- રાજ્યના કેબિનેટ ઉડયન પ્રધાનની જાહેરાત
- રાજ્યના શહેરો વચ્ચે શરૂ થશે એર સર્વિસ
- સુરત, રાજકોટ, અમદાવાદ, અમરેલી વચ્ચે શરૂ થશે ફલાઇટ
ગાંધીનગર : સમગ્ર રાજ્યમાં એક શહેરથી બીજા શહેર જવા માટે 24 કલાક જેટલો સમય જાય છે ત્યારે લોકો આસાનીથી અને ગણતરીના જ કલાકો એટલે કે બેથી ત્રણ કલાકની અંદર પહોંચવા માટે વિમાનનો(Passenger flight) સહારોલે છે ત્યારે ગુજરાતમાં પણ રાજ્ય સરકાર તરફથી નવી સીડીની શરૂ કરવામાં આવશે .જેની જાહેરાત રાજ્યના કેબિનેટ ઉડ્ડયન પ્રધાન પૂર્ણેશ મોદીએ કરી છે. જે અમદાવાદ, સુરત, અમરેલી, રાજકોટ જેવા શહેરો વચ્ચે પેસેન્જર ફલાઈટની શરૂઆત કરવામાં આવશે.
ક્યાંથી ક્યા શહેર
સુરત થી અમરેલી
અમદાવાદ થી ભુજ
સુરત થી અમદાવાદ
સુરત થી ભાવનગર
પેસેન્જ સર્વિસ દિવાળી તહેવારો બાદ થશે શરૂ
કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારો બાદ સુરત થી અમરેલી, અમદાવાદ થી ભુજ, સુરત થી અમદાવાદ, અને સુરત થી ભાવનગરની પેસેન્જર ફ્લાઇટ સર્વિસ શરૂ કરવામાં આવશે. જે છેલ્લા કેટલાય દિવસથી વિભાગ દ્વારા આ બાબતે પરામર્શ કરવામાં આવી રહી હતી. પરંતુ અંતે માર્કેટમાં અને તમામ તપાસ કર્યા બાદ કઈ જગ્યાએ વધુ ટ્રાફિક પ્રાપ્ત થઇ શકે છે. તે તમામ વિગતો સાથે ચાર શહેરની પસંદગી કરવામાં આવી છે.
અવનારા દિવસોમાં તમામ જિલ્લામાં હેલીપેડની સુવિધા
મોદીની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારમાં કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ રાજ્યના તમામ જિલ્લાઓમાં હેલિપેડની સુવિધા આપવાની પણ જાહેરાત કરી છે. ત્યારે દિવાળી બાદ આ પ્રોજેક્ટ પર શરૂ કરવામાં આવશે. જેથી આવનારા દિવસોમાં તમામ જિલ્લાઓને એક હેલીપેડ પ્રાપ્ત થશે અને કેન્દ્ર સરકારના મોટા કાર્યક્રમો તેમજ રાજ્ય સરકારના પણ તમામ કાર્યક્રમોમાં ડેલિગેશને જે તે જિલ્લામાં જઈ શકાશે.
આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીને આ પાર્ટીમાં જોડાવવા માટે આવી ઓફર, જાણો શું છે ઘટના...
આ પણ વાંચોઃ ઓનલાઇન શોપીંગ કરતા હોવ તો ચેતી જજો: સુરતની યુવતીએ ઓનલાઇન શોપીંગમાં ગુમાવ્યાં લાખો રુપિયાં