- 4 દિવસ બંધ રહેશે દુકાનો
- કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
- શહેરમાં એક પછી એક દુકાનો સ્વયં બંધ થઇ રહી છે
ગાંધીનગર: શહેરનું મીના બજાર જાણીતું છે ત્યારે અહીં પણ પ્રગતિ પાથરણાવાળા દ્વારા દુકાનો 4 દિવસ માટે બંધ રાખવાનો સ્વયંભૂ નિર્ણય લેવાયો છે. એક પછી એક ગાંધીનગરમાં દુકાનો બંધ રાખવાનો નિર્ણય દુકાનદારો લઇ રહ્યા છે. મીના બજાર પણ ગુરુવારથી લઈને રવિવાર સુધી પાથરણાવાળાની દુકાન બંધ રહેશે. અહીં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવતા હોય છે ત્યારે કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં માટે આ નિર્ણય કરાયો છે.
આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લાનું ધાનેરા 7 દિવસ સુધી સ્વયંભૂ બંધ
250થી વધુ પાથરણાવાળાની દુકાનો મીના બજારમાં આવેલી છે
પ્રગતિ પાથરણાવાળા દ્વારા કપડાં, એસેસરીઇઝ, ફૂટવેર તેમજ અન્ય વસ્તુઓ મળી રહે છે, પરંતુ ચાર દિવસ માટે આ દુકાનો બંધ રખાશે. કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અહીંના બજારની ગલીયો સુમસાન બની હતી. બજારમાં વીકએન્ડ ટાઈમમાં લોકો ખરીદી માટે આવતા હોય છે ત્યારે આ વીકના ચાર દિવસ દુકાન બંધ રહેશે. જોકે પાથરણાવાળા સિવાયની કેટલીક દુકાનો ખુલ્લી રખાઈ હતી તેમાં પણ શાકભાજી માર્કેટ ખુલ્લું જોવા મળ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદમાં વેપારી એસોસિએશને સ્વૈચ્છિક લોકડાઉનની કરી જાહેરાત
ગાંધીનગર જિલ્લામાં રોજના 250થી વધુ કોરોના કેસો આવી રહ્યા છે
ગાંધીનગર જિલ્લામાં કોરોના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. જિલ્લામાં બુધવારે વધુ 281 વ્યક્તિ સંક્રમિત થયા હતા. બે દિવસમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 559 પહોંચ્યો હતો. બજારમાં ફક્ત ગાંધીનગર શહેરના જ નહીં પરંતુ આજુબાજુના તાલુકાઓના તેમજ ગામડાઓના લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે. લગ્નની સિઝન પણ અત્યારે છે ત્યારે મોટી સંખ્યામાં ખરીદીની થવાની શક્યતા રહેલી છે. તે જોતા સ્વયંભૂ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરમાં માત્ર વીસ જ દિવસમાં કોરોના સંક્રમણ 10 ગણું વધ્યું છે. આથી મોટાલિટી રેસિયો પણ વધ્યો છે.