ETV Bharat / state

Spa Raid : ગુજરાત પોલીસની સ્પા સેન્ટરો પર રાજ્યવ્યાપી રેડ, 851માંથી 27 સ્પા અને હોટેલમાં ગેરકાયદે કામ, 103 એફઆઈઆર દાખલ - FIR Registered

રાજ્યના વિવિધ શહેરમાં ચાલતા સ્પા સેન્ટરોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. કારણ કે ગુજરાતમાં પ્રથમ વખત રાજ્યકક્ષાની રેડ પાડવામાં આવી છે. ગુજરાત પોલીસની સ્પા સેન્ટરો પર રાજ્યવ્યાપી રેડ દરમિયાન 27 સ્પા અને હોટેલમાં ગેરકાયદે કામ પકડાયાં હતાં. પોલીસે કુલ 103 એફઆઈઆર દાખલ કરી છે.

Spa Raid : ગુજરાત પોલીસની સ્પા સેન્ટરો પર રાજ્યવ્યાપી રેડ, 851માંથી 27 સ્પા અને હોટેલમાં ગેરકાયદે કામ, 103 એફઆઈઆર દાખલ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 19, 2023, 6:59 PM IST

કુલ 103 એફઆઈઆર દાખલ

ગાંધીનગર : અમદાવાદના સિંધુભવન રોડ પર સ્પામાં મહિલાને ખુલ્લેઆમ મારવાની ઘટના સામે આવી હતી. ઉપરાંત રાજ્યના ગૃહ વિભાગને સ્પા અને હોટેલ અને ગેસ્ટ હાઉસમાં ગેરકાયદે કામગીરી ચાલતી હોવાની અનેક ફરિયાદો મળ્યા બાદ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આજે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના 8 મહાનગરપાલિકા વિસ્તાર, જિલ્લામાં રેડ પાડવામાં આવી હતી. જેમાં કુલ 27 હોટેલ અને સ્પાના લાયસન્સ રદ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

દેહવ્યાપાર પર કડક કાર્યવાહી : રાજ્યમાં અનેક જિલ્લાઓના શહેરમાં ગેરકાયદે વેપારની પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ ગુજરાત પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા અને પાડવામાં આવી હતી. પરંતુ પ્રથમ વખત ગુજરાતમાં રાજ્યકક્ષાની રેડ પાડવામાં આવી છે. જેમાં 17 ઓક્ટોબરના રોજ રાજ્યના રાજ્યકક્ષાના ગ્રુહપ્રધાન હર્ષ સંઘવી અને પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજાયેલી વિડિઓ કોન્ફરન્સથી તમામ એસ.પી અને પોલીસ કમિશનરને સુચના આપવામાં આવી હતી અને તે વ્યાપાર ઉપર કડક કાર્યવાહી કરવાની વાત હતી. ત્યારે ગુજરાત પોલીસે આજે સમગ્ર રાજ્યમાં સ્પા અને હોટલમાં ગેરકાયદે પ્રવૃત્તિ બાબતની રેડ પાડી હતી. જેમાં કોઈ 152 જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરીને 103 એફઆઇઆર નોંધવામાં આવી છે. નોંધાયેલ એફઆઈઆઈ પૈકી 105 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

જિલ્લા પોલીસ સ્પેશિિયલ ટીમ કરાઈ તૈયાર : રાજ્યના વિભાગની સૂચનાથી તમામ જિલ્લાના પોલીસ અધિક્ષક દ્વારા સ્પેશિયલ ટીમ તૈયાર કરવામાં આવી હતી. પૂર્વ કચ્છમાં 29 જગ્યાએ રેડ કરવામાં આવી હતી અને જ્યાં પાણીની પણ અછત છે તેવા આદિપુરમાં આવેલ નવી ફેમેલી સ્પા એન્ડ એકેડેમીમાં પણ રેડ કરવામાં આવી હતી. જેમાં મહિલા પાસે ધંધો કરવાની ગેરકાયદે પ્રવૃત્તિ જણાઈ હતી. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાંથી પણ એ પ્રકારની ઘટના સામે આવી હતી. જૂનાગઢ જિલ્લાની વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લામાંથી સાત અને સોમનાથ જિલ્લામાંથી આઠ સ્પા ઉપર પોલીસે રેડ પાડી હતી, જેમાં કુલ 6 જેટલી મહિલાઓ અને યુવતીઓને દેહ વેપારમાંથી મુક્ત કરવામાં આવી હતી.

અમદાવાદમાં 350 સ્પા પર પોલીસની રેડ : ગુજરાતના આર્થિક પાટનગર એવા અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો સ્પા અને મસાજ સેન્ટરમાં ચાલતા ગેરકાયદે ધંધાને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા 350થી વધુ સ્પા અને મસાજ સેન્ટર ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી.

છેલ્લા 24 કલાકમાં 350 જેટલા સ્પામાં કેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તેની તપાસ હાથ ધરાઈ હતી. જે પૈકી 9 સ્પા અને મસાજ સેન્ટર સામે ફરિયાદ દાખલ કરી 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ પોલીસ દ્વારા સ્પા સેન્ટરમાં નવા ગ્રાહક મોકલીને સ્પાની પ્રવૃત્તિઓની દેખરેખ અને સર્ચ કરવામાં આવી હતી. હવે સમયાંતરે અમદાવાદના મસાજ પાર્લર અને સ્પા સેન્ટરમાં રેડ પાડવામાં આવશે... નીરજ બડગુજર ( જોઈન્ટ પોલીસ કમિશનર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

રાજકોટમાં 17 સ્પા સંચાલકો વિરુદ્ધ કેસ દાખલ : રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત બસીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટમાં કુલ 54 જેટલા આવેલા છે અને આ તમામ જગ્યા ઉપર અલગ અલગ ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને 17 સ્પા સંચાલકોએ નિયમનો ભંગ કર્યો હતો. તેથી તેમના વિરુદ્ધમાં કેસ દાખલ કરીને કામગીરી કરાઈ છે. જ્યારે આ ડ્રાઈવમાં 24 તારીખ સુધી રેડ કરવામાં આવશે. ઉપરાંત જે વિદેશી સ્પાના કર્મચારીઓ હોય છે તેમના પણ પાસપોર્ટ વિઝા છે કે નહીં તે બાબતની પણ તપાસ કરવામાં આવે છે. જો કોઈ પણ દસ્તાવેજ ઓછો હોય તો તેઓને તેમના દેશમાં ડિપોર્ટ કરવાની કામગીરી પણ રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવે છે.

સુરતમાં 50 કેસ દાખલ : સુરત પોલીસ દ્વારા સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારની પ્રવુતિને નેસ્ત નાબૂદ કરવા કામે લાગી હતી. પોલીસે અલગ અલગ ટીમ બનાવી હતી અને શહેરમાં તપાસ હાથ ધરી હતી જેમાંએક જ દિવસમાં 50 કેસ કર્યા છે, સુરત શહેરમાં સ્પાની આડમાં ગેરકાયદે દેહવ્યાપારની હાટડી ચાલતી હોવાનું સુરત પોલીસના ધ્યાને આવ્યું હતું. ત્યારે આ પ્રકારના ગોરખધંધા નેસ્ત નાબૂદ કરવા માટે સુરત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. સુરતમાં એસઓજી, ક્રાઈમ બ્રાંચ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ, IUCAW ની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાએ સ્પામાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને એક જ દિવસમાં ૫૦ કેસો કરવામાં આવ્યા હોવાનું પીસીબી પીઆઈ રાજેશ સુવેરાએ જણાવ્યું હતું.

સ્પા શરૂ કરવાના નિયમો શું છે : સ્પા શરુ કરવાના નિયમની વાત કરવામાં આવે તો સ્પા શરૂ કરવા માટે સ્થાનિક જિલ્લા તંત્ર અથવા તો કોર્પોરેશન વિભાગ પાસેથી ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ લેવું ફરજિયાત હોય છે. જ્યારે ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ આવ્યા બાદ સ્પા સંચાલકોએ ફરજિયાત પોલીસમાં પણ રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. આમ ગુજરાતમાં સ્પામાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓની અનેક ફરિયાદો બાદ ગુજરાત પોલીસ દ્વારા રેડ પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

  1. Raid in Gujarat jail: જેલ તંત્રને દરોડાની જાણ પણ ન થવા દીધી, વિશ્વાસ પ્રોજેક્ટથી રાજ્ય ગૃહપ્રધાને લાઈવ દરોડા જોયા
  2. Raid in Gujarat jail: સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન કેદીઓએ બેરેકમાં આગ લગાવી, કેદીઓએ થાળી વગાડી કર્યો વિરોધ
  3. Raid in Gujarat Jail : જામનગર જિલ્લા જેલમાં દરોડા, પ્રેમસુખ ડેલુની ટીમે 400 કેદીનું ચેકિંગ કરતાં શું મળ્યું?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.