાર વર્ષમાં કઈ રીતે આયોજન કરવું, તે અંગે ચિંતન શિબિર યોજવામાં આવશે. તો આ સાથે 31 ઓક્ટોબરના દિવસે ગાંધી જયંતીની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી પણ કરવામાં આવશે.આ ઉજવણીમાં પી.એમ.મોદી સામેલ થઇ શકે તેવી શક્યતાઓ સૂત્રોએ દર્શાવી છે.