ETV Bharat / state

સુરત અગ્નિકાંડ બાદ ગાંધીનગરમાં યોજાઈ ઉચ્ચઅધિકારીઓની બેઠક - Gujarati nwes

ગાંધીનગરઃ સુરતમાં થયેલી દુર્ઘટનામાં 22 જેટલાં બાળકોએ જીવ ગુમાવ્યો છે. જેના કારણે લોકો તંત્રની બેદરકારી પર પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે. માટે ઉચ્ચઅધિકારીઓએ પોતાની નિર્દોષતા સાબિત કરવા ગાંધીનગરની કલેક્ટર ઓફિસમાં બેઠક બોલાવી હતી. જેમાં તેમણે ફાયર સેફ્ટી સહિતની વાતો પર ચર્ચા કરી હતી.

સુરતની દૂર્ઘટના બાદ ગાંધીનગરમાં ઉચ્ચઅધિકારીઓ દ્વારા બેઠક યોજાઇ
author img

By

Published : May 25, 2019, 6:43 PM IST

સુરતમાં થયેલા અકસ્માતથી વહીવટીતંત્ર દોડતું થયું છે. કારણ કે, આ અકસ્માતમાં તંત્ર બેદરકારી સીધી આંખે ઉડીને વળગે છે. જેથી સ્થાનિકો આ દૂર્ઘટના માટે તંત્રને જબાવદાર ગણાવી રહ્યાં છે. માટે અધિકારીઓએ પોતાની નિર્દોષતા સાબિત કરવા બેઠક બોલાવી હતી. જેમાં જિલ્લા પંચાયત, મેયર, મ્યુનિસિપલ કમિશ્નર,ફાયર વિભાગના અધિકારી સહિત કોર્પોરેશન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

સુરત અગ્નિકાંડ બાદ ગાંધીનગરમાં યોજાઈ ઉચ્ચઅધિકારીઓની બેઠક
આ બેઠકમાં અધિકારીઓએ ફાયર સેફ્ટીની ચકાસણી, ખાનગી ક્લાસીસ સહિત શાળાઓમાં ફાયર સેફ્ટીની યોગ્ય વ્યવસ્થાને તપાસવા અંગેના મુદ્દાઓની ચર્ચા કરી હતી. પરંતુ જ્યારે પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યું કે, તમે આ ઘટના પહેલા ફાયર સેફ્ટીના મુદ્દાઓ પર કેમ કોઇ યોગ્ય કાર્યવાહી કરી નહોતી. ત્યારે તમામ અધિકારીઓ ગોળ-ગોળ જવાબ આપીને સુયોગ્ય વ્યવસ્થાની પીપૂડી વગાડી રહ્યાં હતા.આ ઉપરાંત જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે,ગાંધીનગરમાં કેટલા ટ્યુશન ક્લાસીસ ચાલે છે ? ત્યારે તેમણે બેદરકારી ભર્યો જવાબ આપતા કહ્યું હતું કે, ગાંધીનગરમાં કેટલા ટ્યુશન ક્લાસીસ ચાલે છે તેની વિગતો સરકારી ચોપડે નથી. આમ, તંત્ર પોતાની ભૂલોને છૂપાવવા માટે આવી બેઠકો યોજીને પોતાની નિર્દોષતા તો નહીં પણ મૂર્ખતાનું ઉદાહરણ આપી રહ્યું છે.

R_GJ_AMD_14_25_MAY_2019_COLLECTOR_BETHAK_STORY_YASH_UPADHYAY

સુરત ની ઘટના બાદ તેના પડઘમ રાજય માં જોવા મળી રહ્યા છે ત્યારે આજે સવારે ગાંધીનગર ના કલેકટર તેમની ઓફિસે ઉચ્ચ અધિકારીઓ ની બેઠક બોલાવી હતી જેમાં જીલ્લા પચાયત .મેયર સહિત મ્યુનિ કમિશનર હાજર રહ્યા હતા સાથો સાથ આ બેઠક માં  ગાંધીનગર ના ફાયર વિભાગ ના અધિકારીઓ સહિત કોર્પોરેશન ના એસ્ટેટ વિભાગ સહિત શિક્ષણ સમિતિ ના સભ્યો હાજર રહ્યા હતા જેમાં ગાંધીનગર શહેર અને જીલ્લા માં આવેલ  તમામ ખાનગી કલાસીસ સહિત શાળા માં  ફાયર સેફટી ની યોગ્ય વ્યવસ્થા છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે સાથો સાથ ગાંધીનગર શહેર માં ચાલી રહેલા ખાનગી કલાસીસ ની ચકાસણી કરવામાં આવશે અને જે કલાસીસ માં ફાયર સેફટી ની સુવિધા નહિ હોય તો કલાસીસ ને સિલ કરવામાં આવશે જો કે નવાઈ ની વાત એ છે કે ગાંધીનગર ના કલેક્ટર સહિત કમિશ્નર અને મેયર પાસે ગાંધીનગર માં કેટલા કલાસીસ છે તેની વિગતો પણ સરકારી ચોપડે નથી

બાઈટ એસ કે લાગા કેલકટર ગાંધીનગર

બાઈટ રત્નકવર ચારણ ગઢવી મનપા કમિશ્નર

બાઈટ રીટા બેન પટેલ મેયર ગાંધીનગર મનપા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.