ETV Bharat / state

Gujarat Budget infra push: ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરમાં 5 વર્ષમાં 5 લાખ કરોડ રૂપિયા ખર્ચાશે, મેટ્રો અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મોટી ફાળવણી - Rs 5 lakh crore to be spent in 5 years

બજેટમાં ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરને લઈને ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. માળખાકીય સુવિધાઓના વિકાસ માટે આગામી પાંચ વર્ષમાં રૂપિયા 5 લાખ કરોડનો ખર્ચ કરશે. જૂના બ્રીજને વધારે મજબુત કરવા 550 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

Gujarat Budget infra push
Gujarat Budget infra push
author img

By

Published : Feb 24, 2023, 3:23 PM IST

ગાંધીનગર: ગુજરાત સરકારે શુક્રવારે વર્ષ 2023-24 ના નાણાકીય વર્ષ માટે રૂપિયા 3.01 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરને લઈને ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. બજેટની જાહેરાત કરતાં નાણાપ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્ય માળખાકીય સુવિધાઓના વિકાસ માટે આગામી પાંચ વર્ષમાં રૂપિયા 5 લાખ કરોડનો ખર્ચ કરશે.

ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પર ભાર: ગુજરાત સરકારે મોરબી બ્રીજ દુર્ઘટનામાંથી બોઠપાઠ લઈને 550 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને જૂના બ્રીજને વધારે મજબુત કરવા માટે ખર્ચો કરશે. પાંચ હાઈસ્પીડ કોરિડોર તૈયાર કરવામાં આવશે. જેનાથી મહાનગર સાથેની અને પ્રવાસન સ્થળ સાથેની ક્નેક્ટિવિટી વધશે. અમદાવાદમાં બીજા તબકકાના મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે રૂપિયા 18000 કરોડની જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે જોગવાઈ: ઘણા નગરોમાં એરબેઝ તૈયાર કરવામાં આવશે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂપિયા 200 કરોડનું બજેટ અપાયું છે. પીએમ ગતિ શક્તિ ફંડ અંતર્ગત તેને આવરી લેવાયું છે. આ સાથે પાંચ હાઈવે તૈયાર કરાશે. સરકાર અમદાવાદ મહેસાણા-પાલનપુર વચ્ચે સિક્સ લેન તૈયાર કરશે. જેના કારણે આ ત્રણેય જિલ્લાઓને ઝડપથી વિકાસ થઈ શકશે. ગ્રામ્ય વિસ્તારમાં વધારે રસ્તાઓ તૈયાર થશે. સરખેજ હાઈવેને સિક્સ લેન કરાશે. અમદાવાદ-બગોદરા હાઈવે પણ સિક્સ લેન થઈ જશે. રૂપિયા 5 લાખ કરોડ રૂપિાય પાંચ વર્ષમાં મેટ્રો બુલેટ ટ્રેનમાં ખર્ચાશે.

આ પણ વાંચો Budget 2023: દિવ્યાંગજનો, યુવાનો અને સિનિયર સિટીઝન્સને ફાયદો જ ફાયદો

નવા ફિશિંગ બંદરો: નાણાપ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્ય બંદરો અને જળ સંસ્થાઓના વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. નર્મદા નદી પર ભાડભુત જળાશયના નિર્માણ માટે રૂ. 1415 કરોડ અને ગિફ્ટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટના વિકાસ માટે રૂ. 150 કરોડ ફાળવવામાં આવ્યા છે. બજેટમાં ગુજરાતમાં નવા ફિશિંગ બંદરો વિકસાવવા અને હાલના કેન્દ્રોને મજબૂત કરવા માટે રૂ. 640 કરોડ ફાળવવામાં આવ્યા છે. ગિફ્ટ સિટીમાં વિકાસલક્ષી પગલાં માટે રૂ. 76 કરોડ પણ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો Trasportation Budget 2023 : દ્વારકામાં બનશે નવું એરપોર્ટ, અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઈવે બનશે 6 લેન

દ્વારકાનું રી-ડેવલપમેન્ટ: દ્વારકામાં એરપોર્ટ તૈયાર થશે, દ્વારકા સિટીનું રી ડેવલપમેન્ટ કરવામાં આવશે. પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે તેમજ વિકાસ માટે ખાસ આયોજન કરાયું છે. પાંચ પ્રવાસન કેન્દ્ર તૈયાર કરવામાં આવશે. દ્વારકાનું કાશીની જેમ નવનિર્માણ થશે. આ ઉપરાંત કેશોદ એરપોર્ટનું નવનિર્માણ કરવામાં આવશે. જેનાથી સૌરાષ્ટ્રમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થશે અને વેગ મળી રહેશે. ખાસ કરીને કાશી જેવું દ્વારકા બનતા અનેક પ્રવાસીઓ સૌરાષ્ટ્ર તરફ આવશે. તીર્થધામ તરીકે વિકાસ થયા બાદ દ્વારકા નગર આખું ડેવલપ થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.