- સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી ફેસીલીટીમાં વધારો
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસમાં ત્રણ જગ્યાએ રેલવેની કામગીરીનું ખાતમુર્હૂત કરશે
- 16 જાન્યુઆરીએ વડોદરા કેવડિયા રેલવે લાઇનનું ખાતમુર્હૂત કરશે
- 18 જાન્યુઆરીએ અમદાવાદ મેટ્રો ફેજ 2 અને સુરત મેટ્રો પ્રોજેક્ટનું ખાતમુર્હૂત કરશે
ગાંધીનગર :વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી. સ્ટેચ્યુ ઓફ યુનિટીને આંતરરાષ્ટ્રીય સ્તર પર લઈ જવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેની આસપાસ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી ફેસીલીટીમાં પણ સતત વધારો કરવામાં આવી રહ્યો છે, ત્યારે પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આવવા વધુ અગવડ ન ભોગવવી પડે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬મી જાન્યુઆરીએ દિલ્હી ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરાની વચ્ચે ચાલનારી રેલવે લાઇનનું ખાતમુર્હૂત કરશે.
મોદીના હસ્તે અમદાવાદ મેટ્રોના બીજા ભાગનું ખાતમુર્હૂત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ મેટ્રોના બીજા ભાગનું ખાતમુર્હૂત કરશે. બીજા ભાગના મેટ્રો પ્રોજેક્ટની જો વાત કરવામાં આવે તો અમદાવાદના ચાંદખેડાથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેનની કામગીરી શરૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કાની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીથી અમદાવાદ મેટ્રો ટ્રેનનું ખાતમુર્હૂત કરશે.
ગુજરાતને મળી બીજી મેટ્રો ટ્રેન સર્વિસ
અમદાવાદમાં મેટ્રોની કામગીરી પ્રગતિ પર છે. બીજા ફેઝની કામગીરીનું 18 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાતમુર્હૂત કરશે. રાજ્યના ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતને પણ મેટ્રોની ભેટ મળી છે. આ બાબતે સરકારે સત્તાવાર જાહેરાત કરી છે, કે 18 જાન્યુઆરીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત મેટ્રોનું પણ ખાતમુર્હૂત કરશે. આમ ગુજરાતના અમદાવાદ બાદ સુરત શહેરને પણ મેટ્રો ટ્રેન સર્વિસ પ્રાપ્ત થઇ છે.
ગુજરાતને મળી બીજી મેટ્રો ટ્રેન સર્વિસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે કામગીરીનું ખાતમુર્હૂત - modi
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી. સ્ટેચ્યુ ઓફ યુનિટીને આંતરરાષ્ટ્રીય સ્તર પર લઈ જવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેની આસપાસ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી ફેસીલીટીમાં પણ સતત વધારો કરવામાં આવી રહ્યો છે, ત્યારે પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આવવા વધુ અગવડ ન ભોગવવી પડે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬મી જાન્યુઆરીએ દિલ્હી ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરાની વચ્ચે ચાલનારી રેલવે લાઇનનું ખાતમુર્હૂત કરશે.
ગુજરાતને મળી બીજી મેટ્રો ટ્રેન સર્વિસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે કામગીરીનું ખાતમુર્હૂત