ETV Bharat / state

ગુજરાત સરકારનો નિર્ણય, નગરપાલિકાઓને જાહેર કરી સહાય - municipal corporations

ગુજરાતની શરૂઆતની વરસાદી સીઝનમાં (Monsoon Gujarat 2022 )ધોધમાર વરસાદ પડ્યો છે. અનેક નગરો અને શહેરો પાણીમાં ડૂબેલા છે. ત્યારે રાજ્યમાં તાજેતરના અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ તેમજ નગરોમાં વરસાદી પાણી ભરાવાથી સર્જાયેલી સ્થિતિમાં રાજ્યની નગરપાલિકાઓને સાફ સફાઇ માટે નાણાં સહાયની મુખ્યપ્રધાને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નગરપાલિકાઓને કુલ રૂપિયા 17.10 કરોડની સહાય રાજ્ય સરકાર આપશે.

ગુજરાત સરકારનો સંવેદનશીલ નિર્ણય, નગરપાલિકાઓને જાહેર કરી સહાય

author img

By

Published : Jul 14, 2022, 1:26 PM IST

ગાંધીનગર: રાજ્યમાં તાજેતરના અતિભારે વરસાદના( Rain In Gujarat)કારણે પૂરની સ્થિતિ તેમજ નગરોમાં વરસાદી પાણી ભરાવાથી સર્જાયેલી સ્થિતિમાં રાજ્યની નગરપાલિકાઓને સાફ સફાઇ માટે નાણાં સહાયની મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં (Monsoon Gujarat 2022 )આવી છે. જેમાં રાજ્યની 156 નગરપાલિકાઓને કુલ રૂપિયા 17.10 કરોડની સહાય રાજ્ય સરકાર આપશે.

આ પણ વાંચોઃ તક્ષશિલા અગ્નિકાંડમાં બાળકોના જીવ બચાવનાર રિયલ હીરોને સુરત ભાજપ દ્વારા 5 લાખની સહાય

રોગચાળો ના ફેલાય તે માટે આયોજન - રાજ્યના નગરોમાં થયેલી (municipalities of Gujarat )અતિવૃષ્ટિ અને ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા સઘન સફાઇ ઝુંબેશ સહિતના સ્વચ્છતાના કામો માટે આ સહાય અપાશે, નગરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ, રોગચાળો અટકાવવા ઘન કચરાનો નિકાલ, પીવાના શુધ્ધ પાણીની વ્યવસ્થા તેમજ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માટે નાણાકીય સહાયની જે જરૂરિયાત ઉભી થઇ છે તે માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ 17.10 કરોડ રૂપિયા ફાળવવાની સૈધ્ધાંતિક અનુમતિ આપી છે.

આ પણ વાંચોઃ ગુજરાત સરકારની મોટી જાહેરાત, વરસાદને કારણે થયેલા નુકસાન પર મળશે આ સહાય

નાણાંકીય સહાયના ધોરણો - રાજ્ય સરકારની સહાય પ્રમાણે “અ” વર્ગની 22 નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ રૂપિયા 20 લાખ પ્રમાણે કુલ 4.40 કરોડની રકમ અપાશે, બ” વર્ગની 30 નગરપાલિકાઓને પ્રત્યેકને રૂપિયા 15 લાખ પ્રમાણે કુલ રૂપિયા 4.50 કરોડ ફાળવવામાં આવશે. ક ” વર્ગની 60 નગરપાલિકાઓને નગરપાલિકાદીઠ રૂપિયા 10 લાખ પ્રમાણે કુલ રૂપિયા 6 કરોડ આપવામાં આવશે. ડ” વર્ગની 44 નગરપાલિકાઓને પ્રત્યેકને રૂપિયા 5 લાખ પ્રમાણે કુલ રૂપિયા 2.20 કરોડની રકમ મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.