ગાંધીનગર: ગુજરાતમાં IAS અધિકારી એક જ જગ્યા પર ફક્ત વધુમાં વધુ 3 વર્ષ જ રહે છે. છેલ્લા સતત 6 વર્ષથી માર્ગ અને મકાન વિભાગના અધિક સચિવ તરીકે ફરજ બજાવતા માર્ગ અને મકાન વિભાગના અધિક સચિવ સંદીપ વસાવાની રાજ્ય સરકારે 2 દિવસ પહેલા બદલી કરી દેવાના હુકમ કરવામાં આવ્યા હતા ત્યારે આજે ફરી માર્ગ મકાન વિભાગના 20 જેટલા સિવિલ એન્જીનીયર ની બદલી કરવામાં આવી છે.
જાહેર હિતનું કારણ: 20 સિવિલ એન્જીનીયરની બદલી ગુજરાતમાં માર્ગ અને મકાન વિભાગના કામકાજ બાબતે ગુજરાતની જાહેર જનતા માંથી અનેક પ્રકારની ફરિયાદો આવે છે. પ્રથમ વરસાદમાં જ રોડ રસ્તાઓ ધોવાઈ જાય છે. ત્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે માર્ગ અને મકાન વિભાગના અધિક સચિવ સંદીપ વસાવાની બદલી કર્યા બાદ આજે 20 જેટલા સિવિલ એન્જિનિયરની બદલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્ય સરકારે કરેલા 20 એન્જિનિયરની બદલીમાં સ્વ વિનંતી અને જાહેર હિતનું કારણ પણ આપવામાં આવ્યું છે.
ફરિયાદ કારણે બદલી: સંદીપ વસાવાને અમદાવાદ બદલી રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જાહેર કરેલા નોટિફિકેશન મુજબ માર્ગ અને મકાન વિભાગના સચિવ સંદીપ વસાવાને અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે મળતી માહિતી પ્રમાણે સંદીપ વસાવા વિજય રૂપાણી ની સરકાર તે એક જ વિભાગમાં માર્ગ અને મકાન વિભાગ ના મુખ્ય વડા એટલે કે અધિક સચિવ તરીકેની જવાબદારીમાં હતા પરંતુ જે રીતે રોડ રસ્તાની પરિસ્થિતિની અને રાજ્ય સરકારને મળેલી ફરિયાદ કારણે તેઓની બદલી કરાઈ હોવાનું પણ કારણ એક સામે આવી રહ્યું છે.
રસ્તાઓની જવાબદારી: માર્ગ મકાન વિભાગમાં ઝોન પ્રમાણે અધિકારીઓને જવાબદારી પહેલા વરસાદમાં આજે ગુજરાતના રોડ રસ્તા ખરાબ થવાના કારણે રાજ્ય સરકારે માર્ગ મકાન વિભાગની કામગીરીને વધુ અસરકારક અને સમય બદ્ધ તથા ગુણવત્તા યુક્ત બનાવવા માટે રેશનલાઈઝેશન ઓફ રીજીયન કરવાનું પણ નિર્ણય મુખ્યપ્રધાન ઉપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવે છે આમ મુખ્ય ઇજને સ્ટેટ અને મુખ્ય ઇજનેટ પંચાયતના સ્થાને ત્રણ રિજીયન વાઈઝ જગ્યાઓ પણ ઉભી કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે આમ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ 3 ઝોનમાં મુખ્ય ઇજનેરોને તેમના ઝોનના રસ્તાઓની જવાબદારી સંભાળવાની રહેશે.
જવાબદારી પહેલા વરસાદ: આજે ગુજરાતના રોડ રસ્તા ખરાબ થવાના કારણે રાજ્ય સરકારે માર્ગ મકાન વિભાગની કામગીરીને વધુ અસરકારક અને સમય બદ્ધ તથા ગુણવત્તા યુક્ત બનાવવા માટે રેશનલાઈઝેશન ઓફ રીજીયન કરવાનું પણ નિર્ણય મુખ્યપ્રધાન ઉપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવે છે. આમ મુખ્ય ઇજને સ્ટેટ અને મુખ્ય ઇજનેટ પંચાયતના સ્થાને ત્રણ રિજીયન વાઈઝ જગ્યાઓ પણ ઉભી કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આમ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ 3 ઝોનમાં મુખ્ય ઇજનેરોને તેમના ઝોનના રસ્તાઓની જવાબદારી સંભાળવાની રહેશે.