ETV Bharat / state

વિધાનસભાના અધ્યક્ષે કોંગ્રેસને ફટકારી નોટીસ - alpesh thakor

ગાંધીનગર: જનાદેશ કોંગ્રેસની સાથે છે પરંતુ કોંગ્રેસ તેને જાળવી શકતી નથી. પોતાના સભ્યો સામે કડકાઇથી કામ નહીં કરી શકનારી કોંગ્રેસ રહી રહીને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું સભ્ય પદ રદ કરવા માટે બેબાકળી બની છે. ગઈકાલે બુધવારે કોંગ્રેસના ધારાસભ્યનું ડેલિગેશન અલ્પેશ અને પબુભા માણેકનું સભ્ય પદ રદ કરવા માટે વિધાનસભાના અધ્યક્ષને રજૂઆત કરી હતી. પરંતુ અરજીમાં ખામીઓ જોવા મળતા અધ્યક્ષે કોંગ્રેસને જ નોટિસ ફટકારી દીધી.

ફાઇલ ફોટો
author img

By

Published : May 9, 2019, 1:05 PM IST

રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપવાનું જાહેર કર્યું હતું. લોકસભાની ચૂંટણી અગાઉ અલ્પેશે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી હતી જે બાદ કોંગ્રેસના ઉમેદવારોને હરાવવા માટે પણ કામગીરી કરી હોવાનું કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો હતો. જ્યારે લોકસભાની ચૂંટણી પૂરી થઇ ગયા બાદ વિધાનસભાના કોંગ્રેસના દંડકે અલ્પેશનું ધારાસભ્ય પદ રદ કરવા અરજી કરી હતી.

ગઇકાલે બુધવારે કોંગ્રેસનો ડેલીગેશન અલ્પેશ અને પબુભા માણેકનું સભ્ય પદ રદ કરવા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આગામી ત્રણ દિવસમાં તેની ઉપર નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરી હતી.

કોંગ્રેસના ડેલિગેશને કરેલી અરજીમાં ક્ષતિઓ હોવાને લઈને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસને નોટિસ ફટકારી હતી. જ્યારે આ નોટિસનો આગામી 15 દિવસમાં જવાબ રજૂ કરવા પણ આદેશ કર્યો છે. હાલ તો કોંગ્રેસ અલ્પેશ ઠાકોરનું સભ્ય પદ રદ કરવાને લઈને જે અરજી કરી હતી. તેમાં ખામીઓ સામે આવતા અધ્યક્ષે નોટિસ ફટકારી છે.

અલ્પેશ ઠાકોર દ્વારા અંદરખાને ભાજપને સાથ સહકાર આપવામાં આવી રહ્યો છે અને ભાજપને જ વફાદાર થઈ ગયો હોવાને લઈને અલ્પેશને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તેવી પણ ઠેરઠેર ચર્ચા સાંભળવા મળી રહી છે.

R_GJ_GDR_RURAL_02_09_MAY_2019_STORY_SPIKAR NOTICE CONGRESS_SLUG_PHOTO_STORY_DILIP_PRAJAPATI_gandhinagar_rural

હેડિંગ) અલ્પેશનું સભ્યપદ રદ કરવા આપેલી અરજીમાં  ક્ષતિઓ જોવા મળતા વિધાનસભાના અધ્યક્ષે કોંગ્રેસને ફટકારી નોટીસ

ગાંધીનગર, (સ્પીકર અને કોંગ્રેસ ફોટો મુકવો)

રાજ્યમાં કોંગ્રેસની માઠી દશા બેઠી છે, જનાદેશ કોંગ્રેસની સાથે છે પરંતુ કોંગ્રેસ તેને જાળવી શકતી નથી. પોતાના સભ્યો સામે કડકાઇથી કામ નહીં કરી શકનારી કોંગ્રેસ રહી રહીને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું સભ્ય પદ રદ કરવા માટે બેબાકળી બની છે. ગઈકાલે બુધવારે કોંગ્રેસના ધારાસભ્યનું ડેલિગેશન અલ્પેશ અને પબુભા માણેક નું સભ્ય પદ રદ કરવા માટે વિધાનસભાના અધ્યક્ષ ને રજૂઆત કરી હતી. પરંતુ અરજીમાં ખામીઓ જોવા મળતા અધ્યક્ષે કોંગ્રેસને જ નોટિસ ફટકારી દીધી છે.

રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપવાનું જાહેર કર્યું હતું લોકસભા ની ચૂંટણી પહેલા અલ્પેશ કોંગ્રેસ છોડવાની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસના ઉમેદવારોને હરાવવા માટે પણ કામગીરી કરી હોવાનું કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જ્યારે લોકસભાની ચૂંટણી પૂરી થઇ ગયા બાદ વિધાનસભાના કોંગ્રેસના દંડ કે અલ્પેશ નું ધારાસભ્ય પદ રદ કરવા અરજી કરી હતી જેની સામે કાર્યવાહી નહીં કરતા ગઇકાલે બુધવારે કોંગ્રેસનો ડેલીગેશન અલ્પેશ અને પબુભા માણેક નું સભ્ય પદ રદ કરવા રજૂઆત કરી હતી અને આગામી ત્રણ દિવસમાં તેની ઉપર નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરી હતી પરંતુ ડેલિગેશન મળ્યાના એક દિવસ બાદ જ અધ્યક્ષે પોતાનું રિએક્શન આપ્યું છે

કોંગ્રેસના ડેલિગેશને કરેલી અરજીમાં ક્ષતિઓ હોવાને લઈને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી એ કોંગ્રેસને સામે નોટિસ ફટકારી છે. જ્યારે આ નોટિસનો આગામી 15 દિવસમાં જવાબ રજૂ કરવા પણ આદેશ કર્યો છે. હાલ તો કોંગ્રેસ અલ્પેશ ઠાકોરનું સભ્ય પદ રદ કરવાને લઈને જે અરજી કરી હતી. તેમાં ખામીઓ સામે આવતા અધ્યક્ષે નોટિસ ફટકારી છે. ઉલ્લેખનીય છે કે, લોકમુખે આવ પણ ચર્ચાઈ રહી છે કે અલ્પેશ ઠાકોર દ્વારા અંદરખાને ભાજપને સાથ સહકાર આપવામાં આવી રહ્યો છે અને ભાજપ ને જ વફાદાર થઈ ગયો હોવાને લઈને અલ્પેશને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તેવી પણ ઠેરઠેર ચર્ચા સાંભળવા મળી રહી છે. જ્યારે ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીમાં અલ્પેશે કરેલી કામગીરીને લઇને પુરસ્કાર સ્વરૂપે આગામી અઢી વર્ષ ધારાસભ્ય તરીકે જ પૂરા કરાવી શકે છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.