ETV Bharat / state

Gujarat Sachivalaya: સચિવાલયના પ્રવેશ દ્વાર અને વિભાગના મુખ્ય દ્વાર પર ચેકિંગ ફરજિયાત, તપાસ બાદ મળશે પ્રવેશ - Central Industrial Security Forc

સચિવાલયના પ્રવેશ દ્વાર અને વિભાગના મુખ્ય દ્વાર પર સુરક્ષા વધારવામાં આવી છે. તમામને ચેક કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.ભૂતકાળની ઘટનાઓને ધ્યાનમાં લઈને સચિવાલય સુરક્ષા વધારવામાં આવી હોવાનું સામે આવ્યું છે. CISFના જવાને આપેલી માહિતી અનુસાર પાસ હશે તેવા મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે.

Gujarat Sachivalaya: સચિવાલયના પ્રવેશ દ્વાર અને વિભાગના મુખ્ય દ્વાર પર ચેકિંગ ફરજિયાત, તપાસ બાદ મળશે પ્રવેશ

author img

By

Published : May 18, 2023, 9:13 AM IST

Updated : May 18, 2023, 9:34 AM IST

સચિવાલયના પ્રવેશ દ્વાર અને વિભાગના મુખ્ય દ્વાર પર સુરક્ષા વધારાઈ, તમામને ચેક કરીને આપવામાં આવે છે પ્રવેશ

ગાંધીનગર: પાટનગરમાં આવેલા સૌથી મોટા અને સરકારી વિભાગીય કચેરીના કેન્દ્ર સમાન સ્વર્ણીમ સંકુલમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ગુજરાતના ખૂણે ખૂણેથી ગુજરાતના નગરવાસીઓ ગાંધીનગર સચિવાલય ખાતે પોતાની ફરિયાદ અને સમસ્યા માટે આવતા હોય છે. અનેક રજૂઆત કરતા અને મુલાકાતિઓ પોતાની રજૂઆત દરમિયાન આવેશમાં આવીને ખોટી બોલાચાલી પણ કરતા હોય છે. ભૂતકાળની ઘટનાઓને ધ્યાનમાં લઈને સચિવાલય સુરક્ષા વધારવામાં આવી છે. જ્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ જે દરવાજેથી સ્વર્ણિમ સંકુલ એકમાં પ્રવેશ કરે છે. તેની આસપાસ પણ બેરીકેટ રાખીને સુરક્ષા વધારે છે. જે વ્યક્તિનો જે વિભાગનો પાસ બન્યો હશે એમાં જ પ્રવેશ આપવામાં આવશે.

લોકોને ચેક કર્યા બાદ જ પ્રવેશ: ગુજરાતનો ગાંધીનગર ખાતે આવેલ નવા સચિવાલયના પ્રવેશ કરવા માટે કોઈપણ અધિકારી પ્રધાન અને સામાન્ય મુલાકાતીને ગેટ નંબર એક અથવા તો ગેટ નંબર ચાર પરથી પ્રવેશ મેળવવો પડે છે. ગેટ નંબર એક અને ચાર ઉપર પણ ખાસ સિક્યુરિટી રાખવામાં આવી છે. તમામ લોકોના આઈકાર્ડ અને પ્રવેશપાસ ચેક કર્યા બાદ જ તેઓને સચિવાલયમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જ્યારે વિભાગની વાત કરવામાં આવે તો નવા સચિવાલયમાં કુલ 18 જેટલા બ્લોક આવેલા છે. ત્યારે આ તમામ વિભાગના મુખ્ય દરવાજે પણ CISF ના જવાનો દ્વારા તમામ લોકોને ચેક કર્યા બાદ જ અંદર જવા દેવાની પરવાનગી આપવામાં આવે છે.

સચિવાલયમાં પ્રવેશ: ભૂતકાળની વાત કરવામાં આવે તો વિજય રૂપાણીની સરકારમાં શિક્ષણના પ્રશ્નને લઈને વિદ્યાર્થી આગેવાનો એક પછી એક સચિવાલયમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યારબાદ સ્વયમ સંકુલ એકમાં પણ તબક્કાવાર બેથી ત્રણ ની સંખ્યામાં વિદ્યાર્થી આગેવનો દ્વારા પ્રવેશ મેળવવામાં આવ્યો હતો. વિજય રૂપાણીની સરકારના કેબિનેટ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કાર્યાલય બહાર જ 30 થી 40 જેટલા આગેવાનોએ રામધૂન બોલાવીને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો વિરોધ કર્યો હતો. મુલાકાતીઓ આડકતરી રીતે આત્મહત્યાની ધમકી પણ આપે છે તેને ધ્યાનમાં લઈને જ સુરક્ષા વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

" ભૂતકાળમાં અનેક એવા કિસ્સાઓ બન્યા છે જેમાં કોઈ મુલાકાતીએ અન્ય પાસ બનાવ્યો હોય પરંતુ અન્ય જગ્યાએ ફરી રહ્યા હોવાનું સામે આવ્યું છે એટલે જે વિભાગ અને જે બ્લોક ના પાસ હશે તેવા મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે"-- (CISFના જવાન)

વ્યક્તિઓની યાદી: સચિવાલયમાં અનેક લોકો પ્રતિબંધીત ગુજરાત વિધાનસભા ગૃહ કાર્યરત હોય અથવા તો આંદોલનની ચિમકી હોય ત્યારે અનેક લોકો આત્મવિલોપનની ચિમકી આપતા હોય છે. ભારે અને ઉગ્ર આંદોલન કરવાની પણ ચિમકી આપતા હોય છે. ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસમાં સમ્યાન્તરે પ્રતિબંધિત વ્યક્તિઓની યાદી પણ તૈયાર થતી હોય છે. આમ જે કોઈપણ વ્યક્તિને પ્રતિબંધિત કરવામાં આવ્યા હોય તેવા લોકોને પણ સચિવાલયમાં પ્રવેશ કરવા ઈચ્છે તો પણ પાસ ઇસ્યુ કરવામાં આવતા નથી.

  1. Gandhinagar Crime : ગાંધીનગરમાં ત્યજી દેવાયેલી કારમાં હથિયારો મળી આવ્યાં, રીઢા ગુનેગારની સંડોવણી બહાર આવી
  2. Gandhinagar News : સાયક્લોટ્રોન ફોર ન્યુક્લિયર મેડિસીન પ્રોજેક્ટ માટે સરકારે ફાળવ્યાં 70 કરોડ, કેન્સર સારવારની આ વાત જાણો
  3. Gandhinagar News : ગુજરાતના સ્થાપના દિનથી પ્રાકૃતિક કૃષિ તાલીમ મહાઅભિયાન શરૂ થશે, 10 ગામનું ક્લસ્ટર બનાવાશે

Last Updated : May 18, 2023, 9:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.