ગાંધીનગર : કેન્દ્ર સરકાર દ્વારા મેડિકલ અને એન્જિનિયરિંગના પ્રવેશ માટેની પરીક્ષાઓ માતૃભાષામાં લેવાનો નિર્ણય કર્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ ગુજરાતી કરવા માટે સરકાર દ્વારા ખાસ કમીટીની રચના કરીને ગુજરાતીમાં અભ્યાસક્રમ બનવાની તૈયારીઓ શરૂ કરાઇ છે. હવે ગુજરાત શિક્ષણ બોર્ડના વાલી સમર્થક સભ્ય ધીરેન વ્યાસે ગુજરાતી ભાષામાં CA CSના સંપૂર્ણ અભ્યાસક્રમની માંગ કરી છે.
તમામ અભ્યાસક્રમ ગુજરાતીમાં : ગુજરાત શિક્ષણ બોર્ડના વાલી સમર્થક સભ્ય ધીરેન વ્યાસે જણાવ્યું હતું કે, નવી એજ્યુકેશન પોલિસીની અંતર્ગત ભારત સરકારે એવી જોગવાઈ કરી છે કે, પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ અને NEET, JEE જેવી અઘરામાં અઘરી પરીક્ષાઓ ગુજરાતી ભાષામાં લેવાઈ રહી છે. અલગ અલગ રાજ્યમાં પોત પોતાની માતૃભાષામાં આ પરીક્ષા યોજાશે, ત્યારે અમારી માંગણી એવી છે કે સીએની તમામ પરીક્ષાઓ અને સંપૂર્ણ કોષ ગુજરાતીમાં થાય તો ગુજરાતના વિદ્યાર્થીઓને ખૂબ ફાયદો થઈ શકે છે. આ CAના કોર્સમાં ઇન્ટરમીડીએટ, પ્રોફેશનલ અને ફાઇનલ વર્ષના તમામ અભ્યાસક્રમ ગુજરાતીમાં કરવાની માંગ લેખિતમાં કરવામાં આવી છે.
પરિણામ વધારો થઈ શકે : ધીરેન વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે, જો ગુજરાતી ભાષામાં ચાર્ટર્ડ એકાઉન્ટ અને કંપની સેક્રેટરીની પરીક્ષા લેવાશે. તો ગુજરાતના વિદ્યાર્થીઓને ખૂબ ફાયદો થશે અને CAની પરીક્ષાના પરિણામની વાત કરીએ તો ગુજરાત ટોપ ટેનમાં વિદ્યાર્થીઓ હોય છે, પણ જો ગુજરાતી માધ્યમમાં પરીક્ષા લેવામાં આવે તો આ સંખ્યામાં વધારો થઈ શકે છે અને જે ચાર ટકા પરિણામ આવે છે તે પરિણામ 10થી 12 ટકા સુધી આવી શકે છે.
આ પણ વાંચો : Talati Exam 2023 : તલાટી પરીક્ષા આપવા માટે 50 ટકા ઉમેદવારોએ સંમતિ આપી, કેટલી રહી સંખ્યા જૂઓ
સરકારે કમિટીની કરી છે રચના : રાજ્ય સરકાર દ્વારા 29 ઓક્ટોબર 2022ના રોજ ઇજનેરી અને તબીબી સહિત અન્ય વ્યવસાયિક અભ્યાસક્રમોને માતૃભાષા ગુજરાતીમાં તૈયાર કરવા માટે સમિતિની રચના કરવામાં આવી છે. જ્યારે આ સમિતિમાં નેશનલ સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર જે.એમ. વ્યાસની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિઓમાં કુલપતિ, ઇજનેરી અને તબીબી શાખાના શિક્ષણ તેમજ ટેકનીકલ શિક્ષણના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Gujarat TET Exam 2023 : ધોરણ 6 થી 8 શિક્ષક ભરતી પરીક્ષા 23 એપ્રિલે 8 કોર્પોરેશન વિસ્તારમાં યોજાશે, આયોજન વિશે જાણો
ગુજરાતીમાં અભ્યાસક્રમ મેળવવા ફાળવણી : ગુજરાતી ભાષામાં ઇજનેરી, તબીબી, ફાર્મસી, આર્કિટેક્ટ, એમ.બી.એ., માટેના તમામ પુસ્તકો તેમજ અન્ય સાહિત્ય ગુજરાતીમાં તૈયાર થાય તે માટે જરૂરી નિર્ણય કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્ય સરકારે ઇજનેરીના ગુજરાતીમાં અભ્યાસક્રમ તૈયાર કરવા માટે સરકારે 50 લાખની ફાળવણી કરવામાં આવી હતી. જ્યારે આ સમગ્ર કામગીરી GTUને સોંપવામાં આવી છે.