ETV Bharat / state

Congress on Gujarati Mandatory Bill : હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ભાષા ભવન નથી, કિરીટ પટેલનો શિક્ષણપ્રધાનને ટોણો - શિક્ષણપ્રધાનને ટોણો

ગુજરાત વિધાનસભામાં ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક પસાર કરવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસે આ બિલને સમર્થન આપ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે શિક્ષણપ્રધાનને ટોણો પણ માર્યો છે કે તેઓ જે વિસ્તારમાંથી આવે છે ત્યાંની યુનિવર્સિટીમાં ભાષા ભવન વિભાગ જ નથી.

Congress on Gujarati Mandatory Bill : હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ભાષા ભવન નથી, કિરીટ પટેલનો શિક્ષણપ્રધાનને ટોણો

author img

By

Published : Feb 28, 2023, 9:46 PM IST

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની અંદર ભાષા ભવન નથી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની અંદર ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવામાં આવે તે માટેની વિધેયક બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીમાંથી જ અલગ પડેલી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની અંદર ભાષા ભવન નથી. જેથી શિક્ષણ પ્રધાનને માગણી છે કે ગુજરાતી ભાષા વિષય ફરજિયાત કરવામાં આવે છે પણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પણ ભાષાભવન ઉપલબ્ધ કરવામાં આવે તેની માંગ છે. ગુજરાત વિધાનસભાએ મંગળવારે સર્વસંમતિથી એક વિધેયક પસાર કર્યું જે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા શીખવવાનું ફરજિયાત બનાવ્યું છે. જેમાં સીબીએસઇ,આઈસીએસઇ અને આઈબી બોર્ડ સંલગ્ન શાળાઓનો સમાવેશ થાય છે.

સુધારા પણ રજુ કરવામાં આવ્યા : ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં આજ વધુ એક ગુજરાતની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત અભ્યાસ કરવામાં આવે તે બિલ પસાર કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પક્ષ દ્વારા પણ આ બિલમાં સમર્થનની સાથે સાથે સુધારા પણ રજુ કરવામાં આવ્યા છે. પરંતુ નવાઇની વાત એ છે કે ગુજરાતમાં 14 શાળા એવી છે કે જ્યાં ગુજરાતી વિષય ભણાવવામાં આવતો નથી.

આ પણ વાંચો Budget Session: હવે શાળાઓએ ફરજિયાતપણે ભણાવવી પડશે ગુજરાતી ભાષા, વિધાનસભામાં વિધેયક પસાર

વિદ્યાર્થીઓને થશે ફાયદો : કોંગ્રેસ નેતા કિરીટ પટેલે જણાવ્યું હતું કે આજે ગુજરાતી ભાષાને ફરજિયાત કરવાનું બિલ આજની વિધાનસભામાં લાવવામાં આવ્યું હતું. જેમાં અમે સમર્થન કર્યું છે. કોંગ્રેસ દ્વારા કેટલાક સૂચનો પણ આપવામાં આવ્યા છે. બિલ લાવવામાંથી ગુજરાતની જનતા અને ગુજરાતના વિદ્યાર્થીને ફાયદો થશે સાથે જે ગુજરાતી ભાષા ફરજિયાત ભણવામાં આવે અને જે શાળાઓ આ કાયદાનો ઉલ્લંઘન કરે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી તેવી પણ માંગ અને સુધારો કરવામાં આવ્યો છે.

ખાનગી શાળા મોટાપાયે : વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા આવા અનેક બિલ પહેલા પણ લાવવામાં આવ્યા છે. તમામ શાળાઓ માટે આવા બિલ લાવવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક આનો અમલ થતો ન હતો. જેથી આ વખતે આ બિલ કાયદાના સ્વરૂપે લાવવામાં આવ્યું છે. ગુજરાતી ભાષામાં બાળકો સારી રીતે અભ્યાસ કરી શકશે. આજે રાજ્યમાં મોટાભાગે શાળાઓમાં ખાનગીકરણ થઈ રહ્યું છે. અને અંગ્રેજી શાળાઓને પણ મંજૂરી આપવામાં આવેલી છે. જેના કારણે આજ ગુજરાતમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને શાળાઓ પણ બંધ થઈ રહી છે.

આ પણ વાંચો Gujarati Compulsory: ધો. 1થી 8મા ગુજરાતી ભાષાનો અભ્યાસ ફરજિયાત, ગૃહમાં બિલ પાસ

ભાષા ભવનની માગણી : ઉત્તર ગુજરાતમાં આવેલી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પણ જે ગુજરાત યુનિવર્સિટીમાંથી અલગ થઈને ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી બની હતી. આજના આ યુનિવર્સિટીમાં હાલમાં પણ ભાષાભવન નથી અને ગુજરાતના શિક્ષણપ્રધાન પણ ઉત્તર ગુજરાતના છે. તેથી તેમને આ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પણ ભાષાભવન મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ. આ ગુજરાતથી ભાષા ફરજિયાતનું બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.