ગાંધીનગર : કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહ અને ધારાસભ્ય લક્ષ્મણજી પંજાજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ 08.12.2023 ના રોજ અમદાવાદ ડિવિઝનના કલોલ રેલવે સ્ટેશન પર ટ્રેન નંબર 19411/19412 સાબરમતી-દૌલતપુર ચોક, ટ્રેન નંબર 1922223/અમદાવાદ જમ્મુતાવી એક્સપ્રેસ અને ટ્રેન નંબર 22931/22932 બાંદ્રા ટર્મિનસ - જેસલમેર એક્સપ્રેસ (સાપ્તાહિક) ટ્રેનોનું સ્ટોપેજ શરૂ થયું છે.
લોકોને મોટી રાહત : આ ત્રણેય ટ્રેનોના સ્ટોપેજ મળવાથી કલોલ શહેર અને આસપાસના ગામડાના લોકોને વિવિધ મહત્વના શહેરોમાં જવા માટે સીધી ટ્રેન ઉપલબ્ધ થશે. જેના કારણે લોકોના સમય અને પૈસાની પણ બચત થશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસ : ટ્રેન નંબર 19411/19412 સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસ (દૈનિક) ટ્રેન. કલોલ સ્ટેશન પર 08.12.2023 થી ટ્રેન નંબર 19411 સાબરમતી-દૌલતપુર ચોક એક્સપ્રેસનો આગમન/પ્રસ્થાનનો સમય 10.00/10.02 કલાકનો રહેશે. તેવી જ રીતે કલોલ રેલ્વે સ્ટેશન પર ટ્રેન નંબર 19412 દૌલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસના આગમન/પ્રસ્થાનનો સમય 14.28/14.30 કલાકનો રહેશે.
અમદાવાદ-જમ્મુ તાવી એક્સપ્રેસ : ટ્રેન નંબર 19223/19224 અમદાવાદ-જમ્મુ તાવી એક્સપ્રેસ (દૈનિક) ટ્રેન કલોલ ઊભી રહેશે. કલોલ રેલ્વે સ્ટેશન પર 08.12.2023 થી ટ્રેન નંબર 19223 અમદાવાદ-જમ્મુ તાવી એક્સપ્રેસનો આગમન/પ્રસ્થાનનો સમય 11.38/11.40 કલાકનો રહેશે. તેવી જ રીતે કલોલ રેલ્વે સ્ટેશન પર ટ્રેન નંબર 19224 જમ્મુ તાવી-અમદાવાદ એક્સપ્રેસનો આગમન/પ્રસ્થાનનો સમય 12.35/12.37 કલાકનો રહેશે.
બાંદ્રા ટર્મિનસ-જેસલમેર એક્સપ્રેસ : ટ્રેન નંબર 22931/22932 બાંદ્રા ટર્મિનસ-જેસલમેર એક્સપ્રેસ (સાપ્તાહિક) ટ્રેન. કલોલ રેલ્વે સ્ટેશન પર 08.12.2023 થી ટ્રેન નંબર 22931 બાંદ્રા ટર્મિનસ-જેસલમેર એક્સપ્રેસનો આગમન/પ્રસ્થાનનો સમય 20.15/20.17 કલાકનો રહેશે. તેવી જ રીતે કલોલ રેલ્વે સ્ટેશન પર 10.12.2023 થી ટ્રેન નંબર 22932 જેસલમેર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનો આગમન/પ્રસ્થાનનો સમય 05.54/05.56 રહેશે.
વધુ માહિતી માટે આ પોર્ટલ જૂઓ : ટ્રેનોના સ્ટોપેજ, કમ્પોઝિશન, રૂટ અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.