ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ના સચિવ પંકજ જોશી એ નિવેદન આપ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ કેમિકલ્સની જે ક્ષમતા છે, તેને ધ્યાનમાં લઈને જ રાજ્ય સરકાર દ્વારા સમિટનું આયોજન ભરૂચ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત પણ કેમિકલ અને પેટ્રોલ કેમિકલ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વધુ વેગવંતુ બને તેને ધ્યાનમાં લઈને ખાસ પેટ્રોલ કેમિકલ્સ અંતર્ગત પ્રિ વાઇબ્રન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત સરકારની કેમિકલ ક્ષેત્રની પોલીસી બાબતે પણ રોકાણકારોને જાણકારી આપવામાં આવશે. સાથે જ ગુજરાતમાં નવા કેમિકલ અને પેટ્રોલ કેમિકલ ના અધ્યાય શરૂ થાય તે બાબતે પણ ગુજરાતની કેમિકલ ક્ષેત્રે ક્ષમતાઓ રોકાણ અને ભવિષ્યની બાબતો પર પણ ખાસ ચર્ચા કરવામાં આવશે. જ્યારે આ કાર્યક્રમ દરમિયાન જીએનએફસી ગુજરાત કેમિકલ પોર્ટ જેવી કંપનીઓ 34,733 કરોડના કેમિકલ ક્ષેત્રે એમઓયુ પણ કરશે.
ફ્યુચર કેમ્પ ઓફ ગુજરાતની થીમ : IAS પંકજ જોશી એ જાહેરાત કરી હતી કે યોજનાઓના કાર્યક્રમમાં ફ્યુચર કેમ્પ ઓફ ગુજરાતની થીમ સાથેના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પેટ્રોલ અને કેમિકલ્સના ક્ષેત્રમાં ગુજરાતમાં કઈ રીતે વિશેષ સુવિધાઓ છે. સાથે જ આગળનું ભવિષ્ય ગુજરાતમાં કઈ રીતનું છે, તે તમામ બાબતોની માહિતી સરકારી નીતિઓ અંગે રોકાણકારોને જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત વર્ષ 2040 સુધીમાં ભારતમાં પેટ્રોલ કેમિકલ્સ ક્ષેત્રે એક ટ્રિલિયન ડોલર સુધી લઈ જવાનો ટાર્ગેટ પણ પ્રી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં રાખવામાં આવ્યો છે.
રાજ્ય માંથી 168 દેશોમાં કેમિકલનો નિકાસ થાય છે : કેમિકલ ક્ષેત્રે નિકાસ બાબતે પંકજ જોશીએ જણાવ્યું હતું કે, ભારતમાં કુલ 800 જેટલા અલગ અલગ કેમિકલ ઉત્પાદન કરવામાં આવે છે. જ્યારે કેમિકલ ક્ષેત્રનું જીડીપીમાં સાત ટકા જેટલું યોગદાન છે અને નિકાસમાં ભારત દેશ સમગ્ર વિશ્વમાં 11 મું સ્થાન ધરાવે છે. જ્યારે કેમિકલ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં છઠ્ઠા ક્રમે અને એશિયા ખંડમાં ચોથા ક્રમે આવે છે. જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત પેટ્રોલ કેમિકલ્સમાં 35 ટકાનું ઉત્પાદન ધરાવે છે જ્યારે છેલ્લા ત્રણ વર્ષમાં 47 ટકા નિકાસ પેટ્રોકેમિકલ્સ કરવામાં આવ્યો છે અને કુલ 168 દેશોમાં આ નિકાસ કરવામાં આવ્યો છે. ત્યારે આ પ્રી વાઇબ્રન્ટ સમિટ ને ધ્યાનમાં લઈને આ આંકડામાં પણ વધારો થઈ શકે છે.