ETV Bharat / state

Kharif Crop Update : આનંદો...ચાલુ વર્ષે ખરીફ પાકના વાવેતરમાં અધધ વધારો, જુઓ આંકડાકીય અહેવાલ

ગુજરાતભરમાં વિધિવત મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે. ત્યારે વાવણી લાયક વરસાદ થતાં ખેડુતોએ વાવણીનો શુભારંભ કર્યો છે. કૃષિપ્રધાન રાઘવજી પટેલે આ બાબતે ખુશી વ્યક્ત કરતા ખરીફ પાકના વાવેતર અંગે માહિતી આપી હતી. તંત્રએ આપેલી માહિતી અનુસાર રાજ્યભરમાં ગતવર્ષ કરતા ચાલુ વર્ષમાં ખરીફ પાકના વાવેતરમાં આશરે 10 લાખ હેક્ટરનો વધારો થયો છે. જાણો અત્યાર સુધીના ખરીફ પાકના વાવેતરની આંકડાકીય માહિતી...

Kharif Crop Update : આનંદો...ચાલુ વર્ષે ખરીફ પાકના વાવેતરમાં અધધ વધારો

author img

By

Published : Jul 4, 2023, 5:39 PM IST

ગાંધીનગર : ગુજરાતભરમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે. સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વાવણી લાયક વરસાદ થતાં ધરતીપુત્રોએ વાવણીનો શુભારંભ કર્યો છે. બિપરજોય વાવઝોડા બાદ ચોમાસું પાછું ઠેલાય તેવી શક્યતા હતી. જોકે, હવે મેઘરાજા મન મૂકીને વરસે તો પાકને ફાયદો થાય એમ છે. ત્યારે કૃષિપ્રધાન રાઘવજી પટેલે આ બાબતે ખુશી વ્યક્ત કરતા ખરીફ પાકના વાવેતર અંગે માહિતી આપી હતી.

ખરીફ પાકનું વાવેતર વધ્યું : ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન સાથે જ સાર્વત્રિક વરસાદ થતા રાજ્યના ખેડૂતો ખુશ-ખુશાલ થયા છે. ત્યારે કૃષિપ્રધાન રાઘવજી પટેલે ચાલુ વર્ષે 3 જુલાઈ સુધીમાં રાજ્યમાં થયેલા વાવેતરની વિગતો આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ખરીફ પાકના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આશરે 10 લાખ હેક્ટરનો વધારો થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 40.46 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ 30.20 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું.

કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ગત અઠવાડિયા દરમિયાન વાવણી લાયક વરસાદ વરસ્યો છે. ખેડૂતોએ ખરીફ પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર શરૂ કરી દીધું છે. રાજ્યના ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ લાભદાયી નીવડશે. રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થયું છે. આ વર્ષે વાવેતરમાં વધારો થશે તેમજ સારા વરસાદના પરિણામે ખેડૂતોને પણ સારી ઉપજ મળશે તેવી આશા છે. -- રાઘવજી પટેલ (કેન્દ્રીય કૃષિ પ્રધાન)

કપાસનું સૌથી વધુ વાવેતર : તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, કપાસના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે. દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન કપાસનું સૌથી વધારે વાવેતર થાય છે. આ વર્ષે પણ રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કુલ 20.25 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન કપાસનું 15.26 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જેની સામે આ વર્ષે કપાસના વાવેતરમાં આશરે 5 લાખ હેક્ટર જેટલો વધારો થયો છે.

તેલીબિયાં પાક : કપાસ બાદ રાજ્યમાં સૌથી વધુ તેલીબિયાં પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 15.11 લાખ હેક્ટર જમીનમાં તેલીબીયા પાકોનું વાવેતર થયું છે. જે ગત વર્ષે 11.02 લાખ હેક્ટર વાવેતર હતું. આ વર્ષે તેલીબિયાં પાકના વાવેતરમાં આશરે 4 લાખ હેક્ટર જેટલો વધારો થયો છે. રાજ્યના મુખ્ય તેલીબિયાં પાક એવા મગફળીનું પણ રાજ્યમાં પુષ્કળ વાવેતર થયું છે. રાજ્યમાં ગત વર્ષે મગફળી પાકનું આ સમયગાળા દરમિયાન 10.14 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. જેની સામે આ વર્ષે વાવેતરમાં આશરે 3 લાખ હેક્ટરના વધારા સાથે અત્યાર સુધીમાં કુલ 13.28 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે.

સમયસર વરસાદથી ફાયદો : રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સમયસર વરસાદનું આગમન થયું છે. ખેડૂતોએ કપાસ, મગફળી, એરંડા, તલ, સોયાબીન, ડાંગર, જુવાર સહિતના ખરીફ પાકોનું વાવેતર શરૂ કરી દીધું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાવેતરમાં આશરે 10 લાખ હેક્ટર જેટલો વધારો થયો છે. હજુ પણ ખરીફ પાકના વાવેતરમાં વધારો આવવાની પૂરી સંભાવના છે.

  1. સુરત જિલ્લામાં 31030 હેકટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર
  2. Rajkot News : કમોસમી વરસાદની નુકસાનીનો સર્વે પૂર્ણતાનાઆરે, પરતું સહાય મળશે કોને જૂઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.