ETV Bharat / state

પુંધરામાં આકાશી વીજળીએ વિનાશ વેર્યો, સીમમાં રહેતી બે કિશોરીના મોત - ગાંધીનગર કલેક્ટર

માણસા તાલુકાના પુંધરા ગામની સીમમાં આજે ગુરૂવારે બપોરના સમયે વીજળી ત્રાટકી હતી. જેમાં સીમ વિસ્તારમાં રહેતાં બે પરિવારની દીકરીના કરુણ મોત થયાં હતાં. ત્યારે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

પુંધરામાં આકાશી વીજળીએ વિનાશ વેર્યો, સીમમાં રહેતી બે કિશોરીના મોત

author img

By

Published : Jun 25, 2020, 8:33 PM IST

ગાંધીનગરઃ મળતી માહિતી મુજબ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા પુંધરા ગામમાં આજે બપોરના સમયે આકાશી વીજળી પડી હતી. બપોરના બે વાગ્યાના અરસામાં વાદળો ઘેરાઈને આવ્યાં હતાં. ગાંધીનગર શહેરમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો. પરંતુ માણસા તાલુકા ઉપર કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયાં હતાં, તે સમયે વીજળીના કડાકાભડાકા પણ સાંભળવા મળતાં હતાં. ગાંધીનગર જિલ્લા ઉપર હજુ મેઘરાજા મહેરબાન થયાં નથી, પરંતુ તેમનો કોપ જોવા મળી રહ્યો છે.

પુંધરામાં આકાશી વીજળીએ વિનાશ વેર્યો, સીમમાં રહેતી બે કિશોરીના મોત
પુંધરા ગામની સીમમાં આવેલા ઉંચી કણજી વિસ્તારમાં રહેતાં લાખાભાઈ ટીડાભાઇ ભરવાડના છાપરામાં વીજળી પડી હતી. તે સમયે છાપરામાં તેમની 12 વર્ષીય પુત્રી મિત્તલ ભરવાડ અંદર હતી ત્યારે આ વીજળી પડવાના કારણે તેનું મોત નીપજ્યું હતું. ઉપરાંત વિવિધ વિસ્તારમાં રહેતાં અર્જુનસિંહ સરતાનસિંહ રાઠોડની 15 વર્ષીય પુત્રીનું પણ વીજળી પડવાના કારણે કરુણ મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ બંને કિશોરીઓને વીજળી પડવાના કારણે 108 મારફતે વિજાપુર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ બંને કિશોરીઓને મૃત જાહેર કરવામાં આવી હતી. એક સાથે ગામમાં બે કિશોરીઓના મોત થવાના કારણે માતમ છવાઇ ગયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.