- ગાંધીનગરના વેપારી પાસેથી પાલનપુરના શખ્સે ઠગાઇ કરી
- CM ઓફિસમાં ઓળખાણ છે તેમ કહી વિશ્વાસમાં લીધા
- પૈસા પાછા માંગતા ઠગે જીવથી મારી નાખવાની ધમકી આપી
ગાંધીનગર : ભાવેશ કુમાર પટેલે જે મહાલક્ષ્મી એપાર્ટમેન્ટ પેથાપુરમાં રહે છે. પોલીસ ફરિયાદ મુજબ તેમને તેઓ ગાંધીનગર સેક્ટર 6 GIDCમાં જીઆઇડીસી એટીએસ ઈન્ડિયા નામથી આરો મશીનના પાર્ટસનું પ્રોડક્શન કરી વેપાર કરે છે. સનાથલ ગામના ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં તેમનો પ્લોટ સરકારમાં 60 ટકા કપાતમાં આવતા તેમના મુજબ આ કપાત 30% હોવી જોઈએ.
કપાત બાબતનો સોલ્યુશન લાવી આપશે તેમનો પરિચય કરાવ્યો
તેમની કંપનીમાં નોકરી કરતા મુકેશ મેવાડાએ તેમનો સંપર્ક દેવાંગ દિલીપ દવે કે જે પાલનપુરના રહેવાસી છે તેમની સાથે કરાવ્યો હતો. તેમની રેવન્યુ અધિકારીમાં સારી ઓળખાણ હોવાથી તેમજ તેઓ કપાત બાબતનો સોલ્યુશન લાવી આપશે તેમ તેમનો પરિચય કરાવ્યો હતો.
રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ઓળખાણનું જણાવીને બે લાખ રૂપિયા આપ્યા
કપાત બાબતે દેવાંગભાઈ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં તેમની ઓળખાણ છે. અધિકારીઓને થોડા પૈસા આપવા પડશે પરંતુ આપણી કપાતમાં પ્રશ્નો ઉકેલી જશે તેવી ખોટી વાતો કરીને ભાવેશને વિશ્વાસમાં લીધો હતો. દેવાંગે રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે વાતચીત કરી છે. તમારે બે લાખ રૂપિયા આપવા પડશે જે બાદ એક પછી એક એમ રોકડ રકમ આપતા ગયા હતા.
આ પણ વાંચો : સુરતમાં બેન્કના ડેપ્યુટી મેનેજરના પિતા સાથે હેલ્થ ઇન્સ્યોરન્સના નામે ઠગાઇ
એક દિવસ CM કાર્યાલયમાં એક અધિકારીને પણ મળી આવ્યા
દેવાંગે અવાર-નવાર તેમની કંપનીએ તેમને મળવા આવતા અને તેમના પ્રોડક્શન વિશે પણ માહિતી લેતો હતો. દેવાંગે તેમને જણાવ્યુ હતું કે, તમારી કંપનીમાં બનેલી ભીડને પેન્ડિંગ તેમજ પેડ મશીનનું ટેન્ડર સરકારમાંથી હું અપાવી શકું છું. CM ઓફિસમાં પણ મારા સંબંધો સારા છે. હું તમને CM સાહેબને પણ મળાવીશ. એક દિવસે તેમને સચિવાલય ખાતે લઈ ગયો અને CM કાર્યાલયમાં એક અધિકારીને પણ મળી આવ્યા હતા. તેમને જણાવ્યુ હતું કે, તમારા વર્ક ઓર્ડરની મેં વાત કરીને રૂપિયા 100 કરોડ સુધીના કામોના ઓર્ડર અપાવીશ.
વર્ક ઓર્ડર માટે 20 લાખની માંગણી કરી
વર્ક ઓર્ડર માટે તમારે પૈસા આપવા પડશે. આ કામમાં હું પણ તમારો ભાગીદાર રહીશ. એમ કહીને, તેમને 20 લાખની માંગણી ભાવેશ સમક્ષ કરી હતી. ત્યારબાદ ભાવેશે પહેલા સાત લાખ રોકડ ઉપાડીને આપ્યા હતા. ત્યારબાદ 12,50,000 થોડા દિવસ પછી આપ્યા હતા.
દેવાંગે ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધું
તેઓ જુદા-જુદા બહાના કાઢી તેમની પાસેથી રકમ લેતો ગયો હતો. વિશ્વાસમાં લઇને 26 લાખ સાત હજાર રકમ તેને પડાવી લીધા હતા. ભાવેશે ઠગ દેવાંગનો સંપર્ક કર્યો પરંતુ ફાઇનલ ટીપીની કપાત તેમજ સરકારમાંથી વર્ક ઓર્ડર આપવા બાબતે કહેતાં તેઓ યોગ્ય જવાબ આપતા હતો નહિ અને ફોન પણ રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું.
આ પણ વાંચો : જીઓમાં નોકરી આપવાના બહાને લોકોને લૂંટતા UPના શખ્સની SOGએ ધરપકડ કરી
CM ઓફિસે પણ તપાસ કરતા વર્ક ઓર્ડરની ફાઈલ મળી નહીં
ભાવેશને શંકા જતા તેમને પૈસા બેંક વ્યવહારથી આપેલા તે તમામ પૈસા યોગ્ય જગ્યાએ ઉપયોગ થયા છે કે નહિ તેની જાણ તેમને કરી પરંતુ તેમાંય તેની એક પણ સાચી વાત સાચી નહોતી. અંતે તેમને CM ઓફિસે પણ આ બાબતે તપાસ કરી પરંતુ વર્ક ઓર્ડર મળ્યાની ફાઈલ નહીં હોવાનું પણ જાણવા મળ્યું હતું.
દેવાંગે મને સંપર્ક કરશો તો તમારું જીવવું જોખમ થશે તેવી ધમકી આપી
ભાવેશે દેવાંગ દવેનો રૂબરૂ સંપર્ક કર્યો. 26 લાખ 7,000 પાછા આપી દેવા જણાવ્યું હતું. પરંતુ તેમણે પૈસા પાછા આપવાને બદલે ધમકીઓ આપી હતી. જો તમે પૈસા માગશો તો હું તમને હેરાન કરી નાખીશ, મારી રાજકારણમાં અને પોલીસમાં મોટી ઓળખાણ છે. જો હવે તમે મને સંપર્ક કરશો તો તમારું જીવવું જોખમ થઈ જશે. તેવી ધમકીઓ આપી હતી. આ તમામ બાબતોનો ઉલ્લેખ ભાવેશ કુમાર છગન પટેલે પોલીસ ફરિયાદમાં કર્યો હતો.