ETV Bharat / state

ગુજરાતની ભૂમિ પર જન્મેલા ધોરણ 10,12 પાસ કરનારા વિદ્યાર્થીઓને ડોમીસાઈલમાંથી મુક્તિ - GNR

ગાંધીનગરઃ ગુજરાત બહાર મેડિકલ કૉલેજમાં એડમિશન મેળવવા માટે મૂળ ગુજરાતના વિદ્યાર્થીઓને ડૉમિસાઈલ સર્ટિફિકેટની માથાફુટ રહેતી હતી. નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે શુક્રવારે જાહેરાત કરી હતી દાદરા નગર હવેલીની મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવવા ગુજરાતની ભૂમિ ઉપર જન્મેલા વિદ્યાર્થીઓને ડૉમિસાઈલ સર્ટિફિકેટ આપવાની જરુર નહીં પડે. સરકારની આ જાહેરાતથી મેડિકલમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓમાં ખુશીનું મોજુ ફરી વળ્યુ હતું.

દાદરા નગર હવેલીની મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવવા ગુજરાતના વિદ્યાર્થીઓને ડૉમિશાઈલમાંથી મુક્તિ
author img

By

Published : Jun 14, 2019, 9:12 PM IST

Updated : Jun 15, 2019, 7:52 AM IST

રાજ્યમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષાઓના પરિણામ જાહેર થતા મોટા ભાગની કૉલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. આગામી 17 થી 23 જૂન દરમિયાન વિદ્યાર્થીઓ મેડિકલ પ્રવેશ માટે પીન નંબર મેળવી શકશે. રાજ્યસરકાર દ્વારા ગુજરાતમાં જન્મેલા અને ગુજરાતમાંથી જ ધોરણ 10 અને 12 પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે ગુજરાત બહારથી અને ધોરણ12 ગુજરાતમાંથી પાસ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓ ડોમિસાઈલ સર્ટીફીકેટ ધરાવતા હોય તેમને આ વર્ષે પણ મેડિકલમાં પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે તેમ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું.

દાદરા નગર હવેલીની મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવવા ગુજરાતના વિદ્યાર્થીઓને ડૉમિશાઈલમાંથી મુક્તિ

તેમણે આ અંગે વિસ્તૃત માહિતી આપતા કહ્યું કે, બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 10 ટકા આર્થિક અનામત આપવાનો નિર્ણય લેવાયો છે, તેનો સૌપ્રથમ અમલ પણ ગુજરાતે કર્યો છે. હવે ગુજરાતના બિનઅનામત વર્ગનાં વિદ્યાર્થીઓને મેડીકલ શિક્ષણમાં પ્રવેશ અપાશે. દાદરા નગર હવેલી ખાતે સરકારી મેડીકલ કોલેજમાં 10 બેઠક ગુજરાતના વિદ્યાર્થીઓ માટે રિર્ઝવ રહેશે. રાજ્યમાં મેડિકલ પ્રવેશ માટે MBBS, BDS, BAMS, આર્યુવેદ, હોમિયોપેથી, નેચરોપેથી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરી આગામી 17 થી 23 જુુન દરમિયાન શરુ થશે.જેના પીન નંબર એક્સિસ બેંન્કમાંથી વિદ્યાર્થીઓને મળી શકશે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણ અને દાદર નગર હવેલીમાં મેડિકલમાં પ્રવેશ માટે ગુજરાતના વિદ્યાર્થીઓને ડૉમિશાઈલની ઝંઝટમાં પડવું પડશે નહીં. આ નિર્ણય વાલીઓની રજૂઆતોને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયનો લાભ આશરે 10,000 લોકોને મળશે. આ ઉપરાંત વિદ્યા આરોગ્ય વિભાગની એડમિશન કમિટી દ્નારા પણ ડૉમિસાઈલ સર્ટિફિકેટ લેવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

Intro:હેડિંગ) ગુજરાતની ભૂમિ પર જન્મેલા ધોરણ 10,12 પાસ કરનાર વિદ્યાર્થીઓને ડોમીસાઈલમાંથી મુક્તિ

