ETV Bharat / state

નવા શૈક્ષણિક વર્ષથી કોઈપણ શાળા ફી નહીં વધારી શકે, યુનિવર્સિટીની પરીક્ષાનો આધાર યુજીસી પર : અશ્વિનીકુમાર - પરીક્ષા 2020

લૉક ડાઉનની પરિસ્થિતિમાં બધું જ થંભી ગયું છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓને લાગતી બાબતો મુદ્દે સરકાર દ્વારા રાજ્યના સ્કૂલ સંચાલકો સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્યની કોઈપણ ખાનગી શાળાઓ ફી વધારો નહી કરે તેવો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચીવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું.

નવા શૈક્ષણિક વર્ષથી કોઈપણ શાળા ફી નહીં વધારી શકે, યુનિવર્સિટીની પરીક્ષાનો આધાર યુજીસી પર : અશ્વિનીકુમાર

author img

By

Published : Apr 13, 2020, 5:00 PM IST

Updated : Apr 13, 2020, 11:51 PM IST

અમદાવાદઃ અશ્વિનીકુમારે વધુમાં જણાવ્યું હતું કે શાળા સંચાલકો સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સાથે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યમાં એક પણ શાળાઓ ફી વધારો કરશે નહીં. સાથે જ લૉક ડાઉન પૂરૂં થયા પછી શાળાઓ ફીની વસુલાત માટે કોઇ ઉતાવળ નહી કરે એટલું જ નહીં, વાલીની આર્થિક સ્થિતિ અને અનુકૂળતા મુજબ જરૂર જણાયે ૬ મહિના સુધી ફી ભરવાની મર્યાદા વધારી આપવામાં આવશે.

નવા શૈક્ષણિક વર્ષથી કોઈપણ શાળા ફી નહીં વધારી શકે, યુનિવર્સિટીની પરીક્ષાનો આધાર યુજીસી પર : અશ્વિનીકુમાર
• નવું શૈક્ષણિક વર્ષ 1 જૂનની આસપાસ શરૂ થશે.• ત્રિમાસિકને બદલે માસિક ફી ભરવાની પણ સંમતિ અપાશે.• ધોરણ-૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષાના પેપરોની કેન્દ્રીય મૂલ્યાંકન કામગીરી તા. ૧૬ એપ્રિલ ગુરૂવારથી શરૂ થશે.• આ કામગીરીમાં જોડાનારાં શિક્ષકોની સુરક્ષા-સલામતી, સોશિયલ ડીસ્ટન્સિંગ નોમ્સ વગેરેની વ્યવસ્થા રાજ્ય સરકાર કરશે, તેમ જ જ્યાં જરૂર જણાય ત્યાં વધારાના ઓરડાઓની વ્યવસ્થા પણ આ હેતુસર કરવામાં આવશે.• રાજ્યની કોલેજો અને યુનિર્વસિટીઝમાં તા. ૧પ એપ્રિલથી ૧૬ મે સુધી એક માસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. • કોલેજો-યુનિર્વસિટીઓની પરીક્ષા બાબતે હવે પછી યુ.જી.સી.ના પરામર્શમાં રહીને નિર્ણય કરવામાં આવશે.• આગામી વર્ષના શૈક્ષણિક સત્રના વર્ષ માટે પણ યુ.જી.સી.ના પરામર્શમાં રહી નિર્ણય કરાશે.

Last Updated : Apr 13, 2020, 11:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.