ETV Bharat / state

Harsh Sanghvi : ગુજરાત પોલીસ લોન અપાવવામાં મદદ કરશે, પોલીસ સ્ટેશનદીઠ લોન પ્રક્રિયા થશે - ગુજરાત પોલીસ

રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી(Harsh Sanghvi )એ મહત્ત્વની જાહેરાત કરી છે. હવે ગુજરાત પોલીસ લોન અપાવવામાં મદદ કરશે(Gujarat police help to get loan ). એટલું જ નહીં પોલીસ સ્ટેશન દીઠ લોન પ્રક્રિયા (loan Process per police station )થશે. લોકોને પીએમ નિધિ યોજના હેઠળ (PM Svanidhi Yojana ) આ કામગીરી કરવામાં આવશે.

Harsh Sanghvi : ગુજરાત પોલીસ લોન અપાવવામાં મદદ કરશે, પોલીસ સ્ટેશનદીઠ લોન પ્રક્રિયા થશે

author img

By

Published : Jan 18, 2023, 5:07 PM IST

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોટી જીત મેળવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 14 દિવસથી તમામ જિલ્લા અને તાલુકામાં વ્યાજખોરો સામે કડક પગલાં ભરવામાં આવી રહ્યાં છે. 14 દિવસથી રાજયના ગૃહ વિભાગ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજીને 1026 વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને લોકોને વ્યાજખોરોંથી મુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે હવે ગૃહ વિભાગ દ્વારા ખાસ આયોજન કરીને હવે આગામી દિવસોમાં વ્યાજના ખપ્પરમાંથી બહાર લાવવા માટે બેંકની મદદથી નાણાં સહાય પૂરી પાડવાનું આયોજન કર્યું છે.

કેવી રીતે યોજનાનો અમલ થશે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં વ્યાજખોરોની સ્પેશિયલ ડ્રાઈવ બાદ હવે પોલીસની મદદથી જ આખા ગુજરાતના તમામ તાલુકા અને જિલ્લા કક્ષાએ પોલીસ સ્ટેશન પ્રમાણે જે નાગરિકોને નાણાંની જરૂરિયાત છે, તેવા લોકોને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ લોન આપવામાં આવશે. આ માટે હવે લોક દરબાર સમયે સરકારી બેંકના અધિકારીઓને પણ સાથે રાખવામાં આવશે.

આ પણ વાંચો kurmar kanani letter to CM: વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને લોન સરળતાથી મળી રહે તે માટે સરકારને પત્ર

જરૂરિયાતવાળા પરિવારો શોધવાની જવાબદારી પોલીસના શિરે દરેક પોલીસ મથક વિસ્તારની અંદર કેટલા લારીગલ્લા ચાલી રહ્યા છે તે અંગે પોલીસ પાસે તમામ માહિતી હોય છે. આ ઉપરાંત અતિ સામાન્ય પરિવાર તેમજ વ્યાજે નાણાં લઈ રહેલા લોકો અંગેની માહિતી પણ પોલીસ પાસે હોય છે. આવા સંજોગો અનુસાર, તમામ પોલીસ સ્ટેશન દીઠ પોલીસને જ જવાબદારી સોંપવામાં આવશે. જેમાં જરૂરિયાતવાળા લોકોને શોધી અને તે તમામને લોક દરબારમાં લાવવાની જવાબદારી સોંપવામાં આવશે. જેથી લોક દરબાર દરમિયાન હાજર રહેલા બેંકના અધિકારી પાસેથી સરકારી યોજનાની માહિતી મળી શકે અને નાણાંની જરૂરિયાત હોય તો લોન પણ મેળવી શકે.

આ પણ વાંચો Sabarkantha SP in Lokdarbar : વ્યાજખોરોના આતંકથી ડરતા લોકોને ખુલીને પોલીસની મદદ લેવા સધિયારો અપાયો

રાજ્યમાં 15 લાખ લારીગલ્લા સંચાલકો : રાકેશ મહેરિયા ગુજરાત લારી ગલ્લા પાથરણા સંઘના પ્રમુખ રાકેશ મહેરિયાએ ETV ભારત ખાસ ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં અંદાજે 15 લાખથી વધુ લારીગલ્લાં અને પાથરણાવાળા છે. વર્તમાન સમયમાં જો લારીગલ્લાવાળાને નાણાંની જરૂર હોય તો વગદાર પાસેથી વ્યાજે નાણાં મેળવવા પડે છે. જેમાં 10,000 ની લોનમાં પહેલા જ 1000 થી 2500 રૂપિયા પહેલા કાપીને બાકીના 7500 થી 9000 રૂપિયા આપવામાં આવે છે. ત્યારબાદ રોજ 100થી 150 રૂપિયાનો હપ્તો રાખવામાં આવે અને 10,000 પુરા કરવામાં આવે છે. આમ ડાયરી પ્રથામાં 10 થી 25 ટકા સુધીનું વ્યાજ વસૂલવામાં આવે છે.

પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં લોન મળતી નથી રાકેશ મહેરીયાએ વધુમાં વાત કરતાં જણાવ્યું હતું કે અગાઉ અમે પ્રધાનમંત્રી યોજનામાં અરજી કરી હતી અને અરજી કરવા માટે કોર્પોરેશન મારફતે અરજી કરવી પડે છે. અરજી સ્વીકારી હોવાના મેસેજ આવ્યા બાદ લોન પ્રાપ્ત થાય છે. જ્યારે મેં પણ અરજી કરી હતી અને મને પણ લોન એપ્રૂવનો મેસેજ આવ્યો હતો. પરંતુ બે મહિના થઈ ગયા છતાં પણ લોન પ્રાપ્ત થઈ ન હતી. આવા અનેક લોકોને મેસેજ આવે છે પરંતુ લોન પ્રાપ્ત થતી નથી. જ્યારે જે લારીગલ્લાવાળા લોન લઈ લે છે ત્યારબાદ દબાણ ખાતાવાળા ત્યાંથી લારી ગલ્લા હટાવી દે છે તો હપ્તા ભરવાની તકલીફ પડે છે. જ્યારે લોન પુરી થયા બાદ વધુ રકમની લોન સરકાર તરફથી આપવામાં આવે છે. આમ 10,000 લોન પુરી થયા બાદ 20,000, 25,000, 30,000 અને 50,000 સુધીની લોન પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો Crackdown on Moneylenders : વ્યાજખોરી પર તવાઈ લાવતી ગુજરાત પોલીસ, 1026 એફઆઈઆરમાં 635 વ્યાજખોરની ધરપકડ

લોન માટે અનેક સરકારી યોજના કેન્દ્ર સરકારની લઘુ ઉદ્યોગોથી માંડીને મોટા વેપાર માટે પણ પીએમ સ્વનિધિ યોજના કે મુદ્રા યોજનામાં સાવ નજીવા દરે અને સબસિડીના લાભ સાથે નાણાં આપવામાં આવે છે. પરંતુ આ તમામ યોજનાઓની જાણકારીના અભાવે જ ઘણીવાર જનતા લેભાગુ તત્વોના ચુંગાલમાં ફસાય છે. નાણાં ધીરધાર કરનાર આવી જ જાગૃતિના અભાવે ફાયદો ઉઠાવે છે. આવા સંજોગોમાં હવે સરકારની મદદથી બેંકના અધિકારી પણ પોલીસ દ્વારા ઠેરઠેર યોજાતા દરબારમાં હાજર રહેશે અને કેન્દ્ર સરકારની ઉછીના નાણાં લેવા અંગેની યોજનાઓ વિશે સમજ આપશે.

તમામ કોર્પોરેશન નગરપાલિકામાં યોજના અમલી કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી યોજના સમગ્ર ગુજરાતમાં અમલી છે. જ્યારે અમદાવાદ ગાંધીનગર રાજકોટ જામનગર બરોડા જેવા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અનેક લારીગલ્લાવાળા સંચાલકોએ લોન લઈને પોતાની કામગીરી પણ શરૂ કરી છે. ત્યારે હવે પોલીસ મારફતથી વધુમાં વધુ લોકોને આ યોજનાની જાણકારી મળે તેને ધ્યાનમાં લઈને જ આ અભિયાન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જ્યારે સ્વનીધિ યોજનામાં લારીગલ્લાવાળા, પાથરણાવાળાઓએ યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ, એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને જે તે કોર્પોરેશન અને નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ લારીગલ્લાના લાયસન્સની નકલ સાથે લોન માટેની અરજી કરવાની હોય છે.

14 દિવસમાં 1026 વ્યાજખોરો સામે ગુનો દાખલ રાજ્ય સરકારના ગૃહ વિભાગના જણાવ્યા અનુસાર 14 દિવસની વ્યાજખોરો વિરુદ્ધની સ્પેશિયલ ડ્રાઇવમાં ગુજરાત પોલીસે કુલ 14 દિવસમાં 1026 વ્યાજખોરો સામે ગુનો દાખલ કર્યો છે. જેમાં 635 વ્યાજખોરોની ધરપકડ અને 622 FIR દાખલ કરવામાં આવી છે. આમ 16 જાન્યુઆરી સુધીમાં કુલ 1288 લોક દરબારનું આયોજન કરીને લોકોને વ્યાજના ખપ્પરમાંથી બહાર લાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.