ગાંધીનગર,

રાજ્યમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષાઓના પરિણામ જાહેર થઇ ગયા છે. મોટા ભાગની કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રવેશ શરૂ થઈ ગયો છે. ત્યારે ડોક્ટર બનવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે મેડિકલ કોલેજમાં પણ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. આગામી 17 થી 23 જૂન દરમિયાન વિદ્યાર્થીઓ મેડિકલ પ્રવેશ માટે પીન નંબર મેળવી શકશે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં જન્મેલા અને ગુજરાતમાંથી જ ધોરણ 10 અને 12 પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે ગુજરાત બહારથી અને ધોરણ12 ગુજરાતમાંથી પાસ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓ ડોમીસાઈલ સર્ટીફીકેટ ધરાવતા હોય તેમને આ વર્ષે પણ મેડિકલ માં પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે તેમ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું.

Body:રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 10 ટકા આર્થિક અનામત આપવાનો નિર્ણય લેવાયો છે, તેનો સૌપ્રથમ અમલ પણ ગુજરાતે કર્યો છે. જ્યારે ગુજરાતના બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને મેડીકલ શિક્ષણમાં પ્રવેશ અપાશે દાદરા નગર હવેલી ખાતે સરકારી મેડીકલ કોલેજમાં 10 બેઠક ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઓપન રહેશે. તેમણે કહ્યું કે રાજ્યમાં મેડિકલ પ્રવેશ માટે એમબીબીએસ, બીડીએસ, બીએએમએસ, આયુર્વેદ, હોમિયોપથી અને નેચરોપેથી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરી આગામી 17 થી 23 જૂન દરમિયાન શરૂ કરવામાં આવનાર છે. જેના પીન નંબર એક્સિસ બેંકમાંથી વિદ્યાર્થીઓને મળી શકશે.

Conclusion:વર્ષ 2019 20 માટે દીવ દમણ અને દાદરા નગર હવેલી ના વિદ્યાર્થીઓ જે ગુજરાતના મેડિકલ પ્રવેશ નિયમો મુજબ ગુજરાત બોર્ડ ધોરણ 12 પાસ કરી હોય તેમને ડોમીસાઈલ સર્ટીફીકેટ માંથી આ વર્ષે મુક્તિ આપવામાં આવશે દાદરા નગર હવેલીમાં ૧૫૦ ની મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી છે જેમાં 10 ગુજરાતના વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવી છે જ્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મહત્વનો કહી શકાય તેઓ નિર્ણય કરવામાં આવ્યો છે વર્ષ 1920માં વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 ગુજરાત બહારથી કરેલ હોય અને ધોરણ 12 ગુજરાત રાજ્ય માંથી પાસ કરેલ હોય તેમણે ડોમીસાઈલ સર્ટીફીકેટ ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓને આ વર્ષે મેડિકલમાં પ્રવેશ આપવામાં આવશે

સરકાર દ્વારા ડોમીસાઇલ નો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આશરે 10,000 લોકોને લાભ મળશે. જે વિદ્યાર્થીઓનો જન્મ ગુજરાતમાં થયો હોય અને ધોરણ 10 12 ગુજરાતમાં પાસ કર્યું હોય તેમને ડોમીસાઈલ સર્ટીફીકેટ રજુ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. જ્યારે આરો વિદ્યા આરોગ્ય વિભાગની એડમિશન કમિટી દ્વારા નિર્ણય કરાયો છે કે ગુજરાતના પાંચ માન્ય બોર્ડની પરીક્ષા પાસ કરી મેરીટમાં આવ્યા હોય તેમને આ વખતથી ડોમિસાઇલ સર્ટિફિકેટ લેવા માંથી મુક્તિ આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારના નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 21મી જૂનના રોજ બે બેઠકો રાખવામાં આવી છે. જેમાં તમામ રાજ્યોના નાણા પ્રધાનો હાજર રહેશે. ત્યારે આ બેઠકમાં હાજર રહેવા માટે મને પણ આ આમંત્રણ મળ્યું છે. ત્યારે 21મી જૂનના રોજ દિલ્લી ખાતે હાજર રહીશ.
Last Updated : Jun 15, 2019, 7:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.