ETV Bharat / state

હવે ST મહિલાઓ અન્યાયની લાગણી સાથે મેદાને પડી, કહ્યું 62.5 પ્રમાણે બાકી 384 ભરતી થવી જોઈએ

author img

By

Published : Feb 21, 2020, 2:07 PM IST

સત્યાગ્રહ છાવણીમાં 72 દિવસ ચાલેલા એલઆરડી વિવાદનો સરકારે મહામહેનતે અંત લાવી દીધો છે. પરંતુ હવે એસટી સમાજની મહિલાઓએ મોરચો માંડયો છે. તેમણે કહ્યું કે, 62.5 માર્ક્સ પ્રમાણે 846 જગ્યાઓ ભરાવી જોઈએ. જેમાં 384 સીટો હજુ પર આવવાની બાકી છે. ત્યારે તેમાં અમારા સમાજની જ બહેનોનો સમાવેશ કરવો જોઈએની માગ સાથે સત્યાગ્રહ છાવણીમાં શિવરાત્રીના દિવસથી આંદોલનનો આરંભ કર્યો હતો.

ST મહિલાઓ અન્યાયની લાગણી સાથે મેદાને પડી, કહ્યું 62.5 પ્રમાણે બાકી 384 ભરતી થવી જોઈએ

ગાંધીનગરઃ સત્યાગ્રહ છાવણીમાં 72 દિવસ ચાલેલા એલઆરડી વિવાદનો સરકારે મહા મહેનતે અંત લાવી દીધો છે. પરંતુ હવે એસ.ટી સમાજની મહિલાઓએ મોરચો માંડયો છે. તેમણે કહ્યું કે, 62.5 માર્ક્સ પ્રમાણે 846 જગ્યાઓ ભરાવી જોઈએ. જેમાં 384 સીટો હજુ પર આવવાની બાકી છે. ત્યારે તેમાં અમારા સમાજની જ બહેનોનો સમાવેશ કરવો જોઈએની માગ સાથે સત્યાગ્રહ છાવણીમાં શિવરાત્રીના દિવસથી આંદોલનનો આરંભ કર્યો હતો.

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી આંદોલનકારીઓથી સતત ઉભરાઈ રહ્યું છે એક પંડાલ ખોલવામાં આવતો નથી. ત્યારે બીજા દિવસે નવો પંડાલ આંદોલનકારીઓનો ઊભો થઈ જાય છે. સરકારે ઘૂંટણિયે પડીને આદિવાસી સમાજ અને એલઆરડી મહિલાઓને ઊભી કરી છે ત્યારે વધુ બે નવા મોરચા છાવણીમાં આવી ગયા છે. ટેટ 2 પાસ ઉમેદવારો પણ ઉપરથી કરવાની માગ સાથે છાવણી બેઠાં છે. જ્યારે ઓબીસી અને એસસી સમાજની મહિલાઓ એલઆરડી આંદોલનમાંથી ઊભી થઈ છે. ત્યારે એસ.ટી સમાજની મહિલાઓ ન્યાય મેળવવા માટે આંદોલન પર ઊતરી છે.સત્યાગ્રહ છાવણીમાં આંદોલન ઉપર બેઠેલ મહિલા ઉમેદવાર દક્ષા પટેલે કહ્યું કે, સરકાર દ્વારા એસસી એસટી ઓબીસી મહિલાઓના આંદોલનને લઈને સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. 62.5 માર્કસ ધરાવતી તમામ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ આમાં એસટી સમાજની મહિલાઓને અન્યાય થઇ રહ્યો છે.એસટી સમાજની મહિલાઓનું વેરિફિકેશન 59.5 માર્ક્સ અગાઉ કરવામાં આવ્યું હતું. પરંતુ ટકાવારી વધારતા આ મહિલાઓ હવે નોકરીથી વંચિત રહેશે. સરકારી તમામ મહિલાઓનું 62.5 માર્ક્સનું મેરીટ ધોરણનો અમલ કરતા માત્ર 0.50 માર્કસનો એસટી સમાજની મહિલાઓનો વધારો થયો છે જે બીજા સમાજની સરખામણીએ બહુ ઓછો છે. સરકારે વધારો કર્યા બાદ એસટી સમાજની બહેનોની કુલ સંખ્યા 846 થવી જોઈએ. જેમાં અગાઉ 462 છોકરીઓની ભરતી થઈ ગઈ છે, ત્યારે હાલમાં 384 સીટો બાકી છે. ત્યારે આ સીટ ઉપર એસટી સમાજની બહેનો જ સમાવેશ થવો જોઇએ. પરંતુ આ બાબતે પ્રદીપસિંહ જાડેજા સાથે વાત કરતાં તેમણે કોઈ પણ હકારાત્મક ઉત્તર આપ્યો ન હતો. જેને લઇને અમે હવે આ આંદોલનનો માર્ગ અપનાવી રહ્યાંં છીએ. જો સરકાર અમારી વાત નહીં સાંભળે તો વિધાનસભાના પહેલા દિવસે ચડાઈ કરીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.