અમદાવાદ: હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ અરજદારના વકીલે દલીલ કરી હતી કે, તમામ અસરગ્રસ્ત લોકો અનુસુચિત જનજાતિ સાથે સંકાળાયેલા છે. ગરીબી અનને આર્થિક રીતે નબળા છે. તેમની જાહેરહિતની અરજીને માન્ય રાખવામાં આવે. હાઈકોર્ટે અરજદારના વકીલને અસરગ્રસ્ત ખેડૂતોના રેકોર્ડ અને વારસાની વિગતો સાથે અલગ અલગ રિટ દાખલ કરવા ટકોર કરી હતી. આ મુદ્દે સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી. અસરગ્રસ્તોને બધી સુવિધા મળી રહે તેવા 6 થી 8 જેટલા આર્દશ ગામ બનાવવા અમે તૈયાર છીએ. અગાઉ રાજ્ય સરકાર તરફે મૌખિક રજૂઆત કરવામાં આવી હતી કે, જેમ સરદાર સરોવર યોજના માટે જમીન આપનાર લોકોને સરકાર દ્વારા અન્ય જગ્યાએ જમીન આપવામાં આવી છે. એટલું જ નહીં પરિવારના સભ્યને નોકરી આપવાની પણ તૈયારી બતાવવામાં આવી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી જમીન સંપાદન મુદે હાઈકોર્ટે અસરગ્રસ્ત ખેડૂતોને વ્યકિતગત રિટ દાખલ કરવા ટકોર કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે થયેલી જાહેરહિતની અરજી મુદ્દે નિવેદન આપતા સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે, જે ખેડૂતોએ પ્રોજેક્ટ માટે જમીન ફાળવી છે. તેમના માટે અન્ય બે મોનિટરી યોજના થકી આર્થિક સહાય કરવામાં આવશે. સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના વિસ્તારના ગામોને ગોકુળગામ બનાવવાની દલીલ કરી હતી.ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાસેના નર્મદા જિલ્લાના કેવડિયા તાલુકાના નવા ગામ, વાગડિયા, ગોરા, અને કોઠી સહિતના 6 ગામમાં જમીન સંપાદન બાબતે રાજ્ય સરકાર દ્વારા ચુકવામાં આવેલી રકમથી નાખુશ ખેડૂતોએ રિટ દાખલ કરતા કોર્ટે નોટીસ કાઢી ખુલાસો માંગ્યો હતો. જ્યારે વિવાદાસ્પદ જમીન પર વચ્ચાગાળાનો સ્ટે આપી કોઈ જ પ્રકારની કાર્યવાહી અથવા કામગીરી ન કરવાનો હુકમ આપ્યો છે.કોર્ટે સ્ટે આપતા સમયે 6 ગામમાંથી અન્ય લોકોને સ્થળાંતર ન કરવાનો રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. પર્યાવરણ કાર્યકર્તા મહેશ પંડયા દ્વારા હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી હતી. અરજદાર દ્વારા દાખલ પિટિશનમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સરકાર જમીન સંપાદનના નિયમોનું યોગ્ય પાલન કર્યા વગર પ્રવાસન સ્થળ વિકસાવવા માટે આદિવાસીઓની જગ્યા છીનવી રહી છે.
રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે, સરદાર સરોવર ડેમ માટે વર્ષ 1960માં સરકાર દ્વારા જમીન સંપાદન કરવામાં આવી હતી જોકે અરજદારનું કહેવું છે કે, સરકારે જમીનનો ઉપયોગ ન કરતા આદિવાસીઓ પાસે તેનો કબ્જો છે. સંપાદનને 58 વર્ષ થઈ ગયો હોવાથી સરકારનો કોઈ અધિકાર રહેતો નથી.