ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં દરરોજ એક હજારથી વધુ કોરોના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે સરકારે આજે એક માહિતીમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યમાં બીજા રાજ્યની તુલનામાં ઓછા કેસ આવી રહ્યા છે. જ્યારે આંધ્રપ્રદેશમાં 24 કલાકમાં સૌથી વધુ 10,376 કેસ સામે આવ્યા છે. ગુજરાત સરકારે અન્ય રાજ્યો સાથેની સરખામણી કરી છે.જેમાં ગુજરાતમાં બીજા રાજ્ય કરતા ઓછા કેસ નોંધાઈ છે. જ્યારે અન્ય રાજ્યમાં 1500થી વધુ કેસ 24 કલાકમાં નોંધાઈ રહ્યા છે.
જ્યારે આજ હાલની પરિસ્થિતિ મુજબ 4,80,456 વ્યક્તિઓને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,78,781 વ્યક્તિઓ હોમ કોરોન્ટાઇન છે. રાજ્યમાં કુલ 45,782 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે કુલ એક્ટિવ કેસ 14,327 છે અને 78 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
• આજના મૃત્યુની વિગતો
સુરત કોર્પોરેશન - 8
અમદાવાદ કોર્પોરેશન - 4
બરોડા કોર્પોરેશન - 2
સુરત ગ્રામ્ય - 4
મહેસાણા - 2
જૂનાગઢ કોર્પોરેશન - 1
નવસારી - 1
પાટણ - 1
પોરબંદર - 1
સૌથી વધુ કેસની વાત કરવામાં આવે તો, આજે સુરત કોર્પોરેશન વિસ્તારમાં 214 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ત્યાર બાદ અમદાવાદ શહેર બીજા સ્થાને છે. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 138 જેટલા કેસ અને બરોડામાં 76 તથા રાજકોટ કોર્પોરેશનમાં 55 જેટલા કેસ સામે આવ્યા છે.