- રાજ્યના 19 પોલીસ અધિકારીઓ અને જવાનોને મેડલ એનાયત કરાશે
- શ્રેષ્ઠ કામગીરી બદલ આપવામાં આવશે મેડલ
- રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવશે મેડલ
ગાંધીનગર : સમગ્ર દેશમાં પોલીસને શ્રેષ્ઠ કામગીરી બદલ દર વર્ષે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે મેડલ એનાયત કરવામાં આવે છે, ત્યારે 26મી જાન્યુઆરીના રોજ ગુજરાતના કુલ 19 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે. 2 વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક તથા 17 પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો ગુજરાતને પ્રાપ્ત થયા છે.
વિશિષ્ટ સેવા અંગેના પોલીસ મેડલ મેળવનારા અધિકારી
- બી. એન. શાહ, પોલીસ ઇસ્પેક્ટર, મોટર ટ્રાન્સપોર્ટ, અમદાવાદ
- કે. જે. ચાંદના, પોલીસ ઇન્સ્પેક્ટર, વાયરલેસ, અમદાવાદ
પ્રસંશનીય સેવા અંગેના પોલીસ મેડલ
- અર્ચના શ્રીવાસ્તવ, IPS, ગાંધીનગર
- જે. આર. મોથલીયા, IPS, ભુજ
- આર. કે. પટેલ, નાયબ પોલીસ અધિક્ષક, બનાસકાંઠા
- આર. આર. સરવૈયા, નાયબ પોલીસ અધિક્ષક, સુરત
- બી. ડી. માલી, નાયબ પોલીસ અધિક્ષક, ખલાલ
- વી. આર. ઉલવા, નાયબ પોલીસ અધિક્ષક, ગાંધીનગર
- આર. એલ. બારડ, નાયબ પોલીસ અધિક્ષક, ચેતક કમાન્ડો, ગાંધીનગર
- કે. પી. પટેલ, નાયબ પોલીસ અધિક્ષક, વલસાડ
- એચ. એમ. ગઢવી, પોલીસ ઇન્સ્પેક્ટર, CID IB, ગાંધીનગર
- કે. આર. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, નર્મદા
- જીતેન્દ્ર પટેલ, સબ ઇન્સ્પેક્ટર, સુરત
- બળવંતભાઈ ગોહિલ, સબ ઇન્સ્પેક્ટર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ
- ધર્મેન્દ્ર સિંહ ચૌહાણ, સબ ઇન્સ્પેક્ટર, પાટણ
- હિંમતસિંહ બામણીયા, કોન્સ્ટેબલ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ
- યોગેન્દ્રસિંહ કોસડા, હેડ કોન્સ્ટેબલ, સુરત
- કિરીટકુમાર જયસ્વાલ, સબ ઇન્સ્પેક્ટર, મડાણા
- નાગરભાઈ પંપાણિયા, પોલીસ કોન્સ્ટેબલ, રાજકોટ ગ્રામ્ય.
CM રૂપાણી 42 અધિકારીઓને મુખ્યમંત્રી ચંદ્રકો એનાયત કરશે
રાષ્ટ્રપતિ ચંદ્રક બાદ હવે મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજ્ય સરકારના હોમગાર્ડ નાગરિક સંરક્ષણ તથા ગ્રામ રક્ષક દળના જવાનોનું કે જે માનદ સેવા આપીને નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસના પૂરક બળ તરીકે ફરજ બજાવે છે, તેમની પ્રશંસનીય સેવાઓ જેવી કે વ્યક્તિગત હિંમત સૂર્ય અને લાંબી વિશિષ્ટ સેવા બદલ એવોર્ડ આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે 26 જાન્યુઆરીના દિવસે કુલ 42 અધિકારી અને સભ્યોને લાંબી પ્રશંસનીય વિશિષ્ટ સેવા બદલ ચંદ્રકો એનાયત કરવામાં આવશે.