ગાંધીનગરઃ સરકાર દ્વારા દ્વિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે, ત્યારે ઉત્તર ગુજરાત બહાર ગામ કડવા પાટીદાર સમાજ ભવનમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સમૂહ લગ્ન પ્રસંગે આ નવદંપતી પોતાનું વાહન લઇને રોડ પર પસાર થાય ત્યારે તેને સુરક્ષા મળી રહે તેવા હેતુથી હેલ્મેટ આપવામાં આવ્યા હતા. તેની સાથે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું.
કડવા પાટીદાર સમાજે સમૂહ લગ્નમાં નવદંપતીઓને હેલ્મટનું વિતરણ કર્યું
ગાંધીનગર પાસે આવેલા ઉવારસદમાં ઉત્તર ગુજરાત બાર ગામ કડવા પાટીદાર સમાજ ભવનમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા. સમૂહ લગ્નમાં સમાજ દ્વારા રક્તદાન કેમ્પ તેમજ નવ યુગલોને હેલ્મેટ આપવામાં આવ્યા હતા.
ગાંધીનગર