ગાંધીનગરઃ શહેરના પાસે કોલવડા આયુર્વેદિક હોસ્પિટલમાં ગત 16 એપ્રિલના રોજ દીપડો પકડાયા બાદ એક દીપડી અને તેનો બચ્ચું આ વિસ્તારમાં વિહાર કરતા જોવા મળ્યા હતા. પરંતુ આપણી એવું છે જે એક રાતમાં 70 કિલોમીટર કરતાં વધુ અંતર કાપી નાખતો હોય છે. ત્યારે કોલવડા બાદ આજુબાજુના ગામમાં લોકો દ્વારા પણ દિપડો જોવા મળ્યો હોય તે આ વાતને સમર્થન આપવામાં આવતું હતું. ગામડાઓમાં દીપડાને પકડવા માટે પાંજરા મૂકવા સહિતની વનવિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી છે.
કોરોના કહેર વચ્ચે આજે ફરીથી દીપડાની દહેશત જોવા મળી છે. માણસા તાલુકાના શુક્રવારના રોજથી લોદરા જતા સધી માતાના મંદિર વાળા રોડ ઉપર આવેલા સતિષભાઈ સીતારામ ભાઈ પટેલ સફેદ દાઢી વાળાના બોર તરીકે ઓળખાતા એક જુવારના ખેતરમાં દીપડો જોવા મળ્યો હતો. આજુબાજુમાં પગના પંજા પર જોવા મળે છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. હાલ આ ખેતરમાં વનવિભાગના કર્મચારીઓ દ્વારા ડ્રોન ઉડાડીને શોધખોળ હાથ ધરવામાં આવી છે. હાલ એક દીપડો કે દીપડી હોય તે વાતને સમર્થન મળી રહ્યું છે.