ETV Bharat / state

ગુજરાત સરકારની મોટી જાહેરાત, વરસાદને કારણે થયેલા નુકસાન પર મળશે આ સહાય

ગુજરાતમાં ભારે વરસાદ (Monsoon Gujarat 2022)વરસ્યો છે. જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ઘણા લોકોને માલસામાનનું( Rain In Gujarat)પણ નુકસાન થયું છે. રાજ્ય સરકારે આર્થિક સહાય માટેની મહત્વની જાહેરાત કરી હતી. ભારે વરસાદથી માનવ મૃત્યુની સહાયમાં 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

ગુજરાત સરકારેે ભારે વરસાદમાં થયેલા નુકસાન સહાયની જાહેરાત કરી

author img

By

Published : Jul 13, 2022, 7:24 PM IST

Updated : Jul 13, 2022, 10:41 PM IST

ગાંધીનગર: ગુજરાતમાં મેઘરાજા રવિવારથી રાજ્યના અનેક જિલ્લાઓમાં અનરાધાર વરસાદ વરસાવી રહ્યા છે. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અમુક લોકોએ પોતાના મકાન ગુમાવવાનો( Rains kill people in Gujarat)પણ વારો આવ્યો છે. આજે રાજ્યના કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ આર્થિક સહાય માટેની મહત્વની જાહેરાત કરી હતી. જે અંતર્ગત (Monsoon Gujarat 2022)રાજ્યમાં ભારે વરસાદથી માનવ મૃત્યુની સહાયમાં 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે જ્યારે જે લોકોના મકાનો સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે તેવા લોકોને પણ રાજ્ય સરકાર સહાય કરશે.

ક્યાં નિયમ હેઠળ ચુકવવામાં આવશે સહાય - સહાય બાબતે રાજ્યના કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી (Cabinet Minister Rajendra Trivedi)વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના 8 એપ્રિલ 2015 અને ગુજરાત સરકારના 27 એપ્રિલ 2015 ના ઠરાવ મુજબ માનવ મૃત્યુમાં સહાયની રકમમાં રૂપિયા 4,00,000 જ્યારે પશુની સહાયમાં પણ આર્થિક સહાય આપવામાં આવશે જેમાં દુધાળા પશુ જેવા કે ગાય, ભેંસને 30,000 રૂપિયા ઘેટાં અને બકરાને 3000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. જ્યારે બિન દુધાળા પશુમાં બળદ, ઊંટ, ઘોડા જેવા પશુઓમાં 25000 રૂપિયા અને ગાયની વાછરડી, ગધેડા વગેરે બિન દુધાળા પશુઓમાં 16000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે જ્યારે મરઘા જેવા પક્ષી સહાયમાં 50 રૂપિયા પ્રતિ પક્ષી વધુમાં વધુ 5000ની મર્યાદિતમાં આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.

નુકસાન સહાયની જાહેરાત

આ પણ વાંચોઃ Rain in Rajkot : ડેમના દરવાજા ખોલતા આસપાસના ગામોને કરાયા એલર્ટ

મકાનમાં સહાય - રાજ્યમાં ભારે વરસાદના કારણે 19 જેટલા ઝૂંપડાઓ સંપૂર્ણ રીતે (Help for rain damage in Gujarat )નાશ પામ્યા છે ત્યારે મકાન સહાય યોજનામાં રાજ્યના કેબિનેત્રીમાં જણાવ્યું હતું કે સમતલ સપાટ વિસ્તાર માટે 95,100 રૂપિયાની આર્થિક સહાય જ્યારે પર્વતીય વિસ્તાર માટે 1,01,900 રૂપિયાની અપેક્ષાએ આપવામાં આવશે આમ સમગ્ર રાજ્યમાં 19 જેટલાઓ અને 101 જેટલા મકાનોને ભારે નુકસાન થયો હોવાનો પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયો છે. જ્યારે ઝુંપડા માટે 4100 રૂપિયાની આર્થીક સહાય આપવામાં આવશે.

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાને વરસાદથી પ્રભાવિત જિલ્લાની સ્થિતીનો તાગ મેળવ્યો

ઘરવખરી માટે સહાય - ભારે વરસાદના કારણે અનેક લોકોના કદમાં પાણી ઘૂસી ગયા હતા અને ઘરવખરી ખરાબ થઈ ગઈ હોય અથવા તો પાણીમાં તણાઈ ગઈ છે તેવી ઘટનામાં પણ રાજ્ય સરકાર ઘર વખરી માટેની પણ સહાય આપવામાં આવશે. આ બાબતે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વરસાદના તાત્કાલિક ધોરણે રાજ્યના તમામ જિલ્લાઓમાં સર્વે શરૂ કરવામાં આવશે. આ બાબતે જિલ્લા કલેકટરોને પણ તાત્કાલ સર્વે માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે અને સર્વે પૂર્ણ થયા બાદ તાત્કાલિક ધોરણે તમામ લોકોને કેસ ડોલ્સ પણ ચૂકવી દેવામાં આવશે.

Last Updated : Jul 13, 2022, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.