ETV Bharat / state

Gujarat Budget 2022 : હર્ષ સંઘવીનો પૂંજા વંશને વળતો જવાબ - વિધાનસભામાં હર્ષ સંઘવી અપશબ્દ

વિધાનસભાના બજેટ સેશનમાં (Gujarat Budget 2022) હર્ષ સંઘવીએ કોંગ્રેસને વળતો જવાબ આપી દીધો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૂંજા વંશે ગૃહપ્રધાન હર્ષ સંઘવીને અપશબ્દ કહ્યાં હતાં. જેને લઈને ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પણ (Harsh Sanghvi reply to Poonja Vansh) વળતો જવાબ આપ્યો હતો.

Gujarat Budget 2022 : હર્ષ સંઘવીનો પૂંજા વંશેને વળતો જવાબ

author img

By

Published : Mar 4, 2022, 2:34 PM IST

Updated : Mar 4, 2022, 5:34 PM IST

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના (Gujarat Budget 2022) કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે રાજ્ય સરકારના રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીને ટપોરી શબ્દ કહ્યો (Poonja Vansh called Harsh Sanghvi Tapori) હતો. જે બાદ પૂંજા વંશ 7 દિવસ માટે સસ્પેન્ડ થઈ ગયાં છે. આ બાબતે હર્ષ સંઘવીએ મીડિયા સમક્ષ પૂંજા વંશને વળતો જવાબ આપ્યો હતો.

હર્ષ સંઘવીએ કોંગ્રેસને વળતો જવાબ આપી દીધો છે

આ પણ વાંચોઃ Gujarat Budget 2022: ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રથમ બજેટમાં રૂપાણીના રાજકોટને હળાહળ અન્યાય!

ગૃહપ્રધાન હર્ષ સંઘવીનો પૂંજા વંશને વળતો જવાબ

હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, ડ્રગ્સ જેવા વિષય પર રાજનીતિ ન કરવી જોઈએ. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ડ્રગ પકડવાની કામગીરી પર જોર ચાલી રહ્યું છે. 258 કેસ, 397 આરોપી, 1459 કરોડનો માલ ભુપેન્દ્ર પટેલ આવ્યા પછી પકડાયા છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પરથી પોલીસ ડ્રગ પકડી રહી છે. પોલીસે અલગ-અલગ વેશ ધારણ કરી ડ્રગ માફિયાઓને પકડ્યા છે. ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર ડ્રગનું હબ છે. આટલો મોટો ડ્રગનો જથ્થો ATSએ પકડ્યો છે. સલીમ ફ્રૂટવાળો હજારો યુવાનોની જિંદગી બરબાદ કરતો હતો. આ ઉપરાંત ગંભીરતાથી ડ્રગ્સ માફિયા પર પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો : Gujarat Budget Session 2022 : હર્ષ સંઘવીને ટપોરી કહેતાં જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા થયાં 7 દિવસ માટે સસ્પેન્ડ

"મનફાવે તેવું વર્તન કરીને માફી ના મંગાય"

આ ઉપરાંત હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રશ્ન પૂછીને કોંગ્રેસ જવાબ નથી સાંભળતી. તેનો પોતાનો ઇતિહાસ અનેક ગુના સાથે જોડાયેલ હોય તેઓ મારી સામે અપશબ્દો બોલે છે. ગૃહમાં બોલેલા એક-એક શબ્દ રિપીટ કરાય અને મેં વિપક્ષ પર ઔચિત્ય ભંગ કર્યું હોય તો મને સજા કરાય. મારા મા-બાપ અને પાર્ટીએ ખરાબ (Harsh Sanghvi reply to Poonja Vansh) બોલવાના સંસ્કાર નથી આપ્યા. સામાજિક દૂષણ સામે પક્ષ-વિપક્ષ નહીં ટીમ બનવું જોઈએ. અમે વિપક્ષના સૂચના સાંભળવા તૈયાર છે. ટપોરી જેવું કાર્ય રાજ્યના એક પણ નાગરિક સાથે મારો આવો વ્યવહાર રહ્યો હોય તો મને બતાવો. મન ફાવે તેવું વર્તન કરીને માફી ન મંગાય.

અપશબ્દ બોલવાની પ્રથમ વખતની ઘટના નથી

શાસક પક્ષ અને સરકારના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગુજરાત વિધાનસભા ગૃહમાં (Gujarat Budget Session 2022) હર્ષ સંઘવીને ટપોરી શબ્દના પ્રયોગ બાબતે ટિપ્પણી કરતા કહ્યું હતું કે આ પ્રથમ વખતની ઘટના નથી. જ્યારે ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર મળ્યું હતું. ત્યારે પણ હર્ષ સંઘવી પર ટપોરી શબ્દોનો ઉપયોગ થયો હતો. જ્યારે આ સતત હવે બીજી વખત થઈ રહ્યું છે. જ્યારે આ સંસદીય શબ્દોની વિરુદ્ધ શબ્દ છે. તેથી દંડક પંકજ દેસાઈ દ્વારા જે દરખાસ્ત મૂકવામાં આવી છે તેને અમે તમામ સભ્યો તેનું સમર્થન આપીએ છીએ. જ્યારે પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પૂંજાભાઈ સિનિયર ધારાસભ્ય છે એમને બધા નિયમોની ખબર છે છતાં આવા શબ્દો અને વર્તનથી ગૃહનું અપમાન થયું છે. તેથી પૂજા વંશને સસ્પેન્ડ કરવાની દરખાસ્તને ટેકો આપું છું. આમ બહુમતીથી વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશને સાત દિવસ સસ્પેન્ડ (Congress MLA Poonja vansh suspended for 7 days) કરવાનો નિર્ણય કર્યો છે.

Last Updated : Mar 4, 2022, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.