ગાંધીનગર : ગુજરાતની ખાલી થનાર ત્રણ રાજ્યસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. 27 જૂન, 2023ના રોજ ગુજરાતમાં ત્રણ રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં ફક્ત નામની ચૂંટણી યોજાય તેવી સંપૂર્ણ શકયતાઓ છે.
રાજ્યસભામાં કોની ટર્મ પુરી થઈ રહી છે : ચૂંટણી પંચ દ્વારા 10 જેટલી રાજ્યસભા બેઠક પર ગુજરાત, ગોવા અને પશ્ચિમ બંગાળની રાજ્યસભાની બેઠકોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે, ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો દિનેશ અનાવાડીયા, જુગલસિંહ લોખંડવાલા અને કેન્દ્રીય વિદેશ પ્રધાન એસ જયશંકરની ટર્મ પુરી થવાની છે. ત્યારે આ ત્રણ બેઠક પર કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની બેઠક પર સત્તાવાર રીતે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.
2 સંસદ સભ્યોની થશે બાદબાકી ? : ગુજરાતની ત્રણ રાજ્યસભાની બેઠક પર 24 જુલાઈના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. જેમાં સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ભાજપ પક્ષ એસ.જયશંકરને રિપીટ કરવામાં આવશે. દિનેશ અનાવડીયા અને જુગલજી ઠાકોરને બદલવામાં આવશે. જ્યારે દર વખતની જેમ આ વખતે પણ ભાજપ પક્ષ નવા જ ચહેરાને રાજ્યસભામાં જવાની તક આપશે. આમ ગુજરાતમાંથી 2 નવા ચહેરા ટૂંક સમયમાં રાજ્યસભામાં જોવા મળશે.
વિધાનસભામાં ભાજપ દળ મજબૂત, કોંગ્રેસ નામનું : રાજ્યસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો, ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરતા હોય છે, ત્યારે 24 જુલાઈના રોજ આવનારી ત્રણ બેઠકો પરની ચૂંટણીમાં ભાજપ પક્ષને જો ફાયદો થશે. કારણ કે, ગુજરાત વિધાનસભામાં ભાજપ પક્ષના 156 ધારાસભ્યો છે અને કોંગ્રેસના ફક્ત 17 જેટલા જ ધારાસભ્યો છે અને જો પાંચ જેટલા ધારાસભ્યો આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષનું પણ સમાધાન મળે તો પણ 25 જ ધારાસભ્ય કોંગ્રેસ તરફી જોવા મળે છે. આમ ફરીથી રાજ્યસભાની ત્રણેય બેઠકો પર ભાજપનું જ પ્રતિનિધિત્વ જીતશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
પક્ષ સાથે ચર્ચા કરવામાં આવશે : રાજ્યસભાની ચૂંટણી બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે કોંગ્રેસ પક્ષને ગુજરાત વિધાનસભા ફક્ત 17 જેટલી જ બેઠકો પ્રાપ્ત થઈ છે. આ સમગ્ર બાબતે રાજ્યસભા અને ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ પોતાના ઉમેદવારો જાહેર કરશે કે નહીં તે બાબતે અમિત ચાવડાએ વાતચીત કરી હતી.
રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઊભા રાખી શકે છે, પરંતુ ભાજપ પક્ષના ઉમેદવારો બિનહરીફ વિજય થશે, ત્યારે હારવા માટે કોંગ્રેસ એક પણ ઉમેદવાર ઊભા નહીં રાખી શકે, જ્યારે જીતવા માટે અમુક ચોક્કસ પ્રમાણમાં મત હોવા જરૂરી છે, પરંતુ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પાસે ઓછી બેઠક હોવાના કારણે કોંગ્રેસના ઉમેદવાર જીતે તેવું નથી લાગી રહ્યું. તેથી આ ચૂંટણી સ્પષ્ટપણે ભાજપના ત્રણે ઉમેદવારો બિનહરીફ રીતે વિજય થશે. - પ્રકાશ ઝા (પોલિટિકલ એક્સપર્ટ)
45 ધારાસભ્ય હોવાનો નિયમ : રાજ્યસભાની ચૂંટણીમાં એક પક્ષ જોડે ઓછામાં ઓછા 45 ધારાસભ્ય હોવાનો નિયમ છે, ત્યારે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ પાસે ફક્ત 17 જ ધારાસભ્યો છે. જેથી કોંગ્રેસ ઉમેદવાર ઊભા રાખવા માટે પણ અનેક પ્રયત્નો કરશે. જ્યારે પ્રથમ વખત ઇતિહાસમાં એવું બનશે કે ગુજરાત કોંગ્રેસને રાજ્યસભાની ચૂંટણી લડવા નહીં મળે.
રાજ્યસભાની ચૂંટણી બાબતે હાલમાં પક્ષો સાથે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ જ ઉમેદવાર નક્કી કરવામાં આવશે હજી સુધી કઈ જ નક્કી નથી. - અમિત ચાવડા (કોંગ્રેસ નેતા)
નિતીન પટેલનું નામ ચર્ચામાં : રાજ્યસભાની ગુજરાતની 1 બેઠક રિપીટ થાય તેવી પૂરી સંભાવના છે, પણ બે બેઠક પર નવા ચહેરાને તક આપવામાં આવશે. રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે તે પ્રમાણે ગુજરાત રાજ્યના પૂર્વ ડેપ્યુટી નાયબ મુખ્યપ્રધાન અને નાણાંપ્રધાન નીતિન પટેલનું નામ મોખરે છે. તાજેતરમાં નીતિન પટેલના જન્મદિને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે, નિતીનભાઈને ગુજરાત ઓળખે છે હવે દેશ ઓળખશે. બીજું હિન્દી શિખી રહ્યા છે અને પાટીલે ત્રીજી વાત એ કરી હતી કે, નિતીન પટેલની સાઈઝમાં ભલે નાની છે પણ રાજકીય ક્ષેત્ર તેમનું કદ વધુ ઊંચું છે અને જશે.
રુપાણી સહિત અનેક નામ : બીજી નામ ગુજરાત પૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણીનું ચર્ચામાં છે. તેમજ રૂપાણી સરકારમાં કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્ર ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા અને આરસી ફળદુના નામોની ચર્ચા હાલ ચાલી રહી છે. જોક, હંમેશા ભાજપ ચોકવાનારા નિર્ણય લેવામાં જાણીતો છે. નવા નામ પણ આવી શકે તેવી પૂરી સંભાવના નકારી શકાય નહીં.