ETV Bharat / state

OBC Reservation: રાજ્યમાં OBC અનામત લાગુ કરવામાં સરકારની દાનત નથી, અમિત ચાવડાનો આક્ષેપ

વર્ષ 2010માં સુપ્રીમ કોર્ટે ઓબોસી અનામત અંગે હુકમ આપવામાં આવ્યો હતો, પરંતુ રાજ્ય સરકારે અત્યાર સુધી કોઈ નિર્ણય લીધો નથી. વર્ષ 2021માં ફરી સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. ત્યારે રાજ્ય સરકારે વર્ષ 2022માં ઝવેરી કમિટી બનાવી ઓબીસી કમિટી બનાવી હતી. જોકે, આમાં 90 દિવસનો સમય વિત્યો હોવા છતાં કમિટીએ અહેવાલ સરકારમાં સુપરત કર્યો નથી. જ્યારે સરકારે હજી સમયગાળો વધાર્યો હોવાનો આક્ષેપ વિપક્ષ નેતા અમિત ચાવડાએ કર્યા હતા.

OBC Reservation: રાજ્યમાં OBC અનામત લાગુ કરવામાં સરકારની દાનત નથી, અમિત ચાવડાનો આક્ષેપ
OBC Reservation: રાજ્યમાં OBC અનામત લાગુ કરવામાં સરકારની દાનત નથી, અમિત ચાવડાનો આક્ષેપ
author img

By

Published : Feb 14, 2023, 5:45 PM IST

વર્ષ 2010માં આપ્યો હતો ચુકાદો

ગાંધીનગરઃ રાજ્યમાં ઓબીસી અનામત અંગે સરકારે આજ દિન સુધી કોઈ નિર્ણય કર્યો નથી. આવો આક્ષેપ કર્યો હતો વિપક્ષ નેતા અમિત ચાવડાએ. તેમણે સરકાર પર આક્ષેપ કર્યા હતા કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વહીવટદારોનું શાસન પ્રસ્થાપિત થવા જઈ રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, 3085 ગ્રામ પંચાયત વહીવટદારો નિમણુૂક કરી છે.

આ પણ વાંચોઃ Gandhinagar News : CMની સૂચનાનું પાલન કરતી GMC, તમામ ઓફિસમાં વીજ બચાવો સર્ક્યુલર કરાયો જાહેર

વર્ષ 2010માં આપ્યો હતો ચુકાદોઃ વિપક્ષ નેતા અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, ઓબીસી અનામત સંદર્ભે સુપ્રીમ કોર્ટે 11 મે 2010એ ચુકાદો આપ્યો હતો કે, જેતે સંસ્થાઓમાં જેતે રાજ્યો ઓબીસીની વસ્તી આધારે અનામત માટેની વ્યવસ્થાની જોગવાઈ કરે. જ્યારે વર્ષ 2010માં ચૂકાદો આવ્યો. ગુજરાત સરકારે 10 વર્ષ સુધી એની પર કોઈ પણ જાતનું લક્ષ ના આપ્યું. વર્ષ 2021માં જ્યારે સુપ્રીમ કોર્ટે ફરી આદેશ કર્યા અને ઉઘરાણી કરી ત્યારે પણ સરકારે અમલ ન કર્યો. છેવટે જુલાઈ 2022માં સરકાર ગુજરાતમાં 52 ટકા ઓબીસી સમાજની વસ્તી એને જ 10 ટકા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અનામત મળતી હતી એ ખતમ કરી અને જુલાઈમાં સુપ્રીમ કોર્ટના આદેશનું મોડા મોડા અમલ કરી અને એ માટે સમર્પિત આયોગ દ્રષ્ટિ ઝવેરી, જેના અધ્યક્ષ સ્થાને આયોગની રચના કરવામાં આવી જાહેરાત થઈ ત્યારે કહેવામાં આવ્યું હતું.

વિપક્ષના નેતાના આક્ષેપઃ આમ, 90 દિવસની અંદર તમામ બાબતોનો અભ્યાસ કરી તમામ લોકોના અભિપ્રાય સાથે સરકારને રિપોર્ટ સબમીટ કરવામાં આવે અને તાત્કાલિક એ રિપોર્ટના આધારે ઓબીસી સમાજને અનામત માટેની જોગવાઈ કરવામાં આવશે. લગભગ 8 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે. એની મુદત પૂરી થઈ હોવા છતાં ખૂબ લાંબો સમયગાળો થઈ ગયો તેમ છતાં પણ એ રિપોર્ટ સબમીટ થયા નથી અને હવે સરકારે ફરી સમય મર્યાદા વધારીને ઓબીસી સમાજની રાજનીતિ પૂર્ણ કરી હોવાના આક્ષેપ કર્યા હતા.

