ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૂળ વતન વડનગરને આંતરરાષ્ટ્રીય ફલક પર પહોંચાડવા માટે આજે થી ગાંધીનગરમ મહાત્મા મંદિર ખાતે વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું (Vadnagar International Conference )આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ ચાલનારા આ કોન્ફરન્સના પ્રારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ સોમાભાઈ મોદી પણ હાજર રહ્યા હતા. જેઓએ ETV Bharat સાથે ખાસ વાત ચીત કરતા જણાવ્યું હતું કે અત્યારસુધી વડનગરનો વિકાસ થયો ન હતો પણ હવે આ કોન્ફરન્સ બાદ વડનગરનો વધુ વિકાસ થશે, હવે રોજગારી પણ વડનગરમાં વધશે.
હવે થશે વિકાસ - વડનગર ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(PM Narendra Modi)ભાઈ સોમા ભાઈ મોદી પણ હાજર રહ્યા હતા અને ETV Bharat સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે વડનગરમાં પહેલા જુના પુરાના મકાન ખારાવાળા દોડ રસ્તાઓ હતા અને કોઇ પણ વિકાસ થયો ન હતો. પરંતુ હવે વડનગરનો વિકાસ થઈ રહ્યો છે. આ કોન્ફરન્સ યોજાયા બાદ વિશ્વ ફલક પર વડનગરનું નામ ઉચું આવશે ત્યારે વડનગરમાં હવે રોજગારીનો વ્યાપ પણ વધશે અને મુલાકાતીઓની સંખ્યામાં પણ વધારો થશે જે વડનગરને ફાયદાકારક રહેશે.
આ પણ વાંચોઃ Gujarat Budget 2022 : પીએમ મોદીની પ્રાથમિક શાળાની સાચવણી માટે પ્રેરણા કેન્દ્રને બજેટમાં 2 કરોડની ફાળવણી
તાના રીરી મહોત્સવ નેશનલ કક્ષાએ થશે - કેન્દ્રીય રાજયકક્ષાના પ્રધાન મીનાક્ષી લેખીએ વડનગર ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં એક મહત્વની જાહેરાત કરી હતી જેમાં વડનગરમાં યોજાનારા તાનારીરી મહોત્સવને(Tana Riri Mahotsav)હવે નેશનલ કક્ષાએ કરવાનું કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે. આ માટે રાજ્ય સરકારની મદદથી આવનારા દિવસોમાં તાના રીરી મહોત્સવ રાષ્ટ્રીય કક્ષાએ યોજવામાં આવશે જ્યારે મીનાક્ષી લેખી વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી ભારતના પૌરાણિક સ્થાનો સંપત્તિઓનો કોઈ વિકાસ થયો ન હતો અને દિવસે ને દિવસે આવી ધરોહર અને મૂલ્યવર્ધિ સંપતિઓ લોકોથી દુર હતી પણ હવે આ બાબતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે લોકોને ભૂતકાળનો ખ્યાલ આવે અને ભૂતકાળનું મહત્વ સમજાય તે માટે વડનગરનો વિકાસ થઈ રહ્યો છે. સાથે દેશના આવા અનેક સ્થાપત્ય વિરાસત અને કાળજી રાખીને લોકો સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે.
મ્યુઝિયમ પ્રાચીન વૈભવ વારસાને રજૂ કરશે - મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે દેશની ધરોહર અને પ્રાચીન વારસા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લગાવથી ગુજરાતે પ્રાચીન વિરાસતઓને ઉજાગર કરવામાં આવી રહી છે. ગુજરાતની આગવી ઓળખ ધરાવતા તાનારીરી મહોત્સવને હવે કેન્દ્ર સરકારના સહયોગથી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મહોત્સવ તરીકે મનાવવામાં આવશે જ્યારે પ્રાચીન નગર વડનગરના ભવ્ય ઇતિહાસ સાંસ્કૃતિક વિરાસતને લેન્ડમાર્ક હેરિટેજ ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવવાનો પણ રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે. ભૂતકાળમાં આપણા સાંસ્કૃતિક વારસાને નિષ્ઠ નાબૂદ કરવા અનેક આક્રમણો થયા તે છતાં પણ આજે આપણે આપણો વારસો અકબંધ છે તેને ઉજાગર કરીને ભાવિ પેઢીને આપવો એ આપણી નૈતિક ફરજ છે વડનગરનું કીર્તિતોરણ શર્મિષ્ઠા તળાવ બૌદ્ધિક અવશેષો હાટકેશ્વર મહાદેવ જેવા ઐતિહાસિક સ્થળોને વિશ્વ સ્તરે પ્રસ્થાપિત કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Vadnagar Ayurvedik Collage : વડનગરને આયુર્વેદિક મેડિકલ કોલેજ સહિતની કઇ કઇ સંસ્થાઓની ભેટ મળી જાણો
ગુજરાતમાં અનેક જૂના સ્થાપત્યો - વડનગર ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં રાજ્યકક્ષાના પ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે, આઝાદી પહેલાં પણ ગુજરાતમાં બાળકોને સાચવવા માટેના કાયદાઓ અને નિયમો હતા આઝાદી પછી એક એવો દાયકો આવ્યો છે. આ સ્મારકો લોકો વચ્ચે ગુમ થતા ગયા જ્યારે તત્કાલીન મુખ્યપ્રધાન અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુના ઈતિહાસીક સ્મારક અને ઊર્જા ગત કરવાની કામગીરી હાથ ધરી જ્યારે ગુજરાતમાં પણ અનેક ધર્મના જુના અને પૌરાણિક સ્થાપત્યો સચવાયેલા છે. હાલના તબક્કે પણ ગુજરાતમાં 112 જેટલી અલગ અલગ ભાષા બોલવામાં આવી રહી હોવાનો નિવેદન પણ હર્ષ સંઘવી એ કર્યું હતું.