ગુજરાત ગૌણ સેવાની બિન સચિવાલય પરીક્ષામાં થતી ગેરનીતિ લઈ વિવાદ થયો હતો. ત્યારબાદ તમામ ઉમેદવારોએ ગેરનીતિ સામે 3 દિવસ સુધી રસ્તા પર તંત્ર વિરૂદ્ધ આંદોલન કર્યુ હતું. જેથી સીટ કમિટીએ સચિવાલય ખાતે બેઠક કરી હતી અને પરીક્ષા અંગે મહત્વની ચર્ચા કરી હતી. આ બેઠક થયાના 10 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
સોમવારના દિવસે રાજ્ય સરકારે 10 દિવસની સમય મર્યાદા પૂર્ણ થઇ ગઈ છે. ત્યારે રાજ્ય સરકારને સમગ્ર રિપોર્ટ સોંપવામાં આવશે. ત્યારબાદ પણ જો કમિટી દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો, ગુજરાત ગૌણ સેવાની બિન સચિવાલયના ઉમેદવારોએ ફરી એકવાર ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
આમ, બિનસચિવાલય વર્ગની પરીક્ષામાં ગેરનીતિના આક્ષેપ થતી હોવાથી SITની રચના કરવામાં આવી હતી. પરંતુ ટીમની રચના થયાના 7 દિવસ થયા હોવા છતાં પણ ટીમ પેપર લીકના આક્ષેપ અંગે કોઈ કાર્યવાહી કરી રહી નથી. જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે, કેન્દ્ર દ્વારા લેવાતી પરીક્ષાઓ CCTV કેમરામાં હેઠળ થાય છે. જેમાં પરીક્ષા દરમિયાન ચોરી થતી હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. જે અંગે વાત કરતાં એસઆઈટી સભ્ય યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, "અમે તમામ પ્રકારના પુરાવા બેઠક સમક્ષ રજૂ કર્યા છે."