આવનારા દિવસોમાં અનેક ચૂંટણીઃ વિપક્ષ નેતાએ વધુમાં આક્ષેપ કર્યા હતા કે, ગુજરાતમાં મોટા પ્રમાણમાં ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકા, મહાનગરપાલિકામાં અનેક વોર્ડની ખાલી પડેલી જગ્યાની ચૂંટણીઓ ડ્યૂ થઈ રહી છે. આના કારણે ચૂંટણી નથી થઈ શકતી. લગભગ 2,500 જેટલી ગ્રામ પંચાયતોમાં ડિસેમ્બર મહિનાની આસપાસ જ વહીવટદારો નિમાઈ ચૂક્યા હતા. એ જ રીતે હજી પણ આ રિપોર્ટમાં વિલંબ થવાના કારણે આ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં બાકીની જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે કે, તમામ જગ્યાએ પણ વહીવટદારો મુકવા ફરજિયાત બનશે જોગવાઈ મુજબ લાંબો સમય વહીવટદારો મૂકી શકતા નથી.

વહીવટદારોનું શાસનઃ તેમણે ઉંમેર્યું હતું કે, સરકાર ક્યાંકને ક્યાંક ચૂંટાયેલી પ્રતિનિધિ કે ચૂંટાયેલી પાંખના લોકોનો જે બંધારણીય અધિકાર છે. તે છિનવીને પોતાના ઈશારે પોતાની મરજી મુજબ ચાલતા વહીવટદારોથી શાસન ચલાવવાની માનસિકતાથી કામ કરે છે. હવે જ્યારે ફરીથી આયોગની મુદત વધારે છે, એનાથી ચિંતા છે. આવનારા થોડા દિવસોમાં લગભગ ગુજરાતમાં 7,100 કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં વહીવટદારોની નિમણૂક કરાશે. ગુજરાતમાં 2 જિલ્લા પંચાયતો એટલે કે, બનાસકાંઠા અને ખેડાની ચૂંટણીઓ છે. એ ચૂંટણીઓ પણ સમયસર નહીં યોજાય એટલે ત્યાં પણ વહીવટદારોનું શાસન આવશે. ગુજરાતમાં 17 તાલુકા પંચાયતની ચૂંટણી છે. ત્યાં પણ વહીવટદારોનું શાસન આવશે. ગુજરાતમાં 72 નગરપાલિકાઓમાં ચૂંટણી છે અને ત્રણ નગરપાલિકા વિસર્જિત કરવામાં આવી છે એટલે લગભગ 75 નગરપાલિકાઓમાં પણ ચૂંટણીઓ ડયું થઈ રહી છે.

આ પણ વાંચો Annapurna Yojana: વિશ્વકર્મા જયંતિએ ઔદ્યોગિક શ્રમિકોનું સન્માન કરાયું, અનેક જિલ્લામાં અન્નપૂર્ણા યોજના શરૂ

સરકાર વસ્તી ગણતરી કરેઃ વિપક્ષ નેતા અમિત ચાવડા સરકારમાં સમક્ષ માગણી કરી હતી કે, રાજ્ય સત્તા તાત્કાલિક ધોરણે આ કમિટીનો રિપોર્ટ તૈયાર કરાવે અને ડેટાના આધારે ઓબીસીની વસ્તી ગણતરી તાત્કાલિક ધોરણે કરાવે, જેથી રિપોર્ટ બાદ તાત્કાલિક અસરથી નવી જોગવાઈઓ મુજબ ચૂંટણી યોજી શકાય. આમ, અનેક ગ્રામ્ય વિસ્તારો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકામાં ચૂંટણીઓ આવી રહી હોવાના કારણે તાત્કાલિક ધોરણે સરવે પૂરો કરવામાં આવે. બીજી તરફ રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકાર સમક્ષ જ્યારે આ રિપોર્ટ રજૂ થશે ત્યારે આનો અભ્યાસ કરીને તેની અમલવારી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.