કોંગ્રેસના પક્ષના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો હતો કે, રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 252 કરોડ 32 લાખ 52 હજાર 714ની કિંમતનો દારૂ ઝડપાયો છે. જેમાં વિદેશી દારૂની 1 કરોડ 38 લાખ 1 હજાર 558 બોટલ જ્યારે બિયરની 17 લાખ 1 હજાર 38 બોટલ ઝડપાઈ છે. તેમજ 18 લાખ 58 હજાર 217 લિટર દેશી દારૂનો સમાવેશ થાય છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાંથી 10 કરોડ 65 લાખ 3 હજાર 398ની કિંમતની 3 લાખ 18 હજાર 690 વિદેશી દારૂ જડપવામાં આવ્યો છે.
ગુજરાતમાં દારૂની રેલમછેલ, 252 કરોડથી વધુનો દારૂ પકડાયો કિંમતની દ્રષ્ટીએ સૌથી વધુ વિદેશી દારૂ અમદાવાદમાંથી જ્યારે જથ્થાની દ્રષ્ટીએ સૌથી વધુ વિદેશી દારૂ સુરતમાંથી ઝડપાયો છે. કિંમતની દ્રષ્ટિએ સૌથી વધુ વિદેશી દારૂ અમદાવાદમાંથી ઝડપાયો સૌથી વધુ વિદેશી દારૂની બોટલ સુરતમાંથી ઝડપાઈ છે. સુરતમાંથી 14 કરોડ 15 લાખ 92 હજાર 602ની કિંમતની કુલ 22 લાખ 59 હજાર 202 બોટલ ઝડપાઈ છે. જ્યારે બીજા નંબર પર વલસાડ છે.વલસાડમાંથી 17 કરોડ 15 લાખ 31 હજાર 770ની કિંમતની 17 લાખ 57 હજાર 889 વિદેશી દારૂની બોટલ ઝડપાઈ છે. તેમજ ત્રીજા નંબર પર પંચમહાલ છે. પંચમહાલમાંથી 6 કરોડ 20 લાખ 53 હજાર 596ની કિંમતની 8 લાખ 52 હજાર 590 વિદેશી દારૂની બોટલ ઝડપાઈ છે. તેમજ પાંચમાં નંબરે રહેલા અમદાવાદમાંથી રૂ.25 કરોડ 8 લાખ 68 હજાર 519ની કિંમતની 8 લાખ 39 હજાર વિદેશી દારૂની બોટલ પકડાઈ છે. જો કે, કિંમતની દ્રષ્ટિએ અમદાવાદનો પહેલો નંબર આવે છે, પરંતુ બોટલની દ્રષ્ટિએ પાંચમાં ક્રમે છે.દેશી દારૂ મામલે પણ અમદાવાદ અવ્વલ છે. તેમજ દેશી દારૂની વાત કરીએ તો અમદાવાદ 47 લાખ 49 હજાર 20ની કિંમતના 2 લાખ 37 હજાર 451 લિટર દેશી દારૂ સાથે પ્રથમ નંબર પર છે. ત્યારે બાદ 40 લાખ 97 હજાર 897ની કિંમતના 2 લાખ 5 હજાર 484 લિટર સાથે સુરત બીજા નંબરે છે. તેમજ 21 લાખ 5 હજાર 950ની કિંમતના 1 લાખ 5 હજાર 291 લિટર દેશી દારૂ સાથે રાજકોટ ત્રીજા નંબર પર છે.