Gujarat Corona Update : કોરોનાના કેસ 100ને પાર, 24 કલાકમાં 119 કેસ નોંધાયા, અમદાવાદમાં 63 કેસ - H3N2 virus testing
ગુજરાતમાં વધુ એકવાર કોરોના મહામારી ડોકિયું કરી રહી છે. ગુજરાત કોરોના અપડેટની સ્થિતિમાં જોઇએ તો આજે કોરોનાના કેસ 100ને પાર થઇ ગયાં છે. જેમાં 24 કલાકમાં 119 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 63 કેસ નવા સામે આવ્યાં છે.
ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા સાત દિવસથી કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજની તારીખમાં ગુજરાત કોરોના અપડેટને લઇને જોઇ તો છેલ્લા 24 કલાકમાં કુલ 119 કેસો ગુજરાતમાં સામે આવ્યા છે. અમદાવાદમાં પણ નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ફક્ત અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 63 જેટલા નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ અને સુરત કોર્પોરેશન વિસ્તારમાં 10 કેસ નવા નોંધાયા છે.
કોરોનાના નવા 50 ટકા જેટલા કેસ ફક્ત અમદાવાદમાં : કોરોનાની બીજી લહેરમાં જે રીતની પરિસ્થિતિ ઊભી થઈ હતી તે દરમિયાન કુલ કેસના 50 ટકાથી વધુ કેસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયા હતાં. અમદાવાદમાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ સંકુલની મેડસિટી અને કોર્પોરેશનની એસવીપી જેવી અદ્યતન સારવાર આફતી હોસ્પિટલોમાં પણ દર્દીઓને હોસ્પિટલમાં એક બેડ મેળવવા માટે પણ કલાકોના કલાકો સુધી હોસ્પિટલની બહાર રાહ જોવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી. ત્યારે આજે જે કુલ 119 જેટલા કેસ નોંધાયા છે તેમાં 50 ટકાથી વધુ એટલે કે 63 જેટલા કેસ ફક્ત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં જોવા મળ્યા છે.
આ પણ વાંચો Corona New Virus: રાજ્યમાં H3N2ની એન્ટ્રી, અમદાવાદ સિવિલ હોસ્પિટલ વાઈરસને રોકવા એલર્ટ મોડ પર
H3N2 વાયરસ ટેસ્ટિંગમાં વધારો : રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 119 જેટલા પોતાના પોઝિટિવ કે સામે આવ્યા છે. ત્યારે રાજ્ય સરકારે H3N2 વાયરસ નવા વાયરસને અને નવા ઇન્ફ્લુએન્ઝા જેને ટૂંકમાં ફ્લ્યુ તરીકે ઓળખવામાં આવે છે તેના કેસોની સ્થિતિ પર નજર રાખવા માટે H3N2 વાયરસ ટેસ્ટિંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
સામાન્ય દવાઓથી દર્દીઓ સાજા થઇ જાય છે : ઉલ્લેખનીય છે કે કોરોનામાં જે પ્રકારના લક્ષણો દર્દીઓમાં જોવા મળતાં હતાં તેવા પ્રકારના લક્ષણો જેમાં શરદી ઉધરસ અને તાવ આવવો જેવા લક્ષણ નવા વાયરસના કેસમાં પણ પરિસ્થિતિ જોવા મળે છે. તેવી જ પરિસ્થિતિ નવા ફ્લ્યુમાં પણ જોવા મળી રહી છે. જેને કારણે રાજ્ય સરકાર દ્વારા H3N2 વાયરસ ટેસ્ટિંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે પરંતુ રાહતની વાત એ છે કે તમામ દર્દી સ્ટેબલ છે અને સાત દિવસની અંદર જ સામાન્ય દવાઓ લઈને આના દર્દીઓ સાજા થઈ શકે તેવી પરિસ્થિતિ છે.
આ પણ વાંચો H3N2 Surat: સુરતમાં H3N2 પર બાજ નજર રાખવા ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર શરૂ
કયા જિલ્લામાં કેટલા કેસ : આ માહિતી પર નજર કરીએ તો ગુજરાતમાં કુલ કેસ 435 કેસ છે જેમાં વેન્ટિલેટર પર 04 કેસ છે અને સ્ટેબલ દર્દીઓના 431 કેસ છે.આજે નોંધાયેલા નવા કેસોમાં અમદાવાદ કોર્પોરેશન 62, રાજકોટ કોર્પોરેશન 10, સુરત કોર્પોરેશન 10, બરોડા કોર્પોરેશન 04, ભાવનગર કોર્પોરેશન 03, ગાંધીનગર કોર્પોરેશન 01, ગાંધીનગર 01, અમરેલી 04, આણંદ 02, ભરૂચ 02, પોરબંદર 01, રાજકોટ 03, સાબરકાંઠા 02, સુરત 03, મહેસાણા 09, અને નવસારીમાં 01 કેસનો સમાવેશ થાય છે.