ETV Bharat / state

મુખ્યપ્રધાનની ખેડૂતોને સહાયની જાહેરાત બાદ પોતાના વિસ્તારના ખેડૂતોને રાહત મળે તેવી ધારાસભ્યોની માંગ

ગુજરાતમાં વિધાનસભાના ચોમાસું સત્રના પહેલા જ દિવસે મુખ્યપ્રધાને અતિવૃષ્ટિથી પીડિત ખેડૂતો માટે 3700 કરોડ રૂપિયાના કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી હતી. જેમાં ઘણા તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ જે તાલુકાઓ છુટી ગયેલ છે, તેને લઈને જે-તે વિસ્તારના ધારાસભ્ય પોતાના વિસ્તારના ખેડૂતોની સહાય કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

ખેડૂતોને સહાયની મુખ્યપ્રધાનની જાહેરાત બાદ પોતાના વિસ્તારના ખેડૂતોને રાહત મળે તેવી ધારાસભ્યોની માંગ

author img

By

Published : Sep 23, 2020, 2:52 AM IST

ગાંધીનગરઃ મંગળવારના રોજ સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે તેમના વિસ્તારના ખેડૂતોને નુકસાન બદલ સહાય ચૂકવાય તેવી મુખ્યપ્રધાનને રજૂઆત કરી છે. તે માટે તેમણે મધ્ય ગુજરાતનો સર્વે કરવાની પણ તૈયારી દર્શાવી છે. આ માટે મુખ્યપ્રધાનએ હકારાત્મક જવાબ આપ્યો છે, તેવુ તેમણે જણાવ્યુ છે.

ખેડૂતોને સહાયની મુખ્યપ્રધાનની જાહેરાત બાદ પોતાના વિસ્તારના ખેડૂતોને રાહત મળે તેવી ધારાસભ્યોની માંગ

જયારે કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું છે કે, તેમના વિસ્તારની બાદબાકીથી ખેડૂતોને નુકસાન જશે અને તેમના વિસ્તારના ખેડૂતોને સહાય નહીં ચુકવવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. આમ દરેક ધારાસભ્ય પોતપોતાના વિસ્તારમાં પ્રજાને પોતાના કામો દેખાડવા માટે ઉત્સુક છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.