કડી સંકુલમાં આવેલા નાથીબા કોલેજના હોલમાં ગુજરાત રાજય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્રારા બંઘારણીય દિવસ અને મહાત્મા ગાંઘીજીની 150મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે કાયદાકીય શિબિર અને નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. દીકરો ઘરનો વંશ આગળ વઘારશે, તેવી માન્યતા પણ આજે બહેનોમાં છે, જેના કારણે મહિલાઓ જ દ્વારા કયાંકને કયાંક દીકરા- દીકરી એક સમાનની ભાવના ચુકાઇ જતી હોય છે.
સમાજમાં સ્ત્રીઓની સંખ્યા પુરૂષ કરતાં ઓછી હોવાનું માલૂમ પડ્યું છે. દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા માટેની સરકારની સુકન્યા સમૃઘ્ઘિ યોજના, વ્હાલી દીકરી જેવી વિવિઘ યોજનાઓની માહિતી આપી હતી. તેમણે મહિલાઓ કોઇ પણ ઘટનાનો ભોગ ન બને તે માટે પોતાની સેફટી માટેના સંપર્ક નંબરો મોબાઇલમાં અવશ્ય રાખવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું. આ નંબર રાખવાથી તેમને કેવી રીતે કયાં કયાં ઉપયોગી થઇ શકશે, તેની પણ દષ્ટાંત પૂર્વક સમજણ આપી હતી.