ગાંધીનગર: રાજ્યનું પાટનગર ધીરે-ધીરે ક્રાઇમ તરફ આગળ વધી રહ્યું છે. થોડા દિવસ પહેલાં જ ગાંધીનગર શહેરમાં એક પત્નીએ પોતાના પતિને ખંજર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારે આજે અડાલજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલના કિનારે એક 40 વર્ષીય યુવકને હત્યા કરીને ફેંકી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ યુવાને ડાબા હાથે ઘડિયાળ પહેરી છે અને એક વીંટી પહેરી છે, તે સિવાય આ યુવક પાસેથી કંઈ જ મળ્યું નથી.
ઘટના અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે.