ETV Bharat / state

Gandhinagar News : ગુજરાતના તૂટેલા રોડના મોનીટરીંગ માટે ત્રણ રીજીયનમાં મુખ્ય ઈજનેરની જગ્યા ઉભી કરવા સરકારનો નિર્ણય - dilapidated roads Monitoring Engineer post

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પહેલા જ વરસાદે રોડ તુટી ગયા હતા. જે મુદ્દે આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી. જેમાં ગુજરાતના રોડ રસ્તાના રીપેંરીગ અને તમામ કામની જવાબદારી માટે ત્રણ રીજીયનમાં મુખ્ય ઈજનેરની નિમણૂક કરાશે. જે રોડ મામલે તેની સંપૂર્ણ જવાબદારી રહેશે.

Gandhinagar News : ગુજરાતના તૂટેલા રોડના મોનીટરીંગ માટે ત્રણ રીજીયનમાં મુખ્ય ઈજનેરની જગ્યા ઉભી કરવા સરકારનો નિર્ણય

author img

By

Published : Jul 12, 2023, 7:55 PM IST

Updated : Jul 12, 2023, 9:08 PM IST

ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્‍દ્ર પટેલ પહેલા વરસાદમાં તુટેલા રોડ રસ્તાને લઈને મહત્વનો નિર્ણય છે. માર્ગ વિભાગની કામગીરીને વધુ વ્યાપક, અસરકારક અને ગુણવત્તાયુક્ત બનાવવાની પહેલ હાથ ઘરી છે. પ્રાંત દીઠ મુખ્ય ઈજનેરની જગ્યા ઉભી કરવા મુખ્યપ્રધાને આદેશ આપ્યો છે. ત્રણ રીજીયન વાઈઝ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જગ્યાઓ રીસ્ટ્રકચર કરાશે. તેમજ મુખ્ય ઈજનેરોએ રીજીયનની પંચાયત અને રાજ્ય બેય રસ્તાઓની કામગીરી સંભાળવાની રહેશે. તેમજ અઠવાડિયામાં ઓછામાં ઓછા બે દિવસ કામોની વિઝીટ કરવાની થશે.

શ્રેણીબદ્ધ નિર્ણયો કર્યાં : મુખ્યપ્રધાન ભૂપેન્‍દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્યમાં યાતાયાત-વાહન વ્યવહાર માટે ઉદ્યોગો, નાગરિકો અને પ્રજા વર્ગોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત રોડ ઈન્‍ફ્રાસ્ટ્રક્ચર પુરું પાડીને ઈઝ ઓફ લિવીંગ વધારવાની નેમ રાખી છે. મુખ્યપ્રધાને આ હેતુસર રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ કક્ષાના અધિકારીઓની કામગીરી વધુ ઈફેક્ટીવ, ટાઈમલી અને ક્વોલીટેટીવ બનાવવા અધિકારીઓનાં કાર્યક્ષેત્રની વધુ યોગ્ય વહેંચણી એટલે કે રેશનલાઈઝેશન ઓફ રીજીયનને ધ્યાનમાં લઈને કામગીરીમાં સુચક ફેરફાર કરવાનાં શ્રેણીબદ્ધ નિર્ણયો કર્યાં છે.

માર્ગોના વધુ અસરકારક મોનીટરીંગ : સત્તાવાર યાદી મુજબ રાજ્યમાં માર્ગોના વધુ અસરકારક મોનીટરીંગ અને સુપરવિઝન માટે મુખ્ય ઇજનેર સ્ટેટ અને મુખ્ય ઇજનેર પંચાયત એમ હાલની બે જગ્યાઓને બદલે મુખ્ય ઇજનેર ઉત્તર ગુજરાત, મુખ્ય ઇજનેર દક્ષિણ ગુજરાત અને મુખ્ય ઇજનેર સૌરાષ્ટ્રની જગ્યા રીઓર્ગેનાઈઝ અને રિસ્ટ્રક્ચર કરવામાં આવી છે. આ મુખ્ય ઇજનેરો તેમના વિસ્તારના રાજ્ય તેમજ પંચાયતના એમ બંને રસ્તાઓની કામગીરી સંભાળશે તેમજ તેઓના વિસ્તારની કામગીરીની ગુણવત્તા અંગે જવાબદાર રહેશે. એટલું જ નહી મુખ્ય ઈજનેરોએ દર અઠવાડિયે ઓછામાં ઓછા બે દિવસ ગુણવત્તાને પ્રાધાન્ય આપતા કામોની વિઝીટ કરવાની રહેશે.

માર્ગોનાં કામોની ગુણવત્તા : રાષ્ટ્રીય ધોરીમાર્ગની કામગીરીમાં સતત વધારો થવાનાં પરિણામે રાષ્ટ્રીય ધોરીમાર્ગની કામગીરીની પણ ઉત્તર અને દક્ષિણ એમ બે અનુભાગમાં વહેંચણી કરવાનો મુખ્યપ્રધાન ભૂપેન્‍દ્ર પટેલે નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાને માર્ગોનાં કામોની ગુણવત્તા વધારવા સંદર્ભે મુખ્ય ઇજનેર ગુણવત્તા નિયમનનું તંત્ર વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી દક્ષિણ ગુજરાતના ગુણવત્તા અંગેનું ટેકનિકલ ઓડિટ તેમજ ચકાસણી અન્ય મુખ્ય ઇજનેરને સોંપવા માટે પણ નિર્ણય કર્યો છે.

કામગીરી અંગે સતત રેકોર્ડ : આવતા થોડા સમયમાં ટેકનિકલ ઓડિટમાં રાજ્યની ઇજનેરી કોલેજોના નિષ્ણાતોને પણ કેવી રીતે સમાવેશ કરી શકાય, તે ચકાસણી કરીને અહેવાલ રજૂ કરવા તેમણે વહીવટી પાંખને સૂચના આપી છે. મુખ્યપ્રધાન ભૂપેન્‍દ્ર પટેલે એવા દિશા નિર્દેશો આપ્યા છે કે, કોન્‍ટ્રાક્ટર અને પ્રોજેક્ટ મેનેજમેન્‍ટ કન્‍સલ્ટન્‍સીની કામગીરી અંગે સતત રેકોર્ડ રાખવામાં આવશે. તેમજ કામગીરીનો વાર્ષિક રિવ્યુ કરીને યોગ્ય કામગીરી ન થઇ હોય તેવા કિસ્સામાં નિયમાનુસારની કાર્યવાહી ઝડપથી, અસરકારક અને સમયસર હાથ ધરાશે.

સમયબધ્ધ ધોરણે પૂર્ણનો અભિગમ : માર્ગ અને મકાન વિભાગની અંદાજપત્રીય જોગવાઈઓમાં જે નોંધપાત્ર વધારો થયો છે, તેનાં પરિણામે માર્ગ અને મકાન વિભાગની કામગીરીમાં પણ અત્યંત વધારો થયો છે, બીજા વિભાગોની બાંધકામની જોગવાઈઓમાં પણ વધારો થયો હોવાનાં કારણે માર્ગ અને મકાન વિભાગની કામગીરી વધુ વ્યાપક સ્તરે વિસ્તરી છે. મુખ્યપ્રધાન ભૂપેન્‍દ્ર પટેલ સ્વયં માર્ગ અને મકાન વિભાગનો હવાલો સંભાળી રહ્યાં છે, ત્યારે આ વિભાગની કામગીરી વધુ અસરકારક, ખાસ કરીને ગુણવત્તા નિયમન સાથે સમયબધ્ધ ધોરણે પૂર્ણ થાય તેવો અભિગમ તેમણે અપનાવ્યો છે.

મહત્વપૂર્ણ નિર્ણય : તદઅનુસાર માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેરોને સોંપેલ કામગીરી અસરકારક, સમયબધ્ધ અને ગુણવત્તાયુક્ત થઇ શકે તે માટે કાર્યક્ષેત્રની વધુ યોગ્ય વહેંચણીની જરૂરીયાત ધ્યાને લેતા મુખ્યપ્રધાન ભૂપેન્‍દ્ર પટેલે આ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

  1. Rajkot News : રાજકોટ-અમદાવાદ હાઈવેનું કામ ગોકળગાયની ગતિએ, પૂર્ણ થતા લાગી શકે છે વધુ એક વર્ષ
  2. Ahmedabad News : બે વિસ્તારમાં કેમિકલવાળું પાણી રસ્તા પર ફરી વળ્યા, 251 ગેરકાયદેસર જોડાણ કપાયા
  3. Palanpur Highway: અમદાવાદથી આબુને જોડતા હાઈવે પર ટ્રક પલટી, 10 કિમી સુધી વાહનોના ખડકલા

Last Updated : Jul 12, 2023, 9:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.