ગાંધીનગરઃ સરકારે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ વિવિધ કેન્દ્રીય અને રાજ્ય દળોના 954 પોલીસ કર્મચારીઓને સેવા ચંદ્રકોની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ મુજબ 230 જવાનોને મેડલ એનાયત કરવામાં આવશે. તેમાં રાષ્ટ્રપતિ પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી (PPMG)નો પણ સમાવેશ થાય છે. જેમાં ગુજરાત પોલીસ દળના 20 અધિકારીઓને પોલીસ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા છે.
- 20 પોલિસ જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો :
- ખુરશીદ અહેમદ (IPS) તેમજ અધિક પોલીસ મહાન નિર્દેશક
- વિશાલ ચૌહાણ અધિક પોલીસ મહાન નિર્દેશક સીઆઇડી ગાંધીનગર
- ડો. રાજકુમાર પાંડિયનઃ ADGP( રેલવે)
- સંદિપસિંહઃ IGP( રાવપુરા, વડોદરા)
- ગિરિરાજસિંહ જાડેજાઃ( ADSP સીએમ સિક્યુરિટી)
- ફિરોજ શેખઃ (ACP અમદાવાદ શહેર)
- જોબદાસ સુર્યનારાયણપ્રસાદ ગેદ્દમઃ (ACP અમદાવાદ શહેર)
- સુરેન્દ્રસિંહ કુંપાવતઃ (DSP પંચમહાલ)
- મનોજકુમાર પાટીલઃ (સુરત PSI)
- પ્રવિણકુમાર દેત્રોજાઃ (વડોદરા PSI)
- ખીમજી ફાફલઃ (હેડ કોન્સ્ટેબલ ગાંધીધામ)
- દિલિપસિંહ સોલંકીઃ (હેડ કોન્સ્ટેબલ અમદાવાદ)
- ભાર્ગવ દેવમુરારીઃ (દેવભૂમી દ્વારકા)
- રેખાબેન કેલાટકરઃ (ઈન્ટેલિજન્ટ ઓફિસર, સુરત)
- ભરતસિંહ ગોહિલઃ (પીએસઆઈ સુરત)
- રાજેન્દ્રસિંહ માસાણીઃ (આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્ટ ઓફિસર ગાંધીનગર)
- કિર્તિપાલસિંહ પુવારઃ (પીએસઆઈ, સુરત)
- રવિન્દ્ર માલપુરેઃ (એએસઆઈ, વડોદરા)
- અશોક મિયાત્રાઃ (આસિસ્ટન્ટ ઈન્ટેલિજન્ટ ઓફિસર, સુરત)
- નિતા જાંગાલઃ (પીએસઆઈ, ગાંધીનગર)
તમામ પોલિસકર્મીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી : ગુજરાત રાજ્યના પોલીસવડા વિકાસ સહાયએ રાષ્ટ્રપતિ મેડલ મેળવનાર તમામ પોલીસ અધિકારી કર્મચારીઓને અભિનંદન પણ પાઠવ્યા છે. સાથે જ સ્પેશિયલ પ્રોટેકશન ગ્રુપ દિલ્હી ખાતે પ્રતિનિયુક્તિના ધોરણે સિનિયર સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા ગુજરાત પોલીસના હથિયારી નાયબ પોલીસ અધિક્ષક નિરવ એચ ભટ્ટને પણ પ્રશંસનીય સેવા અંગેના પોલીસચંદ્રક રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.