ETV Bharat / state

PM Modi Gujarat visit: 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલાં શ્વેતા બ્રહ્મભટ્ટે વડાપ્રધાન સાથે મુલાકાત કરી - Gujarat Assembly Election 2022

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ગુજરાતના પ્રવાસે(PM Modi Gujarat visit) છે. ત્યારે કોંગ્રેસના હારેલા ઉમેદવાર શ્વેતા બ્રહ્મભટ્ટે 18 એપ્રિલના રોજ સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. શ્વેતા બ્રહ્મભટ્ટે ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન સાથે આ ફક્ત એક જ શુભેચ્છા મુલાકાત છે. રાજકીય કોઈપણ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી.

PM Modi Gujarat visit: 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલાં શ્વેતા બ્રહ્મભટ્ટે વડાપ્રધાન સાથે મુલાકાત કરી

author img

By

Published : Apr 19, 2022, 4:01 PM IST

Updated : Apr 19, 2022, 8:14 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના (Gujarat Assembly Election 2022)મહિનાઓની વાર છે ત્યારે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં મણિનગર વિધાનસભા બેઠકમાં કોંગ્રેસ પક્ષે શ્વેતા બ્રહ્મભટ્ટને ટિકિટ આપી હતી. પરંતુ મણિનગર સીટ પર ભાજપના ઉમેદવાર સુરેશ પટેલની જીત થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ગુજરાતના પ્રવાસે(PM Modi Gujarat visit)છે. ત્યારે કોંગ્રેસના હારેલા ઉમેદવાર શ્વેતા બ્રહ્મભટ્ટે 18 એપ્રિલના રોજ સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2012માં મણિનગર વિધાનસભામાંથી ચૂંટાયા હતા અને ત્યારબાદ વર્ષ 2014માં લોકસભાના ઇલેક્શનમાં ભાજપનો વિજય થયા બાદ દેશના વડાપ્રધાન પદ પર આરુઢ થયાં હતાં.

આ પણ વાંચોઃ પાટીદાર સમાજના અગ્રણીઓએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી

આ મુલાકાત ફક્ત શુભેચ્છા મુલાકાત - વર્ષ 2017માં કોંગ્રેસના મણિનગર વિધાનસભાના ઉમેદવાર રહી ચૂકેલા શ્વેતા બ્રહ્મભટ્ટે ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ ફક્ત એક જ શુભેચ્છા મુલાકાત છે. રાજકીય કોઈપણ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી. જ્યારે હું અને મારા પિતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતે ગયાં હતાં ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારા પિતાને કહ્યું હતું કે નેતા ક્યાં છે, આમ નેતા કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્વેતા બ્રહ્મભટ્ટને આવકાર્યા હતાં.

પાર્ટી સામે નારાજગી - મહત્વની વાત કરવામાં આવે તો વર્ષ 2017ની ચૂંટણીમાં મણિનગર વિધાનસભામાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્વેતા બ્રહ્મભટ્ટને 40,914 મત મળ્યા હતાં. જ્યારે ભાજપ પક્ષના વિજેતા ઉમેદવાર સુરેશ પટેલને 1,16,113 મત મળ્યા હતાં. શ્વેતા બ્રહ્મભટ્ટે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે પાર્ટી સામે છેલ્લા કેટલાય સમયથી નારાજગી છે. પરંતુ વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત બાદ પક્ષમાંથી ફોન આવી રહ્યા છે ત્યારે જ્યારે મેં વિદેશમાં અભ્યાસ કર્યો છે અને મારા માટે દેશ પ્રથમસ્થાને છે. જ્યારે ભવિષ્યમાં રાજકીય કોઈ નિર્ણય કરવામાં આવશે તો ચોક્કસથી જાહેરાત કરવામાં આવશે તેવું નિવેદન પણ શ્વેતા બ્રહ્મભટ્ટે આપ્યું છે.

આ પણ વાંચોઃ PM Modi Gujarat visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું નામ બદલ્યું, ટ્વિટ કરી આપી માહિતી

પ્રધાનમંડળના સભ્યોએ લીધી મુલાકાત - રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભૂપેન્દ્ર પટેલની સરકારના કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનોએ પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી. જેમાં મહેસૂલપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, વાહનવ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદી, અર્જુનસિંહ ચૌહાણ અને રાજ્યકક્ષાના શિક્ષણપ્રધાન કીર્તિસિંહ વાઘેલાએ શુભેચ્છા મુલાકાત કરી હતી.

Last Updated : Apr 19, 2022, 8:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.