ગાંધીનગર: રાજ્ય સરકારે થોડા જ સમય પહેલા ગુજરાતની આઇટી પોલિસીની (Baroda Technology Park)મહત્વની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે જાહેર કરેલી આઇટી પોલિસીને (IT Park )વ્યાપક પ્રતિસાદ પણ સામે આવી રહ્યો છે. આજે લાર્શન એન્ડ ટુબ્રો લિમિટેડ દ્વારા બરોડા નજીક આઈટી અને ITES એને ઈનેબ્લડ સર્વિસ ટેકનોલોજી પાર્ક સ્થાપવા માટે રાજ્ય સરકાર સાથે એમઓયુ કરવામાં આવ્યા છે.
7000 કરોડનું રોકાણ - રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી વધુમાં(Gujarat IT Policy) જણાવ્યું હતું કે એલ એન્ડ ટી આગામી પાંચ વર્ષમાં રાજ્યમાં આઇટી પાર્કમાં 7000 કરોડ રૂપિયાનું મૂડી રોકાણ કરશે. એટલું જ નહીં બરોડામાં સ્થાપનારા (IT sector in India )આ ટેકનોલોજી પાર્કમાં એક જ વર્ષમાં 2000 ઇજનેરો અને અન્ય જગ્યાઓ માટેના રોજગાર અવસર પણ પ્રાપ્ત થશે, જ્યારે આગામી પાંચ વર્ષમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ મળી કુલ 10,000 જેટલી સૂચિત રોજગારી પૂરી પાડવાનું આયોજન પણ ખાનગી કંપની દ્વારા કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ ગુજરાત સરકાર IT પોલિસીમાં આગામી 5 વર્ષનું માળખુ રજૂ કરશે: જીતું વાઘાણી
પોલિસીમાં 1 લાખ રોજગારીનો ટાર્ગેટ - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ અને ભૂતકાળમાં આઇટી પોલિસી જાહેર કરવામાં (Gujarat Government Mou)આવી હતી. ગુજરાત સરકારે મજબૂત નીતિ માળખું કરીને એક એવી અનુકૂળ બિઝનેસ ઇકોનોમિક્સનું નિર્માણ કર્યું છે જેમાં ઉદ્યોગો માટે પ્રોત્સાહન તકો અને આઇટીને લગતી કામગીરી ગુજરાતમાં શરૂ કરવા માટેની સરળ પ્રક્રિયાઓ અને સાનુકૂળ વાતાવરણ પણ છે જ્યારે માહિતી ટેકનોલોજી ક્ષેત્રે આર્ટમાં નિર્ભર ગુજરાતથી આત્મનિરપેક્ષ ભારતના વિઝનને સાકાર કરવા માટે ઉત્કૃષ્ટ આઈટી ઇન્ચાર્જ સ્ટ્રક્ચરના વિકાસ અને રાજ્યમાં એક લાખ આઇટી નોકરીઓનું સર્જન કરવાના પ્રયાસોના ભાગરૂપે રાજ્ય સરકારે આ પોલીસીની જાહેરાત કરી હતી.
આ પણ વાંચોઃ Gujarat Govt Signs MoU : રાજ્યના યુવાનો માટે રોજગાર કૌશલ્યવર્ધનને લઈને સરકારના MoU
13 કંપનીઓ સાથે MOU - રાજ્ય સરકારે જાહેર કરેલી આઇટી પોલિસીના અમલી થયાના શરૂઆતના પ્રથમ છ મહિનામાં જ રાજ્ય સરકારે 13 અગ્રણી સ્થાનિક કંપનીઓ અને વૈશ્વિક આઈટી કંપનીઓ સાથે કર્યા છે. આ એમઓયુ અન્વાય કુલ 2400 કરોડ રૂપિયાના સૂચિત રોકાણ સાથે આશરે 13,750 ઉચ્ચ કૌશલ્ય ધરાવતી આઇટી રોજગારીની તકો પણ ઉભી કરવામાં આવશે જ્યારે આજે બરોડાની L&T કંપની સાથે કરેલા એમઓયુમાં ગુજરાત સરકારની સહભાગી દારીતાથી બરોડામાં આઇટી ક્ષેત્રે ખૂબ મોટું કામ કરવામાં આવશે. જ્યારે આરએનડી ડિઝાઇન કેન્દ્રો સાથે L&T 5g આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંયોગી રોબોટ્સ ડિજિટલ ફેક્ટરી અને ઓટોમોસ ટ્રાન્સપોર્ટ જેવી ટેકનોલોજીમાં પણ નીપુણતા આવશે.