ETV Bharat / state

ટોક્સિલીઝમ્બ અને રેમડેવીસીર ઇન્જેક્શનની અછત: ડોક્ટરો મર્યાદિત ઉપયોગ કરે - ફૂડ કમિશ્નર

કોવિડ-19 સંક્રમિત દર્દીઓની સારવાર દરમિયાન મહત્વનો ઉપયોગ ટોક્સિલીઝમ્બ ઇન્જેક્શન અને રેમડેવીસીર ઇન્જેક્શનનો થાય છે, પણ આ બન્ને ઇન્જેક્શન વિદેશથી આવે છે અને મર્યાદિત સંખ્યામાં આવતા હોવાથી રાજ્યના તબીબોને વિવેકપુર્ણ ઉપયોગ કરવા રાજય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે.

સંક્રમિત દર્દી
નીતિન પટેલ
author img

By

Published : Jul 7, 2020, 10:13 PM IST

ગાંધીનગર : કોવિડ-19 સંક્રમિત દર્દીઓની સારવાર દરમિયાન મહત્વનો ઉપયોગ ટોક્સિલીઝમ્બ ઇન્જેક્શન અને રેમડેવીસીર ઇન્જેક્શનનો થાય છે, પણ આ બન્ને ઇન્જેક્શન વિદેશથી આવે છે અને મર્યાદિત સંખ્યામાં આવતા હોવાથી રાજ્યના તબીબોને વિવેકપુર્ણ ઉપયોગ કરવા માટે રાજય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે.

  • કોવિડ-19નું સંક્રમણ વધી રહ્યું છે
  • Moderate Conditionમાં ઓક્સિજન પર હોય તેવા કેસમાં રેમડેવીસીર ઇન્જેક્શન આપવામાં આવે છે
  • સ્ટિરોઇડ આપવા છતાં દર્દીની સ્થિતીમાં સુધારો જણાતો ન હોય તેવા કેસમાં ટોક્સિલીઝમ્બ ઇન્જેક્શન આપવામાં આવે છે
  • રેમડેવીસીર ઇન્જેક્શન અને ટોક્સિલીઝમ્બ ઇન્જેક્શનની વિદેશથી આયાત થાય છે
  • મર્યાદિત સંખ્યામાં જથ્થો પ્રાપ્ત થાય છે
  • ICMRની માર્ગદર્શિકામાં દર્શાવ્યા મુજબ વિવેકપુર્ણ ઉપયોગ માટે કરાઈ અપીલ

આ બાબતે ફૂડ કમિશ્નર એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, પ્રવર્તમાન સ્થિતિમાં કોવિડ-19નું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે સંક્રમિત દર્દીઓની સારવારની બાબત પણ ખુબ જ મહત્વની બની રહે છે. ICMRની માર્ગદર્શીકા મુજબ Mild, Moderate અને Severe એમ ત્રણ વર્ગિકૃત સ્થિતિમાં દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

આ સારવારના ભાગરૂપે Investigational Therapy પણ દર્શાવવામાં આવે છે. આ અંતર્ગત તાજેતરમાં ટોક્સિલીઝમ્બ ઇન્જેક્શન અને રેમડેવીસીર ઇન્જેક્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે. Moderate Conditionમાં ઓક્સિજનની જરૂરિયાત વધતી હોય તેમજ સ્ટિરોઇડ આપવા છતાં દર્દીની સ્થિતીમાં સુધારો જણાતો ન હોય તેવા કેસમાં ટોક્સિલીઝમ્બ ઇન્જેક્શન તેમજ Moderate Conditionમાં ઓક્સિજન પર હોય તેવા કેસમાં રેમડેવીસીર ઇન્જેક્શન સુચિત કરવામાં આવ્યા છે.

આ દવાઓ બાબતે રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, ટોક્સિલીઝમ્બ ઇન્જેક્શન વિદેશથી આયાત કરવામાં આવે છે, જેની મર્યાદિત સંખ્યામાં જથ્થો પ્રાપ્ત થાય છે, પણ જે દર્દીને આ ઇન્જેક્શન આપવું જરૂરી હોય તે તમામ દર્દીને ઇન્જેક્શન આપવામાં આવે છે. તેમજ રેમડેવીસીર ઇન્જેક્શનના ઉત્પાદનની હાલમાં જ મંજૂરી મળેલી છે. આ બન્ને દવાઓ મર્યાદિત જથ્થામાં જ બજારમાં ઉપલબ્ધ હોય આ દવાઓનો ICMRની માર્ગદર્શિકામાં દર્શાવ્યા મુજબ વિવેકપુર્ણ ઉપયોગ થાય અને જરૂરીયાતમંદ દર્દીઓને તેનો લાભ મળે તે ઇચ્છનીય છે. આથી આ અંગે તજજ્ઞ તબીબોને એ મુજબ પ્રિસ્ક્રાઇબ કરવા રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયા દ્વારા અપીલ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.