ETV Bharat / state

આયુર્વેદિક હોમિયોપેથી કોલેજોમાં 15 ટકા બેઠકો નેશનલ કોટાથી ભરાશે

રાજ્યમાં આયુર્વેદિક હોમિયોપેથી કોલેજમાં હાલ સો ટકા ગુજરાતી વિદ્યાર્થીઓને જ મેરીટના ધોરણે આ કોલેજોમાં પ્રવેશ આપવામાં આવે છે. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા હવે મેડીકલ કોલેજની તમામ શાખાઓમાં જે રીતે 15 ટકા નેશનલ કોટાથી પ્રવેશ અપાય છે. તે જ રીતે આયુર્વેદિક અને હોમિયોપેથિક કોલેજોમા 15 ટકા બેઠકો પર નેશનલ કોટાથી ભરવાનો નિયમ લાગુ કર્યો છે.

વિધાનસભા
વિધાનસભા
author img

By

Published : Apr 1, 2021, 12:57 PM IST

  • આયુર્વેદિક હોમિયોપેથી કોલેજમાં હાલ 100 ટકા ગુજરાતી વિદ્યાર્થીઓને જ પ્રવેશ
  • રાજયમાં આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજોમાં પ્રવેશ માટે હવે 15 ટકા બેઠકો નેશનલ કોટાથી ભરાશે
  • રાષ્ટ્રના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા અન્ય રાજયોના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મળશે

ગાંધીનગર : રાજ્યની આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજોમાં પ્રવેશ માટે હવે 15 ટકા બેઠકો નેશનલ કોટાથી ભરવામાં આવશે. વિધાનસભામાં તેનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. ગુજરાત વ્યાવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ સુધારા વિધેયક રજૂ કરતાં નાયબ મુખ્ય પ્રધાને કહ્યું કે, રાજ્યમાં આયુર્વેદિક હોમિયોપેથી કોલેજમાં હાલ 100 ટકા ગુજરાતી વિદ્યાર્થીઓને જ મેરીટના ધોરણે આ કોલેજોમાં પ્રવેશ આપવામાં આવે છે. આયુર્વેદિક અને હોમિયોપેથિક કોલેજોમાં 15 ટકા બેઠકો પર નેશનલ કોટાથી ભરવાનો નિયમ લાગુ કર્યો છે.

2,340 બેઠકો તથા હોમિયોપેથીની 35 કોલેજો કાર્યરત

રાજ્યમાં હાલ આયુર્વેદિકની 30 કોલેજો કાર્યરત છે. તેમાં 2,340 બેઠકો તથા હોમિયોપેથીની 35 કોલેજો કાર્યરત છે. જેમાં 3,589 બેઠકો ઉપલબ્ધ છે. આ બંન્ને કોલેજોની મળી કુલ 5,929 બેઠકો ઉપર 15% નેશનલ કોટા મુજબ 889 બેઠકો પર મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે. જેમા રાષ્ટ્રના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા અન્ય રાજયોના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મળશે.

આ પણ વાંચો : રાજ્યની મોડલ આયુર્વેદિક કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થીની પાસે લગ્નની ઓફર કરી

હાઈકોર્ટના નિવૃત્ત જજના અધ્યક્ષ સ્થાને જે ફી નિર્ધારણ કમીટીની રચના કરાઈ

ફી નિયત કરવા માટે હાઈકોર્ટના નિવૃત્ત જજના અધ્યક્ષ સ્થાને જે ફી નિર્ધારણ કમીટીની રચના કરાઈ છે, તે કમિટી જ ફી નક્કી કરશે. એ મુજબ ફી નિયત કરાશે. નીતિન પટેલે કહ્યું કે, ગુજરાત વ્યાવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ બાબત અધિનિયમથી, વ્યાવસાયિક શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓમાં પ્રવેશ આપવાના હેતુ માટે, બિનસહાયિત કોલેજો અથવા સંસ્થાઓમાં કુલ મંજૂર થયેલી બેઠકોની 75% સરકારી બેઠકો અને 25% સંચાલક મંડળની બેઠકો માટે જોગવાઈ કરી છે. જેમાં 15% બિન-નિવાસી ભારતીયો માટેની બેઠકોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ભાવનગર મેડિકલ કોલેજમાં ઈન્ટર્ન ડોક્ટરોની કોરોના દરમિયાન મળતું ભથ્થું ચાલુ રાખવા રજૂઆત

15 ટકા સરકારી બેઠકો કેન્દ્ર સરકાર નક્કી કરશે

ભારત સરકારે, આયુર્વેદ, યોગ અને નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપથી આયુષ મંત્રાલય દ્વારા શૈક્ષણિક વર્ષ 2019-20 માટે સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો હેઠળ આયુર્વેદમાં પ્રવેશ મેળવવા માટે કેન્દ્રીય પરામર્શ માટેના અમુક વિનિયમો રજૂ કર્યા છે. આયુર્વેદ, હોમિયોપેથી અને નેચરોપથીની વિદ્યાશાખાઓમાં બિનસહાયિત કોલેજો અથવા સંસ્થાઓની 15 ટકા સરકારી બેઠકો કેન્દ્ર સરકાર નક્કી કરે તેવા સત્તામંડળે તૈયાર કરેલી ગુણવત્તા યાદીના આધારે ભરવા માટે આ અધિનિયમનમાં જરૂરી સુધારો કરીને ભરાશે.

સંચાલક મંડળની બેઠકો પર પ્રવેશ વિદ્યાર્થીઓની આંતરિક ગુણવત્તાયાદીના આધારે

નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે, વ્યાવસાયિક શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશની પદ્ધતિ નિયત કરાઈ છે. જેમાં તમામ સરકારી બેઠકો પ્રવેશ સમિતિએ તૈયાર કરેલી ગુણવત્તા યાદીના આધારે ભરાશે અને સંબંધિત વ્યાવસાયિક શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાના સંચાલક મંડળે ભરવાની સંચાલક મંડળની આવી બેઠકો પર પ્રવેશ આપવાના વિદ્યાર્થીઓની આંતરિક ગુણવત્તાયાદીના આધારે ભરાશે. પરંતુ પ્રવેશ સમિતિએ તૈયાર કરેલી ગુણવત્તા યાદીમાં વિદ્યાર્થીનું નામ આવતું હોય તે સિવાય સંચાલક મંડળની બેઠક સામે કોઈ વિદ્યાર્થીને પ્રવેશ આપી શકાશે નહિ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.