ETV Bharat / state

ગુજરાત વરસાદ અપડેટ: રાજ્યમાં સરેરાશ 88.55 ટકા વરસાદ, સૌથી વધુ કચ્છ ઝોનમાં 150.87 ટકા

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુરુવાર સાંજથી જ અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકામાં 85.55 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે સૌથી વધુ કચ્છ ઝોનમાં 150.87 ટકા વરસાદ નોંધાયો છે.

ગુજરાત વરસાદ અપડેટ
ગુજરાત વરસાદ અપડેટ
author img

By

Published : Aug 21, 2020, 3:43 PM IST

Updated : Aug 21, 2020, 6:53 PM IST

ગાંધીનગર: રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ 21મી ઓગસ્ટ-2020ની સવારે 6.00 કલાકની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 170 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં 7 તાલુકાઓ એવા છે કે, જ્યાં સાડા ચાર થી સાડા પાંચ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

સુરત જિલ્લાના ચોરાસી તાલુકામાં 139 MM એટલે કે, સાડા પાંચ ઈંચથી વધુ, નવસારી જિલ્લાના ચીખલી-ગણદેવી તાલુકામાં 124 MM એટલે કે પાંચ ઈંચ તથા વલસાડમાં 119 MM, નવસારીમાં 115 MM, જલાલપોરમાં 114 MM અને ખેરગામ તાલુકામાં 113 MM એટલે કે, સાડા ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ગુજરાત વરસાદ અપડેટ(આંકડા ટકાવારીમાં)

કુલ સરેરાશ વરસાદ - 88.55

કચ્છ ઝોન - 150.87

સૌરાષ્ટ્ર ઝોન - 119.18

દક્ષિણ ઝોન - 81.68

પૂર્વ મધ્ય ઝોન - 68.02

ઉત્તર ગુજરાત ઝોન - 65.21

રાજ્યના 15 તાલુકાઓમાં બેથી ચાર ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

તલોદ, પાટણ, ઉમરગામ, વાપી, ડોલવાણ, કપરાડા, વાંસદા, વઘઈ, બારડોલી, પારડી, પલસાણા, દાંતા, ડાંગ-આહવા, ધરમપુર અને મેઘરજનો સમાવેશ થાય છે. જયારે છેલ્લાં ચોવીસ કલાકમાં રાજ્યના 27 તાલુકાઓમાં એક થી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં શહેરા, ભિલોડા, માલપુર, નિઝર, બાલાસિનોર, ક્વાંટ, ખાનપુર, ખંભાળિયા, ગોધરા, અમદાવાદ શહેર, હાલોલ, વ્યારા, મોડાસા, પડધરી, ગળતેશ્વર, કરજણ, સુબિર, ધંધુકા, લુણાવાડા, વિરપુર, ઈડર, વાલોડ, મહુવા(સુરત), વિજાપુર, સોનગઢ, ભરૂચ અને નેત્રંગ તાલુકાનો સમાવેશ થાય છે. 33 તાલુકાઓમાં અડધા થી એક ઈંચ જયારે 86 તાલુકાઓમાં અડધા ઈંચથી ઓછો સામાન્ય વરસાદ વરસ્યો હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવાયું છે.

રાજ્યમાં નોંધાયેલ વરસાદને કારણે રાજ્યના સરદાર સરોવર સહિત 206 જળાશયો ભરાયા છે.

સરદાર સરોવર ડેમમા હાલ 1,88,394 MCFT પાણીના સંગ્રહ સાથે કુલ સંગ્રહ 56.39 ટકા જેટલો થયો છે.

રાજ્યના 64 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા છે. તે ઉપરાંત 64 જળાશયો એવા છે કે, જે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે.

સરદાર સરોવર સહિત 25 જળાશયો એવા છે કે, જેમાં 50થી 70 ટકા પાણી ભરાયા છે.

25થી 50 ટકા વચ્ચે 28 જળાશયો જયારે ૨૫ ટકાથી ઓછા ભરાયા હોય, એવા 24 જળાશયો ભરાયા હોવાની માહિતી જળ સંપત્તિ તરફથી આપવામાં આવી છે.

રાજ્યમાં થઈ રહેલાં વરસાદને પરિણામે 131 માર્ગો અસરગ્રસ્ત થયા છે. જેમાં પંચાયત હસ્તકના 119 માર્ગોનો સમાવેશ થાય છે. આ માર્ગો સત્વરે પૂર્વવત થાય એ માટે વહીવટી તંત્ર દ્વારા સક્રીય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

Last Updated : Aug 21, 2020, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.