ETV Bharat / state

લોકડાઉન દરમિયાન ખાનગી તબીબો, મેડિકલ સ્ટાફને ફરજ પર જવા કોઈ રોક ટોક નહીં : DGP - No rock talk for medical staff to go on duty: DGP

લોકડાઉન દરમિયાન મેડિકલ સ્ટાફનું યોગદાન અત્યંત અગત્યનું છે, ત્યારે DGP શિવાનંદ ઝા દ્વારા ખાનગી તબીબો સહિત તમામ મેડિકલ સ્ટાફને લૉકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી છે.

લૉકડાઉન દરમિયાન ખાનગી તબીબો, મેડિકલ સ્ટાફને ફરજ પર જવા કોઈ રોક ટોક નહીં : DGP

author img

By

Published : May 7, 2020, 9:00 PM IST

ગાંધીનગરઃ લોકડાઉન દરમિયાન મેડિકલ સ્ટાફનું યોગદાન અત્યંત અગત્યનું છે, ત્યારે ખાનગી તબીબો સહિત તમામ મેડિકલ સ્ટાફને લૉકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી છે. પોલીસ પણ પૂરતો સહયોગ આપશે. એટલે ડૉકટર્સ અને મેડિકલ સ્ટાફને તેમના ઓળખપત્ર દ્વારા જવા દેવાની સૂચના પણ આપી દેવાઈ છે.

મેડિકલ ઈમરજન્સીમાં દર્દીઓને લઈ જતા વાહનો-એમ્બ્યુલન્સને પણ પહેલેથી જ મુક્તિ આપવામાં આવી છે. એટલે તેમને પણ રોકવામાં આવશે નહીં. તેમણે I.M.A.ને અપીલ પણ કરી છે કે, ખાનગી તબીબો પણ પોતાના ક્લિનિક ખોલીને તબીબી સેવાઓ શરૂ કરે જેમાં પોલીસ પૂરેપૂરો સહયોગ કરશે.

અમદાવાદ શહેરમાં સંક્રમણને રોકવા માટે આગામી 15મી સુધી દવા અને દૂધ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. રેડ ઝોન સહિતના કન્ટેનમેન્ટવાળા વિસ્તારોમાં સવિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવીને લૉકડાઉનનો ચુસ્ત અમલ કરાવાશે. સાથે સાથે અંદરના ભાગે પણ લોકો અવર-જવર ન કરે તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવીને સતત પેટ્રોલિંગ કરવામાં આવશે.

આવા વિસ્તારોમાં પોલીસ ચેકિંગમાં સરળતા રહે તે માટે અમુક રોડ જ ચાલુ રાખવામાં આવશે અને અધિકૃત વ્યક્તિઓને જ અવર-જવર માટે છૂટ આપવામાં આવશે અને કારણ વગર બહાર ફરતા લોકો દેખાશે તો કાર્યવાહી કરીને ધરપકડ તથા વાહન ડિટેઇન પણ કરાશે. આ ઉપરાંત દવા અને દૂધ સિવાયની દુકાનો ખુલ્લી જોવા મળશે તો તેમની પણ ધરપકડ કરી કડક કાર્યવાહી કરાશે.

રાજ્યમાં લૉકડાઉન દરમિયાન સાંજે 7થી સવારના 7 કલાક દરમિયાન તમામ સેવાઓ બંધ રાખવાની ગાઈડલાઈન મુજબ ચુસ્ત અમલ કરાશે. તે સમય દરમિયાન તમામ માર્ગો અને બ્રિજ બ્લોક કરીને અવર-જવર સદંતર બંધ રખાશે.

જરૂર જણાઇ ત્યાં ચેક પોઈન્ટ વધારવા માટે પોલીસને સૂચના આપી દેવાઇ છે. પોલીસ ફોર્સ સહિત પેરામિલેટરી ફોર્સ, સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ, CRB જવાનો સહિત તમામ દળના જવાનો વધુ સતર્કતાથી ફરજ બજાવી રહ્યા છે, ત્યારે તેમને પણ માસ્ક સહિત સેનેટાઈઝરની સુવિધાઓ પણ ઉપલબ્ધ બનાવી દેવાઈ છે. એટલું જ નહીં તે તમામને આયુર્વેદિક અને હોમિયાપેથિક ઉકાળા અને દવાઓ વિતરણ કરાવી તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ સંપૂર્ણ પ્રયત્નો થઈ રહ્યાં છે.

પંચમહાલના ગોધરા ટાઉન વિસ્તારમાં ગત 20 એપ્રિલના રોજ પોલીસ જવાન પર હુમલા અંગેના નોંધાયેલા ગુનામાં આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે અન્ય એક ગુનામાં ગાંધીનગર જિલ્લામાં પોલીસ જવાન પર હુમલો કરનારા શખ્સને પાસા હેઠળ સુરત જેલમાં ધકેલી દેવાયો છે.

તે જ રીતે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોલીસ પર હુમલાના કેસમાં પણ આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં રાજ્યમાં આ પ્રકારના 26 ગુનામાં કુલ 61 હુમલાખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.