ETV Bharat / state

Right to Education : બાળકોને એડમિશન અપાવતા પહેલા થઈ જાવ સાવધાન, વાલી અને એજન્ટ સામે થશે કાર્યવાહી - શિક્ષણનો અધિકાર અધિનિયમ

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે ફેક વેબસાઈટ દ્વારા પૈસા કમાવવા માટે સોશિયલ મીડિયામાં એડમિશન આપીશું હોવાના મેસેજ ફરતા થયા હતા. જેને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત જો કોઈ વાલીઓ ખોટા પુરાવાથી એડમિશન લીધું હશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

Right to Education : બાળકોને એડમિશન અપાવતા પહેલા સાવધાન, નકર વાલી અને એજન્ટ સામે થશે કાર્યવાહી

author img

By

Published : Apr 17, 2023, 10:28 PM IST

ફેક વેબસાઈટ મામલે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

ગાંધીનગર : ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો સારું શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 10 એપ્રિલથી 22 એપ્રિલ સુધી RIGHT TO EDUCATION અંતર્ગત ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે લેભાગુ તત્વો દ્વારા વાલીઓ સાથે છેતરપિંડી કરીને સરળતાથી પૈસા કામવાનો કીમિયો શોધી કાઢવામાં આવ્યો છે. જેમાં સોશિયલ મીડિયામાં પૈસા ભરો અને ગમે તે શાળામાં એડમિશન લો તેવી જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં કાયદેસર ફરિયાદ નોંધાવી છે.

શિક્ષણ સચિવે શું કહ્યું : રાજ્યના પ્રાથમિક શિક્ષણ સચિવ એમ.આઈ.જોષીએ જણાવ્યું હતું કે, ગઈકાલથી સોશિયલ મીડિયામાં એવી પત્રિકા ફેરવવામાં આવી રહી હતી કે રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત અમે 100 ટકા એડમિશન આપીશું. આ માટે અમુક રકમ તમારે અમને આપવી પડશે. તેવા પ્રકારના મેસેજ ફરતા થયા હતા. આ મેસેજમાં educationcafe.com નામની વેબસાઈટ પરથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી. આ ઘટનાના અનુસંધાનમાં અમે ચકાસણી કરતા આ ફેક વેબસાઈટ તૈયાર કરવામાં આવી હતી. વાલીઓને છેતરવા માટેનો આ સમગ્ર કાવતરું હતું. જેથી વાલીઓ છેતરાય નહીં તે હેતુને ધ્યાનમાં રાખીને આવા પ્રકારના લેભાગો તત્વો સામે કાર્યવાહી કરવા માટે ગઈકાલે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં કાયદાકીય પગલા માટેની અરજી આપી છે.

આ પણ વાંચો : Primary Education: શિક્ષણ સમિતિની સામાન્યસભામાં પ્લેકાર્ડ સાથે વિપક્ષનો વિરોધ

સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક : પ્રાથમિક શિક્ષણ વિભાગના સચિવ એમ.આઈ. જોષીએ વધુમાં જણાવ્યું હતું કે, રાઈટ ટુ એજ્યુકેશનની તમામ પ્રક્રિયા ઓનલાઇન છે અને કોઈપણ વ્યક્તિઆમાં દાખલ કરી શકતા નથી, જ્યારે રાઇટ ટુ એજ્યુકેશનમાં અગ્રતા અને આવકની મર્યાદાને ધ્યાનમાં રાખીને જ બાળકોને એડમિશન આપવામાં આવે છે. જ્યારે આ એક સંપૂર્ણ પારદર્શક પ્રક્રિયા છે. જેથી કોઈપણ વાલીઓએ આવી લોભ લાલચમાં આવવું નહિ તેવી સૂચના જાહેર કરી હતી.

આ પણ વાંચો : Navsari News : નવસારીની લક્ષ્ય સ્કૂલને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નોટિસ, મંજૂરી વગર શિક્ષણનો ધંધો શરુ

એજન્ટ સહિત વાલીઓ વિરુદ્ધ થશે કાર્યવાહી : આ સમગ્ર ઘટના સામે આવતા જ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, આ પ્રક્રિયામાં કોઈપણ પ્રકારના એજન્ટની જરૂર હોતી નથી. જો તમારી આસપાસ કોઈપણ એજન્ટ જણાય તો તાત્કાલિક ધોરણે સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારી અથવા તો સીધા ગાંધીનગર whatsapp હેલ્પલાઇન નંબર 7046021022 પર તાત્કાલિક ફરિયાદ કરવા માટે રાજ્ય સરકારે જાહેરાત કરી છે, જ્યારે ઘણા જિલ્લાઓમાં ગરીબ વાલીઓને મનગમતી શાળાઓમાં પ્રવેશ આપવાના નામે એજન્ટો સક્રિય થયા છે. આવા બોગસ લોકો ખોટા દસ્તાવેજ તૈયાર કરીને એડમીશન અપાવી રહ્યા છે, ત્યારે જો ખોટા પુરાવાથી એડમિશન લીધું હશે તો વાલીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત 10 એપ્રિલ 2023થી 22 એપ્રિલ 2023 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.